આજે જ જાણી લો તમારું આધારકાર્ડ નકલી છે કે અસલી? નહિં તો પાછળથી આવશે રોવાનો વારો

આધાર કાર્ડ હવે માત્ર ઓળખ પત્ર નથી રહી ગયું. તેની જરૂર દરેક સ્થળે હોય છે. કોઇ પણ સરકારી યોજનાઓનો લાભ લેવાનો હોય તો આધાર વેરિફિકેશન પહેલા કરવામાં આવે છે. મોટા ભાગના સ્થળો પર આધારને ફરજીયાત કરી દેવામાં આવેલું છે. અત્યારે ભારતીય નાગરિકો માટે આધાર કાર્ડ સૌથી જરૂરી ડોક્યૂમેન્ટ બની ચૂક્યું છે. એસ સિમ ખરીદવાથી લઈને સરકારી અને ખાનગી ક્ષેત્ર સુધી દરેક જગ્યાએ આધારકાર્ડ આવશ્યક છે.

image source

તમારે તમારું ઘરનું કામ કરવું હોય કે બેંકનું કામ, બધે જ આધારકાર્ડ આવશ્યક છે. આવી સ્થિતિમાં, જો તમને ખબર પડે કે તમારી પાસે જે આધારકાર્ડ છે, તે બનાવટી છે તો તમારી મુશ્કેલીઓ વધી શકે છે. જેથી તમારા માટે એ જાણવું જરૂરી છે કે, તમારો આધાર નંબર નકલી તો નથી. તો ચાલો જાણીએ કઈ રીતે અસલી આધારની ઓળખ કરવી.

આ રીતે ચેક કરો આધાર કાર્ડ અસલી છે કે નકલી

image source

પહેલા તમે આધાર https://resident.uidai.gov.in/aadhaarverificationsની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.

અહીં તમારી સામે આધાર વેરિફિકેશન પેજ ઓપન થશે, પછી તમને એક ટેક્સ્ટ બોક્સ દેખાશે જ્યાં તમારે તમારો આધાર નંબર નાખવો પડશે.
હવે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો. પછી ડિસ્પ્લે માં બતાવેલ કેપ્ચા દાખલ કરો.

image source

હવે વેરિફાઇ બટન પર ક્લિક કરો. જો તમારો આધાર નંબર સાચો છે, તો નવું પેજ ખુલશે જેમાં તમને એક મેસેજ મળશે, જેમાં તમારો આધાર નંબર આપવામાં આવશે.

આ સાથે તમારી સંપૂર્ણ વિગત પણ તેમાં હશે અને જો નંબર નકલી હશે તો ઈનવેલિડ આધાર આવશે.

image source

તમને જણાવી દઈએ કે, આધારને લગતી ઓનલાઇન માહિતી માટે મોબાઈલ નંબર રજિસ્ટર કરાવવો ખૂબ જ જરૂરી છે. તમે તમારું ઇમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર વેરિફાઈ કી શકો છો. આધાર ઓનલાઇન સેવાઓ મેળવવા માટે રજિસ્ટર મોબાઇલ નંબર હોવો જોઈએ. જો તમને આધાર સંબંધિત કોઈ ફરિયાદ હોય તો તમે ટોલ ફ્રી નંબર 1947 પર કોલ કરી શકો છો.

image source

જો તમારૂ આધારકાર્ડ ખોવાઇ જાય છે તો ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ અમે તમારી એક પદ્ધતી જણાવવા જઇ રહ્યા છીએ જેની મદદથી જો તમારૂ કાર્ડ ખોવાઇ પણ જાય છે તો કામ થઇ જશે. તેના માટે UIDAIએ mAadhaar મોબાઇલ એપ લોન્ચ કરી છે. આ એપને પોતાનાં મોબાઇલ ફોન ડાઉનલોડ કરવું પડશે. ત્યાર બાદ તમારો આધાર તમાર મોબાઇલમાં હશે. જો કે mAadhaar એપ યુઝ કરવા માટે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર હોવો જરૂરી છે. જો તમારી પાસે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ન હોય તો તમારા આધાર સેંટર જઇને નવો નંબર અપડેટ કરવો પડશે. આ એપમાં QR કોર્ડ અને E-KYCનું પણ ફીચર આપવામાં આવ્યું છે. અનેક સ્થળો પર તમે તેનો ઉપયોગ પણ આદારકાર્ડની જેમ કરી શકો છો. mAadhaarનો ઉપયોગ કરવા માટે પ્લે સ્ટોર પર જાઓ અને તેને ડાઉનલોડ કરી લો. એપનો પાસવર્ડ સુરક્ષીત રાખો. એપ કોલવા અંગે આધાર નંબર ડાયલ કરવું પડશે અને અન્ય માહિતી ભરવી પડશે. રજિસ્ટર્ડ નંબર પરઓટીપી આવશે. ઓટીપી નાખ્યા બાદ આ એપ સંપુર્ણ વેરીફાઇ થઇ જશે અને તમે બાયોમેટ્રિક ડેટા લોક અને અનલોક કરી શકશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "આજે જ જાણી લો તમારું આધારકાર્ડ નકલી છે કે અસલી? નહિં તો પાછળથી આવશે રોવાનો વારો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel