ઓછી કિંમતના આ TOP-7 Bikes છે જોરદાર, લઈને નિકળશો તો લોકો જોતા રહી જશે તમારી સામે

અત્યારે માર્કેટમાં દરેક પ્રાઇસ સેગમેન્ટ પ્રમાણે બાઇક્સના ઢગલો ઓપ્શન્સ મળે છે. પરંતુ જે વ્યક્તિ બાઇક ઉપર 1 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કરતી હોય તે ઘણું રિસર્ચ કરીને, સમજી-વિચારીને અને ખૂબ ચર્ચા-વિચારણા કર્યા બાદ બાઇક માટે પૈસા ખર્ચે છે. જો તમારું બજેટ એક લાખ રૂપિયાથી વધારે હોય પરંતુ સવા લાખ રૂપિયા કરતાં ઓછું હોય અને મૂંઝવણમાં હો કે આબજેટમાંકઈ બાઇક પસંદ કરવી જે ડેલી યુઝ માટે કમ્ફર્ટેબલ હોય અને સાથે પાવરટ્રેન અને લુક્સ પ્રમાણે વેલ્યૂ ફોરમની હોય તો અહીં આવી 7 BS6 બાઇક્સનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.

આ છે 1.25 લાખ રૂપિયા કરતાં ઓછા બજેટની ટોપ-7 બાઇક્સ

1. TVS Apache RTR 200 4V

mage source

TVS Apache બાઈકો શોખીનો માટે ખાસ છે. BS6 કમ્પ્લાયન્ટ TVS અપાચે RTR 200 4V બાઇક 1,27,500 રૂપિયા તેમની એક્સ-શોરૂમ કિંમત રાખવામાં આવી છે, જે રૂ. 1.25 લાખથી થોડી વધારે છે. પરંતુ બાઇક ચોક્કસપણે વધારાની રકમ ચૂકવવા યોગ્ય છે. તેથી, બાઇકે આ લિસ્ટમાં જગ્યા બનાવી છે. ફ્લેગશીપ અપાચે RTRમાં 197.75ccનું એન્જિન છે, જે 20.5PS પાવર અને 16.8Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 127Kmphની ટોપ સ્પીડ મળે છે.

2. Suzuki Gixxer SF

image source

Suzuki આ બાઈક ઘણી ધાસુ છે. જિક્સર SF રેગ્યુલર જિક્સરનું સંપૂર્ણ રીતે ફુલ્લી ફેર્ડ વર્ઝન છે. તેમાં 155ccનું સિંગલ-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે 13.6PSનો મેક્સિમમ પાવર અને 13.8Nm ટોર્ક જનરેટ કરે છે અને હાલમાં તેની એક્સ શોરૂમ કિંમત 1,21,900 રૂપિયા છે. તેમાં લગભગ 125Kmphની ટોપ સ્પીડ મળે છે.

3. Yamaha FZS-FI

image source

યામાહા FZS-FI આ લિસ્ટમાં સૌથી સસ્તી બાઇક છે. પરંતુ તેનો અર્થ એ નથી કે બાઇક કોઈપણ પાસાંમાં પાછળ હોય. બાઇકમાં 149ccનું સિંગલ-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે 12.4PS પાવર અને 13.6Nm ટોર્ક જનરેટ કરે છે. યામાહા FZS-FI બાઇકની એક્સ શો-રૂમ કિંમત 1,03,200 રૂપિયા છે. તેની ટોપ સ્પીડ 115Kmph છે.

4. Hero Xpulse 200

image source

હીરો XPulse 200 એ ઇન્ડિયન માર્કેટમાં સૌથી સસ્તી એડવેન્ચર ટુરર બાઇક છે અને એટલે જ તેને આ લિસ્ટમાં મૂકવામાં આવી છે કારણ કે, તેની એક્સ શો-રૂમ કિંમત 1,11,790 રૂપિયા છે. હીરો XPulse 200માં 199.6ccનું સિંગલ સિલિન્ડર, ઓઇલ-કૂલ્ડ, ફ્યુઅલ-ઇન્જેક્ટેડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 8,500rpm પર મેક્સિમમ 17.8hp પાવર સાથે 6,500rpm પર 16.4Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેમાં 115Kmphની ટોપ સ્પીડ મળે છે. બાઇકનાં ફીચર્સ લિસ્ટમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે ફુલ્લી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ટર્ન બાય ટર્ન નેવિગેશન, ફુલ LED હેડલેમ્પ્સ, ફ્રંટ અને રિઅરમાં 276mm અને 220mmની પેટલ ડિસ્ક અનેસિંગલ ચેનલ ABS સામે છે.

5. Bajaj Pulsar 220F

image soucre

ભારતીય બજારમાં બજાજની બાઈકનું અનોખુ મહત્વ રહેલુ છે. બજાજ પલ્સર 220F આ લિસ્ટ સાથે સમગ્ર પલ્સર રેન્જમાં સૌથી વધુ એન્જિન ક્ષમતાવાળી બાઇક છે. બાઇકમાં 220ccનું 4-સ્ટ્રોક, 2-વાલ્વ, ટ્વીન સ્પાર્ક, DTS-i FI, ઓઇલ-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 20.4PS પાવર અને 18.5Nm ટોર્ક જનરેટ કરે છે. BS6 બજાજ પલ્સર 220Fની કિંમત 1,19,789 રૂપિયા (એક્સ શોરૂમ) છે. તેમાં 136Kmphની ટોપ સ્પીડ મળે છે.

6. Bajaj Pulsar NS200

image source

NS200 બજાજની પલ્સર રેન્જની ફ્લેગશિપ નેકેડ સ્ટ્રી બાઇક છે અને અત્યારે તેની કિંમત 1,29,722 રૂપિયા છે. બાઇકમાં 199.5ccનું 4-સ્ટ્રોક, SOHC, 4-વાલ્વ, લિક્વિડ-કૂલ્ડ, ફ્યુઅલ-ઇન્જેક્ટેડ DTS-i એન્જિન આપવામાં આવ્યું છે, જે 24.5PS પાવર અને 18.5Nm ટોર્ક જનરેટ કરે છે, જે આ લિસ્ટમાં સૌથી પાવરફુલ બાઇક છે. બાઇક એન્ટિ-ફ્રિક્શન બુશ સાથે ટેલિસ્કોપિક ફ્રંટ ફોર્કથી સજ્જ છે, જે રિઅર નાઇટ્રોક્સ મોનોશોક અબ્ઝોર્બર સાથે આવે છે. બ્રેકિંગ સેટઅપમાં ફ્રંટ પર 300mm ડિસ્ક અને રિઅરમાં 230mm ડિસ્ક બ્રેક સામેલ છે. તેમાં લગભગ 136Kmphની ટોપ સ્પીડ મળે છે.

7. Honda Hornet 2.0

image source

હોન્ડા હોર્નેટ 2.0ને તાજેતરમાં સીબી હોર્નેટ 160Rના રિપ્લેસમેન્ટ તરીકે લોન્ચ કરવામાં આવી છે અને હાલમાં તેની કિંમત આશરે 1.27 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) છે. આ કિંમતે બાઇકમાં ઓલ LED લાઇટ્સ, ફુલ્લી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ફ્લેટ વન-પીસ હેન્ડલબાર આપવામાં આવ્યું છે. તેના કી-હોલને ટેન્ક પર મૂકવામાં આવ્યું છે, જે વધુ પ્રીમિયમ બાઇક્સમાં જોવા મળે છે. આ બાઇકમાં 184.4ccનું 4-સ્ટ્રોક સિંગલ સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 8500rpm પર 17.3Ps, 6000rpm પર 16.1Nm ટોર્ક પેદા કરે છે. તેમાં 5 સ્પીડ ગિયરબોક્સ મળશે. તેમાં 130Kmphની ટોપ સ્પીડ મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "ઓછી કિંમતના આ TOP-7 Bikes છે જોરદાર, લઈને નિકળશો તો લોકો જોતા રહી જશે તમારી સામે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel