બાપ રે બાપ:- ગુજરાતની પરિસ્થિતિ વણસી, આ શહેરમાં આખેઆખા પરિવારને આવી રહ્યો છે કોરોના પોઝિટિવ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ ૧૩૦૦ કરતા વધારે કોરોના કેસ આવી રહ્યા છે. જો કે સામે રિકવર થઈને એટલા જ લોકો ઘરે જઇ રહ્યા છે. હવે ફરીથી કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. એમાં પણ સુરતમાં ભયંકર સ્થિતિ જોવા મળી રહી છે. સુરતમાં અમુક વિસ્તારમાં કોરોના એટલી હદે વધી ગયો કે આખા પરિવાર પોઝિટિવ આવી રહ્યા છે.
સુરતના અઠવા, રાંદેર અને કતારગામ વિસ્તારમાં આખેઆખા પરિવારો કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં બહારના વિસ્તારના કારીગર લોકો આવ્યા છે અને એમના કારણે હવે કોરોનાનું સંક્રમણ ખતરનાક રીતે વધી રહ્યું છે અને લોકોને ડર સતાવી રહ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં લઈને ફરીથી મ્યુનિ. કમિશનરે તેમના અધિકારીઓની ટીમ સાથે તપાસ હાથ ધરી છે. ટેક્સટાઈલ માર્કેટની સરપ્રાઈઝ વિઝિટ કરવામાં આવી અને નિયમોનું ચુસ્ત રીતે પાલન કરવા સૂચનાઓ આપવામાં આવી છે. તેમજ ખાસ કેહવામાં આવ્યું છે કે કોવિડ ટેસ્ટ વિના કોઈને પણ કામ પર રાખવા નહીં. સાથે માર્કેટમાં સુરક્ષા કવચ કમિટી બનાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આ વિસ્તારમાં ખૂબ વધી રહ્યા છે કોરોના કેસ
સુરતમાં હાલમાં સૌથી વધુ કેસો અઠવા, રાંદેર અને કતારગામ ઝોનમાંથી આવું રહ્યા છે. અઠવાના અલથાણ અને વેસુ, જૂના અને નવા બમરોલીના વિસ્તારો, રાંદેરમાં પાલ, અડાજણ ગામ, અડાજણ પાટીયા, કૃષ્ણકુંજ, પાલનપુર પાટીયા, જકાતનાકા વિસ્તારમાં, વરાછાના મોટા વરાછા, અશ્વિનીકુમાર, કતારગામના ડભોલી અને મોટી વેડમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.
જ્યાં આખા પરિવાર પોઝિટિવ આવે છે એવા વિસ્તારના લોકોને શ્રી પાનીએ માસ્ક પહેરવા અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવાં સાથે સાવચેતી રાખવાનો આગ્રહ આપ્યો હતો. તેમજ સુરતમાં વધી રહેલાં કોરોના સંક્રમણને ધ્યાને લેતાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ લોકોને અપીલ કરી છે કે, જ્યાં સુધી કોરોનાની વેક્સિન ન આવે ત્યાં સુધી ‘માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને હેન્ડ વોશ’ એ બ્રહ્માસ્ત્ર છે. જેથી શહેરીજનો કોરોના ગાઇડલાઇનનો ચુસ્ત અમલ કરે અને સરકારને સહકાર આપવા અનુરોધ કર્યો છે.
સોશિયલ ડિસ્ટન્સના સાઈન-એજ મુકવા ફરજિયાત
મ્યુનિ. કમિશનરે જણાવ્યું કે, દુકાન, બજાર, રેસ્ટોરન્ટ, મોલ, ટેક્ષટાઈલ માર્કેટ વગેરે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે સાઈન-એજ હોવા જરૂરી છે. જ્યાં સાઈન-એજ ન થઈ શકે ત્યાં ગોળ કુંડાળા કરવા ફરજિયાત છે. આ નિયમનો ભંગ કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
કોરોનાકોરોના સંક્રમણ અટકાવવાંના પ્રયાસો હેઠળ કતારગામ અને વરાછા વિસ્તારમાં પાનની દુકાન પર ભીડ-ભાડ ન થાય તેનું ધ્યાન રાખવા માટે જાહેરમાં થુંકનારાઓ પર પોલીસ અને પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવાના આદેશો આપી દીધા છે. સાથે જ કમિશનરે કહ્યું છે કે, હતાં. કોરોના નિયંત્રણ માટે માસ્ક ખુબ જ જરૂરી છે. જો કોઈ પણ વ્યક્તિ માસ્ક વગર દુકાનમાં, મોલ, ઓફિસો, રિક્ષા, બસમાં કે અન્ય જગ્યા પર આવે તો તેના પ્રવેશ સામે મનાઇ ફરમાવવામાં આવે.
બહારથી આવી રહેલા શ્રમિકો માટે નિયમો કડક
પરપ્રાંતથી સુરત આવેલા કામદારોને લઇ મહાપાલિકાની ગાઈડલાઈન મુજબ શ્રમિકોને સાત દિવસ હોમ કવોરન્ટાઈન કરાશે. જ્યારે કોઈ કામદાર પહેલા પોઝિટિવ આવી ચુક્યો હોય તો તેમનો એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવશે અને જેમના એન્ટીબોડી બની ચુક્યા હોય તો તેઓએ ક્વોરન્ટાઈન રહેવાની જરૂર નથી. જો રેપિડ ટેસ્ટમાં પોઝીટીવ ન આવે અને લક્ષણો હોય તો તેમના RTPCR ટેસ્ટ કરવામાં આવશે.
ફુડની લારીઓ માટે પણ આદેશો
શ્રી પાનીએ કહ્યું કે, રાત્રે ૧૦ વાગ્યા બાદ ખાણીપીણીની લારીઓ ફરજિયાતપણે બંધ કરી દેવાની રહેશે. આ નિયમોનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ૧૦ વર્ષથી ઓછી અને ૬૦ વર્ષથી વધુ વયના લોકોએ ખુબ જ સાવચેતી રાખી કામ સિવાય ઘરની બહાર ન નીકળે એવી પણ સૂચના આપવામાં આવી છે.
0 Response to "બાપ રે બાપ:- ગુજરાતની પરિસ્થિતિ વણસી, આ શહેરમાં આખેઆખા પરિવારને આવી રહ્યો છે કોરોના પોઝિટિવ"
ટિપ્પણી પોસ્ટ કરો