આને કહેવાય અસલી મજબૂરી, નવરાત્રી બંધનું એલાન થતાં જ ગુજરાતનાં નામી કલાકારોએ શરૂ કર્યો આવો બિઝનેસ

કોરોનાએ આખી દુનિયાને ઉથલ પાથલ કરી નાંખી છે, આપણે દરરોજ ન ધારેલા હોય એવા તફાવતો આ દુનિયામાં જોવા મળે છે. ત્યારે એક તરફ જોઈ શકાય છે કે, કોરોના મહામારી દરમિયાન લોકડાઉનના કારણે અનેક રોજગાર-ધંધા ઠપ છે. રાજ્યને તબક્કાવાર અનલોક કરવામાં આવી રહ્યું હોવા છતાં હજી પણ અનેક વ્યવસાય એવા છે, જેમાં રોજગારી, કામ-ધંધો મળવો મુશ્કેલ છે. જેના કારણે આવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો અન્ય ધંધાઓ તરફ વળ્યા છે, જેથી પરિવારનું ગુજરાન ચલાવી શકે. નવરાત્રી, જાજરમાન લગ્નોત્સવ, થિયેટર શો, મોટા જાહેર કાર્યક્રમો યોજાતા નથી જેથી સિંગર, ઓર્કેસ્ટ્રાના કલાકારોની રોજીરોટી બંધ થઇ ગઇ છે.

ઇડરના ભાજપના ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મ અભિનેતા હિતુ કનોડિયાએ રૂપાણીને પત્ર લખ્યો

image source

પરંતુ આ બધાની વચ્ચે કલાકારો આવી કોરોનાની કપરી પરિસ્થિતિમાં હિંમત હારવાના બદલે એક નવી ઉર્જા સાથે અન્ય વ્યવસાયો તરફ વળ્યા છે અને ઈડલી, સોપારી, શાકભાજી, કપડાં અને વોલ પેઈન્ટિંગનો વ્યવસાય શરૂ કરી દીધો છે. લગભગ કોરોના મહામારીના કારણે છેલ્લા 6 મહિનાથી બેકાર બનેલા લોકસંગીત, લોકનાટ્ય, ઓરકેસ્ટ્રા, નાટક, નૃત્ય વગેરના કલાકાર કસબીઓની હાલત કફોડી બની ગઇ છે. આર્થિક સંકડામણનો સામનો કરી રહેલા આ કલાકારો માટે તાત્કાલિક ધોરણે આર્થિક સહાય કરવામાં આવે, જો આમ કરવામાં નહી આવે તો તેઓને નાછૂટકે આત્મહત્યાનો માર્ગ અપનાવવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તેવો પત્ર ઇડરના ભાજપના ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મ અભિનેતા હિતુ કનોડિયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખ્યો છે. ત્યારે એવા કલાકારો વિશે વાત કરીએ કે જેણે બીજા બીજા ધંધા-રોજરાગ શરૂ કરી દીધા હોય.

નાનો-મોટો વ્યવસાય કરવાનું નક્કી કર્યું

image source

પ્રોફેશનલ સિંગર શ્રીકાંત નાયરે આ વિશે વાત કરતાં કહ્યુ કે, હું પ્રોફેશનલ સિંગર છું. કિશોર કુમારના 150 ગીતો સતત 15 કલાક સુધી હેમુ ગઢવી હોલમાં ગાઈને રેકોર્ડ સર્જ્યો છે. પરંતુ હાલ એ બધું બંધ થતા ઘેર બેસવા કરતા મેં નાનો-મોટો વ્યવસાય કરવાનું નક્કી કર્યું અને સોપારી, તમાકુ, ચૂનો બધું હોલસેલમાં વેચવાનું શરૂ કર્યું છે.

શાકભાજીની હોમ ડિલિવરી કરવાનો બિઝનેસ શરૂ કર્યો

image source

ઓર્ગેનાઈઝર અને સિંગર મૌલિક ગજ્જરે કહ્યુ- હું પોતે ઓર્ગેનાઈઝર અને સિંગર પણ છું. આફ્રિકા, દુબઈ, મસ્કત સહિતના દેશોમાં ટીમ લઈને શો કરી આવ્યા છીએ, પરંતુ લોકડાઉન થતા ધંધો બંધ થયો. હાલ મેં શાકભાજીની હોમ ડિલિવરી કરવાનો બિઝનેસ શરૂ કર્યો છે અને એક મહિનામાં 400થી વધુ ગ્રાહકો જોડ્યા છે.

લેડિઝના રેડીમેડ ગાર્મેન્ટ વેચવાનું શરૂ કર્યું

image source

સિંગર પ્રદીપભાઈ ઠક્કરે કહ્યુ- વર્ષોથી પ્રોફેશનલ સિંગર છું અને એના ઉપર જ ઘર ચાલે છે. નવરાત્રીમાં ગાઉં છું, પરંતુ કોરોનામાં આવક બંધ થઇ ગઈ. ત્યારબાદ હવે મેં લેડિઝના રેડીમેડ ગાર્મેન્ટ વેચવાનું શરૂ કર્યું છે. અનલોક થયું ત્યારથી તૈયાર કપડાંની દુકાન નાખી છે, થોડા પૈસા રોકી-થોડા ઉધારીમાં શરૂ કર્યું છે.

ભાઈ વેંકટ ઐયર સાથે ભલે નાનો તો નાનો ઈડલીનો ધંધો શરૂ કર્યો

image source

રિધમિસ્ટ કલ્યાણભાઈ ઐયરે કહ્યુ- નવરાત્રીમાં અમે બંને ભાઈઓ રિધમિસ્ટ તરીકે કામ કરતા હતા, લોકડાઉન અને અનલોકમાં પણ મ્યુઝિકના જાહેર કાર્યક્રમો ઉપર પાબંધી લગાવી દેતા અમારે આવકનો બીજો કોઈ સ્ત્રોત ન હતો તેથી હાર ન માની ભાઈ વેંકટ ઐયર સાથે ભલે નાનો તો નાનો ઈડલીનો ધંધો શરૂ કર્યો છે.

સી આર પાટિલે આપ્યું નિવેદન

image source

ગુજરાતમાં નવરાત્રી યોજવાને લઇને હાલમાં અસમંજસ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જો કે હજુ સુધી નવરાત્રિ યોજવાને લઇને કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલે નવરાત્રી યોજવાની મંજૂરી આપવામાં ન આવે તેવું જણાવ્યું છે. ભાજપ પ્રમુખ આર. સી. પાટીલે નવરાત્રી અંગે નિવેદન આપતા કહ્યું કે સરકારે નવરાત્રીની મંજૂરી આપવી જોઇએ નહીં. જો કે કોરોનાકાળમાં રાજ્યનો પ્રવાસ ખેડી કાર્યકારો સાથે ગરબે ઘૂમ્યા બાદ પાટીલને બ્રહ્મજ્ઞાન થયું હોય તેવું દેખાઇ રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "આને કહેવાય અસલી મજબૂરી, નવરાત્રી બંધનું એલાન થતાં જ ગુજરાતનાં નામી કલાકારોએ શરૂ કર્યો આવો બિઝનેસ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel