બોલિવૂડની ભિનેત્રી અનુષ્કા શર્માએ સોશ્યલ મીડિયા પર પુત્રીને જન્મ આપ્યા પછી પહેલીવાર એક પોસ્ટ શેર કરી કે…..

Spread the love

બોલિવૂડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્માએ થોડા દિવસો પહેલા જ એક પુત્રીને જન્મ આપ્યો છે. માતા બન્યા પછી પહેલીવાર અભિનેત્રી સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળી છે.

તેણે સોશ્યલ મીડિયા પર પુત્રીને જન્મ આપ્યા પછી પહેલીવાર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા અનુષ્કા શર્માએ ભારતીય ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયા પર ટેસ્ટ સિરીઝમાં ઐતિહાસિક જીતના અભિનંદન પાઠવ્યા છે.

અનુષ્કા શર્મા ભારતીય ક્રિકેટ ટીમની આ શાનદાર જીતથી ખૂબ ખુશ જોવા મળી છે. તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અંતર્ગત ભારતીય ટીમને શાનદાર રમત પર શુભકામનાઓ અને અભિનંદન આપ્યા છે. અનુષ્કા શર્માએ ભારતીય ટીમની એક તસવીર શેર કરી છે, જેમાં ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સાથે જોવા મળી રહી છે. આ તસવીર પર અનુષ્કાએ લખ્યું છે કે, ‘શું જીત છે ટીમ ઈન્ડિયા, વાહ! આવનારા ઘણા વર્ષો માટે એક પ્રેરણા છે આ જીત. ‘

આ સાથે જ ભારતીય ક્રિકેટ ટીમના નિયમિત કેપ્ટન અને અનુષ્કા શર્માના પતિ વિરાટ કોહલી પણ આ જીતથી ખૂબ ખુશ જોવા મળ્યા છે અને તેણે ભારતીય ટીમ પર પહેલી ટેસ્ટ મેચ દરમિયાન સવાલ ઉઠાવનારાને પણ આડે હાથ લીધા છે.

વિરાટ કોહલીએ પણ સોશિયલ મીડિયા દ્વારા તેમની ટીમને અભિનંદન આપ્યા છે. કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરતા લખ્યું છે કે. ‘શું જીત છે! આ જીત તેમના માટે છે જેમણે એડિલેટ ટેસ્ટ પછી અમારા ઉપર ડાઉટ કર્યો હતો. ઉત્તમ અને યાદ રાખી શકાય તેવું પ્રદર્શન, ધૈર્ય અને દ્રઢ નિર્ણય કામ આવ્યો. ટીમના તમામ ખેલાડીઓ અને મેનેજમેન્ટ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આ જીતનો આનંદ માણો. ‘

નોંધપાત્ર વાત એ છે કે ઓસ્ટ્રેલિયામાં વનડે અને ટી 20 સીરીઝમાં વિરાટ કોહલીએ ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું, જ્યારે ચાર ટેસ્ટ મેચની સીરીઝ પહેલા મેચનું નેતૃત્વ તેમણે કર્યું હતું.

આ પછી ઉપ-કપ્તાન અજિંક્ય રહાણેને કેપ્ટનશીપ સોંપીને વિરાટ કોહલી પેટરનિટી લીવ લઈને ભારત પરત આવ્યો હતો. 11 જાન્યુઆરીએ વિરાટ અને અનુષ્કા પુત્રીના માતાપિતા બન્યા છે.

વિરાટ કોહલીએ તાજેતરમાં જ તેની લાડલી વિશે કહ્યું હતું કે, ‘હું મારી કારકીર્દિની કોઈ પણ ચીજ ઘર સુધી લાવીશ નહીં. હું નથી ઇચ્છતો કે મારી ટ્રોફી, સફળતાઓ અથવા બીજું કંઇ ઘર સુધી આવે, જ્યારે બાળકો મોટા થઈ રહ્યા હોય.

જણાવી દઈએ કે બંનેએ પોતાની પુત્રીનું નામ અન્વી રાખ્યું છે. પુત્રીના નામમાં વિરાટ અને અનુષ્કાનું નામ પણ છુપાયેલું છે. અન્વીમાં અનુષ્કાના નામના પ્રથમ બે શબ્દો અને વિરાટના નામના પહેલા બે શબ્દો છે.

વિરાટે ટ્વિટર બાયો પણ બદલ્યો:

વિરાટ કોહલીએ તાજેતરમાં જ તેના ટ્વિટર બાયોમાં પણ ફેરફાર કર્યો છે. જેની ખૂબ ચર્ચા પણ સોશિયલ મીડિયા પર થઈ રહી છે. તેણે પોતાના ટ્વિટર બાયોમાં, પોતાને ગૌરવપૂર્ણ પતિ તેમજ ગૌરવપૂર્ણ પિતા પણ જણાવ્યો છે.

જણાવી દઈએ કે, વિરાટ અને અનુષ્કાએ આજ સુધી તેમની પુત્રીને દુનિયાની નજરથી બચાવીને રાખી છે. બંન્ને માંથી કોઈએ પણ હજી સુધી તેમની પુત્રીની કોઈ પણ પ્રકારની તસવીર શેર કરી નથી. વિરાટે પુત્રીના જન્મ પર સોશિયલ મીડિયા દ્વારા પોતાના કરોડો ચાહકો સાથે આ જાણકારી શેર કરી હતી.

નોંધપાત્ર વાત એ છે કે, ભારતની ઓસ્ટ્રેલિયન પ્રવાસની શરૂઆત વનડે સિરીઝથી થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની સિરીઝ 2-1થી જીતી હતી. આ પછી ભારતે ત્રણ મેચની ટી -20 સીરીઝમાં ઓસ્ટ્રેલિયાને 2-1થી પરાજિત કર્યું હતું.

જ્યારે ચાર મેચની ટેસ્ટ સિરીઝને 2-1થી ભારતે પોતાના નામે કરી હતી. સીરીઝની ત્રીજી મેચ ડ્રો પર સમાપ્ત થઈ. ભારતે આ પહેલા 2018-19માં પણ ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો હતો.

Related Posts

0 Response to "બોલિવૂડની ભિનેત્રી અનુષ્કા શર્માએ સોશ્યલ મીડિયા પર પુત્રીને જન્મ આપ્યા પછી પહેલીવાર એક પોસ્ટ શેર કરી કે….."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel