પ્રવાસ કરીને ઘરે જતાં 5 મિત્રોને નડ્યો દર્દનાક અકસ્માત, ગોજારી ઘટનામાં 2ના ઘટના સ્થળે જ મોત, ત્રણ પણ ગંભીર પરિસ્થિતિમાં

આપણી હસતી ખેલતી જિંદગીને એક જ સેકન્ડમાં તબાહ કરી નાંખે એવા અકસ્માતના સમાચાર આપણે રોજ વાંચીએ અથવા સાંભળીએ છીએ. કારણ કે રોજ ક્યાંક ને ક્યાંક તો આવી માર્ગ અકસ્માતની ઘટના સામે આવતી રહે છે. ત્યારે હવે ફરીથી આવી ઘટના સામે આવી છે જેના કારણે અફરાતફરી મચી ગઈ છે. બન્યું એવું કે, આનંદ ઉલ્લાસમાં ઘરેથી મસૂરી ફરવા જવા માટે નીકળેલા પાંચ મિત્રો કાર અકસ્માતનો શિકાર બન્યા. કાર મસૂરીથી દહેરાદૂન પરત ફરી રહી હતી. ત્યારે મસૂરી-કિમાડી માર્ગ ઉપર કાર ચાલકે અચાનક નિયંત્રણ ગુમાવતા કાર ખીણમાં ખાબકી હતી.

image source

આ સમગ્ર હાદસામાં સૌથી મોટા ખરાબ સમાચાર એ છે કે બે યુવકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતા. અન્ય ત્રણ મિત્રોની હાલત ગંભીર હોવાનું જણાવી રહ્યા છે. પાંચ મિત્રો સાથે અકસ્માત નડતાં અને બે મિત્રોના મોત થતાં પરિવારોમાં શોકનો માહોલ છવાયેલો છે. સાથે જ પોલીસે પણ આ અંગે દસ્તાવેજી પ્રવૃત્તિ કર્યાબાદ આગળની કાર્યવાહી કરી હતી. મળતી માહિતી મુજબ સાંજે આશરે 4 વાગ્યેને 30 મિનિટે જોર્જ એવરેસ્ટ ફરીને પરત ફરી રહ્યા હતા.

image source

રહેઠાણ અંગે મળતી માહિતી પ્રમાણે આ પાંચ મિત્રો પૈકી બે મિત્રો લક્સરના, બે રુડકી અને એક દેહરાદૂનનો હતો. મસૂરી ફર્યા બાદ ઘર પરત ફરી રહ્યા હતા. ત્યારે કાર આશરે 100 મિટર ઊંડી ખીણમાં ખાબકી હતી. 100 મિટર નીચે ખાબક કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સ્થાનિક લોકોની સૂચનાના આધારે પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ફાયર સર્વિસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે પાંચે યુવકોને રસ્સીના સહારે ખીણમાંથી બહાર કાઢ્યા હતા. જોકે, ત્યાં સુધી મોડું થઈ ગયું હતું અને ત્યાં સુધી બે મિત્રોના મોત નીપજ્યા હતા.

image source

હાલમાં જે ઈજાગ્રસ્ત થયા છે તેમને સારવાર માટે મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ બે યુવકોની લાશો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત ત્રણે યુવકોને ઉપર લાવ્યા હતા.

image source

મૃતકોની ઓળખ ચંદ્રમણી રોડ દહેરાદૂન નિવાસી 20 વર્ષીય સાગર ધીમાન, 18 વર્ષીય દત્ત નિવાસી આદર્શ નગર રુકડી અને ઘાયલોની ઓળખ અભિષેક પુત્ર પ્રમોદ નિવાસી રાયસી લક્સર, વિકાસ પુત્ર કૃષ્ણ ધીમાન નિવાસી રાયસી લક્સર અને રાહુલ પુત્ર નંદ કિશોર નિવાસી આદર્શ નગર રુડકીના રૂપમાં થઈ હતી.

image source

ઉલ્લેખનીય છે કે આ જ કિમાડી માર્ગ ઉપર સતત અકસ્માતો થઈ રહ્યા છે. જો ભૂતકાળની વાત કરીએ તો આ પહેલા પણ આ જ રસ્તા ઉપર અનેક લોકો પોતાના જીવ ગુમાવ્યા છે. સ્થાનિક લોકો અનુસાર સડક કિનારે પૈરાફિટના હોના અધિકાંશ દુર્ઘટનાઓના કારણે બની રહી છે ત્યારે વધારે એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "પ્રવાસ કરીને ઘરે જતાં 5 મિત્રોને નડ્યો દર્દનાક અકસ્માત, ગોજારી ઘટનામાં 2ના ઘટના સ્થળે જ મોત, ત્રણ પણ ગંભીર પરિસ્થિતિમાં"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel