જો તમારા શરીરમાં તાવ સિવાય આ લક્ષણો દેખાય તો પણ અવશ્ય કરાવો ટેસ્ટ, નહિં તો પડશે મુશ્કેલી

કોરોનાને લઈને રોજે રોજ નવા સમાચાર સામે આવી રહ્યા છે. લોકોમાં તેમના લક્ષણોને લઈને વાતો થઈ રહી છે. ઘણા લોકો એવા પણ જેમને કોઈ લક્ષણ દેખાતા ન હાવો છતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દેશ-દુનિયામાં કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. બીજી બાજુ કોરોના વાયરસની રસી આવવામાં હજુ થોડો વધારે સમય લાગી શકે તેમ છે. જો એકવખત કોરોના વાયરસના ચોક્કસ લક્ષણો જાણી લેવામાં આવે અને તે ત્યાં જ અટકાવવામાં આવે તો કોરોનાનું સંક્રમણ વધારે ફેલાશે નહીં.

મોટાભાગના કોરોના દર્દીઓમાં સૌપ્રથમ તાવના લક્ષણ જોવા મળ્યા

image source

તો બીજી તરફ જાણીએ છીએ કે કોરોનાના લક્ષણની તીવ્રતા અલગ-અલગ જોવા મળી રહી છે. તે લોકોની ઉંમર, તેમની રોગપ્રતિકારક શક્તિ અને પરિસ્થિતિ મુજબ અલગ-અલગ હોય છે. પણ, સંશોધકના જણાવ્યા મુજબ કોરોનાના કેટલાંક એવા લક્ષણો છે જે સામાન્ય જોવા મળી રહ્યા છે. હાલમાં જ યુનિવર્સિટી ઓફ સાઉથ કેલિફોર્નિયાના એક રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે કોરોના વાયરસના લક્ષણ એક ચોક્કસ ઓર્ડરમાં જોવા મળી રહ્યા છે. જો લોકો એકવખત આ લક્ષણ ઓળખી લેશે તો આઈસોલેટ થવામાં મદદ મળશે અને કોરોનાના ખતરાથી બચી શકાશે. આ તારણમાં એવું જાણવા મળ્યું છે કે મોટાભાગના કોરોના વાયરસના દર્દીઓમાં સૌપ્રથમ તાવના લક્ષણ જોવા મળ્યા છે.

આ લક્ષણો એકસરખા નથી

image source

તો બીજી તરફ કેટલાંક લોકોનું એવું પણ માનવું છે કે કોરોના વાયરસ અને ફ્લુના લક્ષણો ઘણાં મળતા આવે છે. પણ, આ લક્ષણો એકસરખા નથી. ચીનના કેસો પરથી એ પ્રકારનું તારણ સામે આવ્યું છે કે વાયરસના લક્ષણો હાલ આ પ્રકારે જોવા મળી રહ્યા છે. જો તમને તાવ, કફ, સ્નાયુમાં દુ:ખાવો, ઉબકા અને ઊલટી, ઝાડા, શ્વાસ લેવામાં તકલીફ થવી આ લક્ષણો સામે આવે તો એવું ના માનવું કે તમે પોઝિટિવ છો. પણ તમારે સાવચેતી રાખવી વધુ યોગ્ય છે. પરંતુ આમાના કોઈ બિમારી વધુ સમય માટે રહે તો તમારે કોરોના રિપોર્ટ અવશ્ય કરાવવો. આ કારણે હવે ડોક્ટર્સ સરળતાથી જાણી શકશે તે જે-તે દર્દી કોરોના વાયરસ સંક્રમિત છે કે પછી તે ફ્લુનો શિકાર થયો છે. કારણકે હાલ કોરોના વાયરસ સંક્રમણ, વાયરલ ઈન્ફેક્શન અને ફ્લુના કેસો સામે આવી રહ્યા છે.

3 દિવસથી વધારે તાવ આવે તો ટેસ્ટ કરાવવો

image source

જો તમને સતત 3 દિવસ સુધી વધારે તાવ આવી રહ્યો છે ત્યારે કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવો જોઈએ. માત્ર તાવ અને કફ કોરોના વાયરસના લક્ષણ છે તેવું નથી. આ સિવાય ઘણાં દર્દીઓમાં ગંધ પારખવાની ક્ષમતા ગુમાવવી, છાતીમાં દુ:ખાવો થવો સહિતના લક્ષણો સામે આવ્યા છે. કેટલાંક એવા દર્દીઓ પણ છે કે જેઓમાં કોરોનાના હળવા લક્ષણો હોવાના કારણે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ કેસમાં સાવચેતી રાખવી અને ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "જો તમારા શરીરમાં તાવ સિવાય આ લક્ષણો દેખાય તો પણ અવશ્ય કરાવો ટેસ્ટ, નહિં તો પડશે મુશ્કેલી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel