સાંસદ નુસરત જહાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર મચાવી રહ્યો છે ધૂમ, તમે જોયો કે નહિં?
TMCના સાંસદ નુસરત જહા કોઈને કોઈ રીતે સમાચારોમાં આવતી હોય છે. નવરાત્રી દરમિયાન નુસરત જહા માતાજીના પંડાલમાં પૂજા માટે ગઈ હતી. ત્યારે સોશયલ મીડિયા ઉપર એક્ટ્રેસ અને તૃણમુલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાંનો એક વીડિયો ઝડપથી વાઈરલ થયો છે. આ વીડિયો માં નુસરતે કલકતામાં એક દુર્ગા પૂજા પંડાલમાં ડાંસ કરતી નજરે પડી રહી છે.

આ દરમયાન નુસરત લાલ અને સફેદ સાડી પહેરેલી જોવા મળી છે. તેણે ત્રણ મહિલાઓની સાથે મળીને બંગાળનો પારંપરિક ડાન્સ કર્યો હતો. જેનો એક વીડિયો તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કર્યો હતો. જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે અને લોકો વિવિધ પ્રકારની કમેન્ટો પણ કરી રહ્યા છે.
વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી
અભિનેત્રિ અને સાંસદ નુસરતનો આ ડાંસ વાળો વીડિયો હવે ઈન્ટરનેટ ઉપર છવાઈ ચુક્યો છે. લોકો સોશયલ મીડિયા પર નુસરતને વિશ કરી રહ્યાં છે અને સાથે જ તેની પ્રસંશા પણ કરી રહ્યાં છે. જણાવી દઈએ કે, નુસરત પોતાના પતિ નિખિલ જૈન સાથે દુર્ગા પૂજાના પંડાલમાં પહોંચી હતી. જ્યાં તેણે પતિની સાથે માં દુર્ગાના આશીર્વાદ મેળવ્યાં હતાં. નુસરત જહાએ માં દુર્હાની આરતી કર્યાં બાદ તિલક પણ લગાવ્યું અને ધર્મોના ભેદને ભુલની ઢાક વગાડતી તેના તાલ પર નાચતી પણ નજરે જોવા મળી હતી. આ પહેલા પણ તેના લગ્નના ફોટા પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા.
નુસરત જહાં અને મિમી ચક્રવર્તીએ માં દુર્ગાના ગાયન પર કર્યો ડાન્સ હતો

પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા ધામધૂમથી મનાવવામાં આવે છે. આ મહાપર્વ શરૂ થવાના કેટલાક દિવસ પહેલા લોકસભા સાંસદ નુસરત જહાં અને મિમી ચક્રવર્તીએ માં દુર્ગાના ગાયન પર ડાન્સ કર્યો હતો. બન્ને સાંસદોનો આ વીડિયો વાયરલ થયો હતો. આ ગાયનને યૂ ટ્યુબ પર 9 લાખથી વધુ લોકો જોઇ ચુક્યા હતા. બીજી તરફ ફેસબુક પર આ વીડિયોને લાખ 10 લાખથી વ્યૂજ મળી ચુક્યા છે. બન્ને સાંસદ બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી હિરોઇન પણ છે. આ બન્ને સાથ એક્ટ્રેસ સુભાશ્રી ગાંગુલી પણ ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ ગાયન ટોલીવુડ કંપોજર ઇન્દ્રદીપ દાસ ગુપ્તાએ કંપોજ કર્યુ છે. મહત્વપૂર્ણ છે કે નુસરતે કેટલાક દિવસ પહેલા જ એક બાંગ્લા ફિલ્મ સાઇન કરી છે.
ફિલ્મનું નામ અસુર

ફિલ્મનું નામ અસુર છે અને તેના નિર્દેશક પાવેલ છે, તેમણે જણાવ્યુ કે ફિલ્મ અસુરની વાર્તા ત્રણ મિત્રની આસપાસ ફરે છે. જેમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ નુસરત જહાં સિવાય અભિનેતા અબીર ચેટર્જી અને જીતને સાઇન કરવામાં આવ્યો છે. નુસરતે પોતાના ટ્વીટર એકાઉન્ટથી ફિલ્મનું ટીજર પોસ્ટર પણ જાહેર કરવામાં આવ્યુ હતું. સાથે જ તેમણે લખ્યુ કે આ સદીઓમાં આ ફિલ્મ રિલીઝ થશે, તેની અંતિમ ફિલ્મ બાંગ્લા ફિલ્મ નકાબ હતી. અસુરની શૂટિંગ જલ્દી શરૂ થશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "સાંસદ નુસરત જહાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર મચાવી રહ્યો છે ધૂમ, તમે જોયો કે નહિં?"
ટિપ્પણી પોસ્ટ કરો