અહીં કોરોનાએ ફરીથી ભયંકર ઉથલો માર્યો, સરકારે લાદી દીધું લોકડાઉન, હવે 1 ડિસેમ્બર સુધી બધું રહેશે બંધ
એક તરફ ભારતમાં કોરોના સામે લોકો જંગ જીતી રહ્યા છે અને દુનિયાના બાકીના દેશમાં પણ હવે કોરોનાની સ્થિતિ પહેલાં કરતાં ઘણી કાબુમા છે. એવામાં કોરોના સંકટની વચ્ચે જ્યાં હવે પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે, ત્યાં ફ્રાન્સમાં ફરીથી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ મેક્રોને શુક્રવાર બંધનું એલાન આપ્યું છે. આ સમય દરમિયાન ઇમર્જન્સી સેવાઓ સિવાય સંપૂર્ણ લોકડાઉન રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાની બીજી લહેરથી દેશ ખરાબ રીતે પ્રભાવિત થયો છે, જો સમયસર કડક પગલા લેવામાં નહીં આવે તો મૃત્યુઆંક 4 લાખ સુધી પહોંચી શકે છે.
1 ડિસેમ્બર સુધી ફરી લોકડાઉન

ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમાન્યુઅલ મેક્રોને કોવિડ -19 ના પગલે દેશમાં ફરીથી લોકડાઉન કરવાની ઘોષણા કરી છે. લોકડાઉન શુક્રવારથી અમલમાં આવશે અને 1 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. પરંતુ આ વખતે લોકડાઉન ગત વખત કરતા વધુ લવચીક હશે.
આટલી વસ્તુ રહેશે ખુલ્લી

આ પુનરાવર્તિત લોકડાઉનમાં ફ્રાન્સની બધી શાળાઓ ખુલ્લી રહેશે. તે જ સમયે, જાહેર સેવાઓ અને જરૂરી કચેરીઓ પણ ખોલવાની મંજૂરી છે. તેમ છતાં જરૂરી કામથી ઘર બહાર જઈ શકાય છે. આ માટે, નિયમ એ છે કે બહાર નીકળવું તે દસ્તાવેજો તેમની પાસે રાખવા પડશે, જેથી તેઓ જાણી શકે કે તેઓ જરૂરી કામમાંથી બહાર નીકળી રહ્યા છે. પોલીસ મોનિટર કરશે કે નિયમનું ઉલ્લંઘન ન થાય. લોકડાઉનમાં બાર અને રેસ્ટોરન્ટ બંધ રહેશે.
ફ્રાન્સમાં કોરોના વાયરસે માર્યો ઉથલો

તમને જણાવી દઈએ કે ફ્રાન્સમાં કોરોના વાયરસએ ફરી એકવાર આક્રંદ સ્વરૂપ ધારણ કર્યું છે. અહીં, કોરોનાની બીજી તરંગે જીવનને અસર કરી છે. છેલ્લા 24 કલાકમાં ફ્રાન્સમાં કોરોનાને કારણે 523 લોકોનાં મોત થયાં છે, જે એપ્રિલ પછીના સૌથી વધુ છે.

આંકડાઓની વાત કરીએ તો ફ્રાન્સમાં એક જ દિવસમાં 33,417 નવા કોરોના કેસ નોંધાયા છે. સોમવાર અને મંગળવારની વચ્ચે ફ્રાન્સમાં 1194 કેસ વધી ગયા છે. આ અગાઉ મેક્રોને કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સંરક્ષણ પરિષદની બે કટોકટી બેઠકો પણ કરી હતી.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. જ્યા પહેલા એક સમયે 1400થી વધુ કોરોના વાયરસના કેસ નોંધાતા હતા ત્યાં જ આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 969 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,72,009એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 6 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3714એ પહોંચ્યો છે. જ્યારે 1027 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 90.17 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 51,657 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્ય ભરમાં 60,02,273 ટેસ્ટ કરાયા છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "અહીં કોરોનાએ ફરીથી ભયંકર ઉથલો માર્યો, સરકારે લાદી દીધું લોકડાઉન, હવે 1 ડિસેમ્બર સુધી બધું રહેશે બંધ"
ટિપ્પણી પોસ્ટ કરો