1 વર્ષમાં PM મોદીની સંપત્તિમાં થયો મોટો વધારો અને જાણો અમિત શાહની સંપત્તિ કેટલી ઘટી

પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની વર્ષ 2020માં સંપત્તિ ગત વર્ષ 2019ના મુકાબલે 36 લાખ વધી છે. જોકે ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ની સંપત્તિ ગત વર્ષની સરખામણીએ ઘટી છે. પીએમ મોદી તરફથી જાહેર કરવામાં આવેલી સંપત્તિના હાલમાં જાહેર કરાયેલા ઘોષણાપત્ર અનુસાર 30 જૂન 2020માં તેમની કુલ સંપત્તિ 2.85 કરોડ રૂપિયા રહી છે, જોકે ગત વર્ષે તે 2.49 કરોડ રૂપિયા હતી.

ગાંધીનગરમાં એક કરોડનો પ્લોટ અને ઘર

image source

પીએમ નરેન્દ્ર મોદીની અચલ સંપત્તિમાં લગભગ કોઇ ફેરફાર થયો નથી. પીએમએ ગાંધીનગરમાં 1.1 કરોડના પ્લોટ અને ઘર હોવાની વાત કહી છે. ઘોષણાપત્રથી ખબર પડે છે કે તેમણે એનએએસસીમાં વધુ રોકાણ કર્યું છે અને તેમના વીમાનું પ્રીમિયમ ઓછું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બચત ખાતમાઅં 30 જૂનના રોજ 3.38 લાખ રૂપિયા હતું. તેમણે જૂનના અંત સુધીમાં 31. 450 રૂપિયા કેશ રાખવા.

ફિક્સ ડિપોઝિટમાં વધારો

image source

ભારતીય સ્ટેટ બેંકની ગાંધીનગર શાખામાં તેમની ડિપોઝિટ રકમ 30 જૂન 2020 સુધી વધીને 1,60,28,039 રૂપિયા થઇ ગઇ છે. જે ગત નાણાકીય વર્ષમાં 1,27,81,574 રૂપિયા હતી. 2019ની લોકસભા ચૂંટણી માટે આપેલા સોગંધનામાં તેમણે તેની જાહેરાત કરી હતી.

પીએમ મોદી પાસે કોઇ લોન નહી

image source

રિપોર્ટ અનુસાર પ્રધાનમંત્રી પાસે કોઇ લોન નથી અને તેમની પાસ કાર નથી. તેમની પાસે સોનાની ચાર વીંટીઓ છે. તે 8,43,124 રૂપિયા રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રના માધ્યમથી ટેક્સ સેવિંગ કરે છે. પોતાના જીવન વિમા માટે 1,50,957 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવે છે. પ્રધાનમંત્રી પાસે રાષ્ટ્રીય બચત 7,61,646 રૂપિયા હતા અને જીવન વિમા પ્રીમિયમના રૂપમાં 1,90,347 રૂપિયા ચૂકવણી કરી. પીએમની અચલ સંપત્તિઓમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. મળતી માહિતી અનુસાર મોદીની નામ પર ગાંધીનગરમાં એક મકાન છે. જેની કિંમત 1.1 કરોડ છે. આ ઘરનો માલિકાનો હક મોદી અને તેમના પરિવારનો છે. મોદી પર કોઈ દેવું નથી. કોઈ કાર નથી. સોનાની 4 વીંટીઓ છે.

image source

ગત લોકસભા ચૂંટણીમાં દાખલ કરેલા સોગેંદનામામાં મોદીએ કુલ 1.41 કરોડ રુપિયાની ચલ સંપત્તિ બતાવી હતી. ત્યારે બેંકમાં તેમની પાસે 1.27 કરોડ રુપિયા જમા હતા. પીએમ સિવાય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ જયશંકર, નાણા મંત્રી નિર્મલા સીતારમણ સહિત અનેક સિનિયર મંત્રીઓએ પોતાની સંપત્તિ રજુ કરી નથી.

ગૃહમંત્રી અમિત શાહની સંપત્તિ ઘટી

image source

બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહની સંપત્તિ જો કે ગત વર્ષ સુધી 32.3 કરોડ રૂપિયા હતી. જૂન 2020માં ઘટીને 28.63 કરોડ રૂપિયા રહી ગઇ છે. ડિક્લેરેશન અનુસાર અમિત શાહ પાસે 10 અચલ સંપત્તિઓ છે, જેની કુલ વેલ્યૂ 13.56 કરોડ રૂપિયા છે. તેમની પાસે કેશ 15,814 રૂપિયા અને 1 કરોડ રૂપિયા બેન્ક બેલેન્સ છે. ઇંશ્યોરન્સ, પેન્શન પોલિસી મળીને કુલ 13.47 લાખ રૂપિયા છે. 2.79 લાખ રૂપિયા ફિકસ્ડ ડિપોઝિટમાં છે. જ્યારે 44.47 લાખ રૂપિયાના દાગીના છે. 2020માં શેર માર્કેટમાં ઘટાડાના કારણે અમિત શાહની સંપત્તિમાં ઘટાડો નોંધાયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "1 વર્ષમાં PM મોદીની સંપત્તિમાં થયો મોટો વધારો અને જાણો અમિત શાહની સંપત્તિ કેટલી ઘટી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel