સ્માર્ટફોનના વેચાણમાં સેમસંગે મારી ટક્કર, પછાડ્યુ ચાઇનાના માર્કેટને, જાણો આ સ્માર્ટફોન વિશે તમે પણ

ચાઇનીઝ ફોનની ટક્કરમાં લોન્ચ Samsung ના આ સ્માર્ટફોનને મળી જોરદાર સેલ, ડીસેમ્બર સુધી ૨ કરોડ યુનિટના વેચાણ થવાની આશા.
સ્માર્ટફોન બ્રાંડ Samsung તરફથી આશા કરવામાં આવી રહી છે કે, આ વર્ષના અંત સુધીમાં Samsung M સીરીઝના સ્માર્ટફોનનું વેચાણ બે કરોડ યુનિટના આંકડો પાર કરી શકે છે. ભારતીય માર્કેટમાં Samsungની M સીરીઝની ચાઇનીઝ કંપનીઓ જેવી કે Xiaomi, Vivo અને Oppoના સ્માર્ટફોનની ટક્કરમાં છેલ્લા ફેબ્રુઆરી મહિનામાં લોન્ચ કરવામાં આવ્યા હતા. કંપની આ સીરીઝ દ્વારા ઓનલાઈન ચેનલમાં પોતાની ઉપસ્થિતિને મજબુત કરવા ઈચ્છતી હતી.

M સિરીઝના કુલ ૮ ડિવાઈસ ભારતમાં લોન્ચ.:

image source

Samsung India તરફથી M સીરીઝ હેઠળ છેલ્લા વર્ષે ૬ ડિવાઈસને લોન્ચ કરવામાં આવ્યા હતા. તેમજ આ વર્ષે ૮ ડિવાઈસને લોન્ચ કરવામાં આવ્યા છે. કંપની આવનાર વર્ષમાં M સિરીઝના કેટલાક નવા ડિવાઈસ પ્રસ્તુત કરી શકે છે. સેમસંગ ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ અસીમ વારસીએ કહ્યું છે કે, આવનાર વર્ષે આ જ સીરીઝને શાનદાર લાઈન- અપને લોન્ચ કરવામાં આવશે. Samsungએ ગયા વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ભારતની પહેલી M સીરીઝને પ્રસ્તુત કરી હતી. કંપનીને આશા હતી કે, આ સીરીઝના આધારે કંપની Xiaomi કંપનીને જોરદાર ટક્કર આપીને ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં પોતાની સ્થિતિને મજબુત કરી શકશે. એના માટે કંપનીએ સ્માર્ટફોનના વેચાણ વધારવાના ઉદ્દેશથી પોતાના ઓનલાઈન સ્ટોરનો વિસ્તાર કર્યો છે.

યુવાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત કરવામાં આવ્યા છે ડિવાઈસ.:

image source

સેમસંગ ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ અસીમ વારસીની માનીએ તો, M સીરીઝના સ્માર્ટફોનને ખાસ કરીને જનરેશન- Z ની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, જનરેશન- Z સીરીઝમાં એવા યુવાઓને સામેલ કરવામાં આવ્યા છે, જેઓ જાન્યુઆરી, ૧૯૯૫ થી લઈને ડીસેમ્બર, ૨૦૦૩ના સમયગાળા દરમિયાન જન્મ થયો છે. કંપનીએ ભારત પછી M સીરીઝના સ્માર્ટફોનના અન્ય માર્કેટમાં પણ લોન્ચ કર્યા છે.

જુન મહિનામાં સ્માર્ટફોન સેલમાં ઘટાડો.:

image source

રીસર્ચ ફર્મ કાઉન્ટર પોઈન્ટની રીપોર્ટમાં જણવ્યા મુજબ ભારતમાં સ્માર્ટફોન શિપમેન્ટમાં છેલ્લા વર્ષની તુલનામાં આ વર્ષે જુન, ૨૦૨૦માં ૫૧%નો ઘટાડાની નોંધ કરવામાં આવી છે. આ સમય દરમિયાન કુલ ૧ કરોડ યુનિટની શિપમેન્ટ થઈ છે. સ્માર્ટફોનની શિપમેન્ટમાં ઘટાડો થવાનું કારણ રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને માનવામાં આવી રહ્યું છે, જેને કેન્દ્ર સરકારએ કોરોના વાયરસ સંક્રમણની મહામારી વિરુદ્ધ શરુ કરવામાં આવ્યું હતું.

image source

કઈ કંપનીની કેટલી ભાગીદારી રહી.:

સ્માર્ટફોન બ્રાંડ . .માર્કેટ શેર

-Xiaomi . ૨૯ ફીસદી

-Samsung . ૨૬ ફીસદી

-Vivo . ૧૭ ફીસદી

-Realme . ૧૧ ફીસદી

-Oppo , ૯ ફીસદી

-અન્ય . ૮ ફીસદી

image source

એક અન્ય રીપોર્ટમાં જણાવ્યા મુજબ જુન, ૨૦૨૦ની ત્રીમાસીમાં ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ઓનલાઈન ચેનલની ૪૩ ફીસદી ભાગીદારી છે. આ દર્શાવે છે કે, ભારતમાં ઓનલાઈન ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે. ખરેખરમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારી દરમિયાન લોકો કોન્ટેક્ટ લેસ શોપિંગ કરી રહ્યા છે, જેના લીધે ઓનલાઈન વેચાણમાં વધારો નોંધવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "સ્માર્ટફોનના વેચાણમાં સેમસંગે મારી ટક્કર, પછાડ્યુ ચાઇનાના માર્કેટને, જાણો આ સ્માર્ટફોન વિશે તમે પણ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel