આજે માર્કેટમાં આવા રહ્યા સોના ચાંદીના ભાવ, જાણો કેટલો આવ્યો ઉછાળો
હાલના દિવસોમાં થોડા અંશે ઘટાડા બાદ આ વર્ષે સોનાના ભાવ જોઈએ તો તેમાં લગભગ 30 ટકાનો વધારો આવ્યો છે. ફ્યુચર માર્કેટની વાત કરીએ તો ગોલ્ડનો ભાવ 51000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે. છેલ્લા મહિને તે લગભગ 56000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચ્યો હતો.

MCX પર ગોલ્ડ ફ્યુચર 0.4 ટકાના ઉછાળા સાથે 51532 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી ફ્યૂચર 0.6 ટકાના વધારા સાથે 68, 350 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચ્યું છે. છેલ્લા સેશનમાં ગોલ્ડ ફ્યુચર 1 ટકા કે 500 રૂપિયા જ્યારે ચાંદી 1.5 ટકા કે 1050 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચ્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા મહિને રેકોર્ડ હાઈ 56200 રૂપિયાથી સોનાના ભાવ 5000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટ્યો છે.
જાણો કેવો રહ્યો વિદેશી માર્કેટમાં સોનાનો ભાવ

વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો સપાટ રહી છે. અહીં ચાંદીની કિંમત 0.3 ટકા ઘટીને 26.68 ડોલર પ્રતિ ઓંસ રહી હતી. આ અઠવાડિયાના અંતમાં અમેરિકી ફેડરલ રિઝર્વના મૌદ્રિક નીતિના નિર્ણય સામે સોનાના રોકાણકારો સતર્ક રહેશે.

ગોલ્ડ ટ્રેડર્સ અમેરિકી કેન્દ્રીય બેંકની 15-16 સપ્ટેમ્બરે થનારી 2 દિવસીય નીતિ બેઠક પર ધ્યાન કેન્દ્રિત રહેશે. સ્પોટ ગોલ્ડ સપાટ 1941.11 ડોલર પ્રતિ ઓંસ રહી. અન્ય કિંમતી ધાતુ ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
સરળતાથી કરી શકાય છે સોનાથી કમાણી, લોકો અપનાવી રહ્યા છે આ અન્ય વિકલ્પ

2013 પછીથી લોકોમાં ફિઝિકલ ગોલ્ડ સિવાય અન્ય વિકલ્પોમાં રસ જોવા મળી રહ્યો છે. તેનું મોટું કારણ એ છે કે લોકોને ફિઝિકલ ગોલ્ડથી પેપર ગોલ્ડમાં રોકાણના વિકલ્પ મળી રહ્યા છે.

સોનામાં રોકાણથી કમાણી સિવાય પણ લોકોને ગોલ્ડ ડિલિવરીનો વિકલ્પ પણ મળી રહ્યો છે. આજકાલ સામાન્ય લોકો પણ પેટીએમ ગોલ્ડ, સોવરેન ગોલ્ડ બોન્ડ, ગોલ્ડ ઈટીએફ જેવા રોકાણનો વિકલ્પનો ફાયદો લઈ રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "આજે માર્કેટમાં આવા રહ્યા સોના ચાંદીના ભાવ, જાણો કેટલો આવ્યો ઉછાળો"
ટિપ્પણી પોસ્ટ કરો