ગુજરાત માટે ખરાબ સમાચાર, કોરોના કરતાં પણ વધારે લોકો રોડ અકસ્માતમાં મર્યા, આ આંકડો તમને કમકમાટી ઉપાડી દેશે
કોરોના તો આજકાલનો આવ્યો છે અને કદાચ રોગ છે એટલે જતો પણ રહેશે, વિશ્વના તમામ દેશો આ રોગની રસી શોધવા માટે મહેનત પણ કરી રહ્યા છે. પરંતુ એક એવું સંકટ છે જે ગુજરાતમાં વર્ષોથી ચાલતું આવ છે અને હાલમાં ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રમાં તેનો ખુલાસો થયો છે. પાંચ દિવસ ચાલનારા આ ચોમાસુ સત્રના બીજા દિવસે રાજ્યમાં વધી રહેલા અકસ્માતોના બનાવો અંગેના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારે વિધાનસભામાં માર્ગ અકસ્માતને લગતી ચોંકાવનારી વિગત રજૂ કરી હતી. જેમાં માત્ર 5 વર્ષના ટૂંકાગાળામાં ગુજરાતમાં 30,000 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.
રાજ્યમાં દરરોજ 16થી વધુ લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે

ગૃહ વિભાગે કોંગ્રેસના તાલાલાના ધારાસભ્ય ભગાભાઇ બારડના પ્રશ્નોના લેખિત જવાબમાં આ માહિતી રજૂ કરી હતી. આ આંકડાઓ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે, રાજ્યમાં દરરોજ 16થી વધુ લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. આમ દર દોઢ કલાકે માર્ગ અકસ્માતને કારણે એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે. આ આંકડા જોઈને એ નક્કી કરી શકાય કે રાજ્યમાં કોરોના કરતા માર્ગ અકસ્માતમાં વધુ નાગરિકોના મોત થયા છે. વર્ષ 2018માં 8040 અને 2019માં 7409 લોકોના મૃત્યુ થયા છે. આમ 6 મહિને સરેરાશ 3,850 લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુપામે છે.
1 જાન્યુઆરી 2015થી 31 ડિસેમ્બર 2019 અકસ્માતના આંકડા રજૂ કરવામાં આવ્યા

જ્યારે ગુજરાતમાં 19 માર્ચે કોરોનાની એન્ટ્રી થયા બાદ મહામારીને 6 મહિના પુરા થઈ ગયા છે. આ છ મહિના દરમિયાન કોરોનાને કારણે અત્યાર સુધી(22 સપ્ટેમ્બર)માં 3,355 લોકોએ જીવ ગુમાવ્યા છે. તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડે રાજ્યમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર અને માર્ગ અકસ્માતને ઘટાડવા માટે સરકારે લીધા પગલાની માહિતી માંગી હતી.

સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2015થી 31 ડિસેમ્બર 2019 અકસ્માતના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં માર્ગ અકસ્માતમાં સૌથી વધુ મૃત્યુ 2018માં (8040 મૃત્યુ) નોંધાયા હતા. જ્યારે સૌથી ઓછા મૃત્યુ 2019માં (7409 મૃત્યુ) નોંધાયા હતા. માર્ગ અકસ્માતને ઘટાડવા માટે લીધેલા પગલા અંગે સરકારે જણાવ્યું હતું કે શહેરો અને જિલ્લાઓને માર્ગ અકસ્માતમાં થતાં મૃત્યુ ઘટાડવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યા છે અને તેને લઇને નિયમિત ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે.
RTOના અધિકારીઓ, પોલીસ, આર એન્ડ બી તથા અન્ય એજન્સીઓની ટીમો બનાવવામાં આવી

આ કામ માટે RTOના અધિકારીઓ, પોલીસ, આર એન્ડ બી તથા અન્ય એજન્સીઓની ટીમ બનાવવામાં આવી છે. તેઓ અકસ્માતના સ્થળે રૂબરૂ જાય છે અને મૃત્યુ પાછળ ખામીયુકત માર્ગ જવાબદાર હતો કે પછી અન્ય કોઇ કારણ જવાબદાર હતું તેને લઇને તપાસ કરે છે. પોલીસ કમિશ્નર અને જિલ્લા કલેકટર દ્વારા સ્પીડ લિમિટને લઇને નિયમિત પરિપત્ર પણ બહાર પાડવામાં આવે છે. આ સિવાય માર્ગ સુરક્ષાને લઇને જાગૃતિ આવે તે માટે રાજ્યમાં નિયમિત રીતે ટ્રાફિક એજ્યુકેશન અને જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "ગુજરાત માટે ખરાબ સમાચાર, કોરોના કરતાં પણ વધારે લોકો રોડ અકસ્માતમાં મર્યા, આ આંકડો તમને કમકમાટી ઉપાડી દેશે"
ટિપ્પણી પોસ્ટ કરો