ભોજન કરતી વખતે માખીના ગણગણાટથી હેરાન થઈને એક વ્યક્તિએ છોડ્યુ હવામાં રોકેટ, અચાનક ઘરમાં થયો વિસ્ફોટ…

માખીથી કંટાળી જઈ તેને મારવા માટે પછી  વૃદ્ધો હવામાં ઇલેક્ટ્રિક રેકેટ છોડ્યુ હતુ. ઘરમાં ગેસ લિકેજ હોવાને કારણે ઇલેક્ટ્રિક ડિવાઇસ છોડતા જ ઘરમાં વિસ્ફોટ થયો હતો. એક નાનકડી માખી (House Fly) વળી તમારુ શું બગાડી શકે છે, પરંતુ જો કોઈ કહે છે કે તેના કારણે આખું ઘર બળી ને રાખ થઈ ગયું , તો કદાચ તમે તેના પર વિશ્વાસ નહીં કરો. પરંતુ આ વાત સાચી છે. આ અનોખી ઘટના ફ્રાન્સના (France) દોર્દોની છે.  કહેવામાં આવે છે કે  જમતી વખતે અચાનક એક માખીના ગણગણાથી ૮૦ વર્ષીય વ્રુદ્ધ વ્યક્તિ અચાનક પરેશાન થઈ ગયો હતો. તેણે માખીને મારવા માટે હવામાં ઇલેક્ટ્રિક રેકેટને છોડ્યુ. પરંતુ ઘરમાં ગેસ લિક થઈ રહ્યો હતો.

image source

તેવા માં, વીજળીના ઉપકરણ ગેસના સંપર્કમાં આવાથી અચાનક વિસ્ફોટ (Blast in House) થયો  અને મકાનમાં અચાનક આગ લાગી હતી. વિસ્ફોટ માં રસોઇ ધર અને છતને ઘણું નુકસાન થયું છે. જોકે, ઘરમાં હાજર લોકો માંડ-માંડ બચી ગયા. વિસ્ફોટ માં વૃદ્ધ વ્યક્તિનો હાથ થોડો બળ્યો.  હાલમાં તે એક કેમ્પમાં રહી રહ્યા છે અને તેમનો પરિવાર મકાનને રીપેઈર કરાવી રહ્યો છે. તે્મનુ કહેવુ છે કે તેમના નસીબ સારા હતા કે તે આ ખતરનાક વિસ્ફોટ થી બચી ગયા. નહિંતર, તેનુ પરિણામ તેઓ વિચારી પણ નથી શકતા. તેવામાં, ફ્રાન્સથી જ એક બીજી અજીબોગરીબ ઘટના સામે આવી.

image source

જ્યાં એક ૫૭  વર્ષીય વ્યક્તિએ ઇચ્છા મૃત્યુના હેતુથી તેણે પોતાની જ સુસાઈડ નોડ જીવંત પ્રવાહ (લાઇવ સ્ટ્રીમિગ)બનાવ્યો હતો. આ ઘટનાને જોઇ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. વ્યક્તિનું નામ અલાઇન કોક છે. તેઓ છેલ્લા ૩૪ વર્ષથી ધણી અસાધારણ રોગોથી પીડિત છે. તેમણે રાષ્ટ્રપતિને એક પત્ર લખીને પણ ઈચ્છામૃત્યુ માટે મંજૂરી દેવાની માંગ કરી હતી. રાષ્ટ્રપતિએ એમ જવાબ દેતા કહ્યુ કે ફ્રાન્ચના કાયદામાં તેની મંજૂરી નથી. તેનાથી  કંટાળીને તેણે આત્મહત્યાનો જીવંત વીડિયો(લાઇવ સ્ટ્રીમિગ) બનાવવાનો નિર્ણય કર્યો લીધો હતો જેથી લોકોને તેના વિશે ખબર પડે.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

0 Response to "ભોજન કરતી વખતે માખીના ગણગણાટથી હેરાન થઈને એક વ્યક્તિએ છોડ્યુ હવામાં રોકેટ, અચાનક ઘરમાં થયો વિસ્ફોટ…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel