સુશાંતે બેંગકોક ટ્રીપ પર ફક્ત સારા માટે બુક કર્યું હતું ચાર્ટર્ડ પ્લાન, છુપાવવા ઇચ્છતા હતા આ વાત

એક બાજુ સીબીઆઈ સુશાંત સિંહ રાજપૂતની મોતનું રહસ્ય જાણવામાં લાગેલી છે તો બીજી બાજુ અભિનેતાના જીવન સાથે જોડાયેલી ઘણી જૂની વાતો પણ સામે આવી રહી છે. થોડા સમય પહેલા જ રિયા ચક્રવર્તીએ એક ઈન્ટરવ્યુમાં સુશાંતની બેંગકોકની સફર વિષે ઉલ્લેખ કર્યો હતો. એ વાત રિયાએ એમની અને સુશાંતની યુરોપ ટ્રીપ પર થયેલ ખર્ચને લઈને કહી હતી. રિયાએ જણાવ્યું હતું કે સુશાંત એ પહેલા પોતાના મિત્રો સાથે પણ બેંગકોક ટ્રીપ પર ૭૦ લાખ રૂપિયા ખર્ચ્યા હતા.
સુશાંતની બેંગકોક ટ્રીપ પર સારા અલી ખાન પણ હતી હાજર
રિયાએ એવું તર્ક આપ્યું હતું કે સુશાંત પોતાના મિત્રો ઉપર પણ પૈસા ઉડાવતા હતા. રિયાએ કહ્યું હતું કે એ ટ્રીપ પર બધા જ છોકરા હતા. જોકે, સુશાંતના પૂર્વ અસિસ્ટંટ સાબિર અહમદે એક ટીવી ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે રિયાએ એ ટ્રીપ પર સારા અલી ખાન પણ હોવાની વાત છુપાવી છે. આ ટ્રીપ પર ફક્ત છોકરાઓ જ નહિ અભિનેત્રી સારા અલી ખાન પણ હજાર હતી.
ફક્ત સારા માટે સુશાંતએ બુક કરાવ્યું હતું ચાર્ટર્ડ પ્લેન
આ ટ્રીપને લઈને હવે એક નવી વાત સામે આવી રહી છે. એવું કહેવાઈ રહ્યું છે કે ૭૦ લાખની આ ટ્રીપ સુશાંતે ફક્ત સારા અલી ખાન માટે યોજી હતી. જોકે , એ નહતા ઇચ્છતા કે કોઈને એ વાતની ખબર પડે કે સારા અને સુશાંત એકબીજાને પસંદ કરે છે. એટલે એમણે પર્સનલ ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યું હતું. આ ટ્રીપ પર સારા સિવાય સુશાંતના મિત્રો કુશલ જાવેરી, સિદ્ધાર્થ ગુપ્તા પણ શામેલ હતા.
શાનદાર(લગ્ઝરી) હોટેલમાં એકસાથે રોકાયા હતા સુશાંત-સારા
સુત્રોનું માનીએ તો આ ટ્રીપ દરમિયાન સારા અને સુશાંત એક સાથે લગ્જરી આઈલેન્ડ હોટેલમાં રોકાયા હતા. એ દરમિયાન બંને સાથે ફક્ત એક જ વાર બીચ પર ગયા હતા. બાકીના દિવસે સુશાંતના બીજા મિત્રો હરવા ફરવા નીકળી ગયા હતા. તો સુશાંત અને સારા હોટેલમાં રોકાયા હતા. એવું પણ જણાવાઈ રહ્યું છે કે સારા અલી ખાનને એરપોર્ટ પએ લેવા સુશાંતના મિત્ર સૈમુઅલ હાઓકીપ આવ્યા હતા.
નોંધપાત્ર છે કે સારા અલી ખાને પોતાનું બોલીવુડ ડેબ્યુ સુશાંત સિંહ રાજપૂત સાથે ‘કેદારનાથ’ ફિલ્મથી કર્યું હતું. ખબરોની માનીએ તો બંને આ દરમિયાન એકબીજાને અંદરથી તો પસંદ પણ કરવા લાગ્યા હતા. જોકે, એ બંનેએ ક્યારેય એના વિષે ખુલીને કાંઈ કહ્યું નહિ.
0 Response to "સુશાંતે બેંગકોક ટ્રીપ પર ફક્ત સારા માટે બુક કર્યું હતું ચાર્ટર્ડ પ્લાન, છુપાવવા ઇચ્છતા હતા આ વાત"
ટિપ્પણી પોસ્ટ કરો