આ દેશમાં ખુલ્યું વિશ્વનું સૌ પ્રથમ ચોકલેટ મ્યુઝિયમ, જ્યાં મુલાકાતીઓ પોતાના હાથે બનાવી શકે છે ચોકલેટ, જાણો અને તમે પણ લો અચુક મુલાકાત
આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વભરમાં અલગ અલગ પ્રકારના અનેક મ્યુઝિયમો આવેલા છે. ક્યાંક ઢીંગલીઓનું ડોલ મ્યુઝિયમ છે તો ક્યાંક લશ્કરના જુના સરસામાનનું મ્યુઝિયમ છે. વૈશ્વીક સ્તરની વાત ન કરતા આપણા ભારત દેશની વાત કરીએ તો અહીં ઘણાખરા પ્રાચીન અને રાજાશાહી સમયની ચીજવસ્તુઓના સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમો આવેલા છે. પરંતુ શું તમે ક્યારેય ચોકલેટના મ્યુઝિયમ વિષે સાંભળ્યું છે ? તમારો જવાબ ના જ હશે. પણ ચોકલેટ પ્ર્રેમીઓ એ વાતથી ખુશ થશે કે હવે ચોકલેટનું પણ એક મ્યુઝિયમ ખુલી ગયું છે. આ અનોખા મ્યુઝિયમની શરૂઆત ગત 13 સપ્ટેમ્બરે સ્વીત્ઝર્લેન્ડના ઝ્યુરીખ શહેરમાં કરવામાં આવી છે.

65000 વર્ગીકૃત જેટલા વિશાળ વિસ્તારમાં પથરાયેલા આ મ્યુઝિયમનું નામ ” લિન્ટ હોમ ઓફ ચોકલેટ ” છે. આ નોખી ભાતના મ્યુઝિયમની અંદર પ્રવેશતા જ અહીંની મોટાભાગની વસ્તુઓ ચોકલેટની બનેલી નજરે પડે છે. એટલું જ નહિ મ્યુઝિયમમાં 30 ફૂટ ઊંચાઈ ધરાવતો ફાઉન્ટન પણ છે જે પર્યટકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર માનવામાં આવે છે. આ પ્રકારનું મ્યુઝિયમ તેની શ્રેણીમાં મૌલિક છે. મ્યુઝિયમની અંદર વિશ્વની સૌથી મોટી લિન્ટ ચોકલેટ શોપ પણ છે જેનું ઉદ્ઘાટન ટેનિસ વિશ્વના પ્રસિદ્ધ ખેલાડી રોજર ફેડરરના હસ્તે કરાયું હતું

વિશ્વભરમાં જ્યૂરિખ શહેરને ચોકલેટની રાજધાની પણ કહેવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે આ શહેરમાં બનેલી ચોકલેટની ગુણવત્તા સૌથી સારી અને સ્વાદિષ્ટ હોય છે. સ્વિસ ચોકલેટ મેકિંગનો ઇતિહાસ જાણવા માટે આ મ્યુઝિયમ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

નોંધનીય છે કે આ નવીન પ્રકારના મ્યુઝિયમની મુલાકારે આવનાર પ્રવસી પોતાની સાથે કોઈ ગિફ્ટ પણ ઘરે લઇ જઈ શકે છે. સાથે જે અહીંના ચોકલેટેરિયામાં મુલાકાતીઓ પોતાના હાથે જ ચોકલેટ બનાવી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. મ્યુઝિયમમાં કોકો બીન્સના ઉત્પાદનની શરૂઆત, શરૂઆતી ચોકલેટ ઉત્પાદનનો ઇતિહાસ અને તેના આખા સાંસ્કૃતિક વરસના ઇતિહાસની ઝલક પણ જોવા મળે છે.

” લિન્ટ હોમ ઓફ ચોકલેટ ” મ્યુઝિયમમાં કેફેટેરિયા થીમ પર ચોકલેટેરિયા પણ હશે જ્યાં કોફીની જેમ જ મુલાકાતીઓ પોતાની પસંદગીની ચોકલેટ બનાવી તેનો સ્વાદ માણી શકશે. જો કે ભારતના ચોકલેટ પ્રેમીઓએ ભારતમાં આવું કોઈ મ્યુઝિયમ બને તેની રાહ જોવી પડશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "આ દેશમાં ખુલ્યું વિશ્વનું સૌ પ્રથમ ચોકલેટ મ્યુઝિયમ, જ્યાં મુલાકાતીઓ પોતાના હાથે બનાવી શકે છે ચોકલેટ, જાણો અને તમે પણ લો અચુક મુલાકાત"
ટિપ્પણી પોસ્ટ કરો