તમને પણ મેસેજ આવ્યો છે કે, કોરોનાથી મોત બાદ પરિવારને બે લાખ નહીં મળે, તો માનશો નહીં અને જાણી લો આ હકીકત
સોશિયલ મીડિયા પર એક વાયરલ મેસેજ ફરતો થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવે છે કે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારોને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને પ્રધાન સુરક્ષા સુરક્ષા વીમા યોજના (PMSBY) હેઠળ વીમાનો લાભ નહીં મળે. પરંતુ PIBFactCheckએ અવલોકન કર્યું છે કે વડા પ્રધાન સુરક્ષા વીમા યોજના આ સંબંધિત મૃત્યુને આવરી નથી લેતી. પરંતુ વડા પ્રધાન જીવન જ્યોતિ વીમા યોજના કેટલીક શરતો સાથે કોરોનાના મૃત્યુને આવરી લે છે અને એનો લાભ મળે છે.
આ મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
Claim: Kins of those who died of COVID-19 can claim insurance under Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana (PMJJBY) and Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY)#PIBFactCheck: PMSBY doesn’t cover COVID related deaths, while PMJJBY covers COVID deaths with certain conditions. pic.twitter.com/3g9AS4dVTe
— PIB Fact Check (@PIBFactCheck) September 25, 2020
PIBFactCheckએ નિરીક્ષણ કર્યું હતું કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં સંબંધિત મૃત્યુને આવરી લેવાતી નથી, પરંતુ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના કેટલીક શરતો સાથે કોરોનાના મૃત્યુને આવરી લે છે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) શું છે
ભારત સરકાર વિવિધ યોજનાઓ દ્વારા તેના નાગરિકો માટે વીમો આપે છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ ટર્મ ઈંશ્યોરન્સ ઉપલબ્ધ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ તેમાં રોકાણ કર્યા પછી મરી જાય છે, તો તેના પરિવારને 2 લાખ રૂપિયા મળે છે. આ યોજના મે 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી. પોલિસી ધારકને વાર્ષિક 330 રૂપિયા જમા કરાવવા પડે છે.
પ્રધાન સુરક્ષા વીમા યોજના(PMSBY) શું છે
આ યોજના અંતર્ગત સરકાર મહિનામાં માત્ર 1 રૂપિયામાં 2 લાખનો મૃત્યુ વીમો આપે છે. આ યોજના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મે 2016 માં શરૂ કરી હતી. તેના અંતર્ગત મહિનાના એક રૂપિયાના આધાર પર અને વાર્ષિક પ્રીમિયમ મહિનાના 12 રૂ. પર અનેક પ્રકારના કવર ઉપલબ્ધ છે. આ રકમ તમારા લિંક્ડ બેંક ખાતામાંથી દર મહિને કાપવામાં આવે છે. અકસ્માત થાય અને એમાં કાયમી અપંગ થાવ તો 2 લાખ અને કાયમી આંશિક અપંગ થાય તો 1 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે.
પીઆઈબી ફેક્ટ ચેક શું છે
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની નીતિઓ, યોજનાઓ, વિભાગો, મંત્રાલયો વિશેના ખોટી માહિતીના પ્રસારને રોકવા માટે કામ કરે છે. તેનાથી સંબંધિત કોઈ સમાચાર સાચા છે કે ખોટા, તે જાણવા સરકાર પીઆઇબી ફેક્ટ ચેકની મદદ લે છે. કોઈપણ પીઆઈબી ફેક્ટ ચેક વોટ્સએપ નંબર 918799711259 પર સ્ક્રીનશોટ, ટ્વીટ્સ, ફેસબુક પોસ્ટ્સ અથવા શંકાસ્પદ સમાચારના યુઆરએલ મોકલી શકે છે. આ સિવાય, એક [email protected] પર મેઇલ પણ કરી શકે છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં 1400થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે વધુ 1411 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા હાહાકાર મચી ગયો છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,33,219એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 10 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3419એ પહોંચ્યો છે. જ્યારે 1231 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 84.93 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 60,357 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "તમને પણ મેસેજ આવ્યો છે કે, કોરોનાથી મોત બાદ પરિવારને બે લાખ નહીં મળે, તો માનશો નહીં અને જાણી લો આ હકીકત"
ટિપ્પણી પોસ્ટ કરો