મોદી સરકારે રેકડી અને લારીવાળાઓને આપી આ મોટી ભેટ, જેમાં મળી રહ્યાં છે આટલા બધા રૂપિયા
રેકડી અને લારીમાં ધંધો કરતા વેપારીઓને મોદી સરકાર તરફથી આપવામાં આવી મોટી ભેટ, સ્વનિધિ યોજના હેઠળ કોઈપણ પ્રકારની ગેરંટી વગર આપવામાં આવી રહ્યા છે ૧૦ હજાર રૂપિયા.
દેશના પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ રાજ્યના નાના દુકાનદારોને મોટી ભેટ આપવામાં આવી છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત રેકડીમાં અને લારી ધરાવતા ધંધાદારીઓને રૂપિયા દસ હજારની લોન આપવામાં આવી રહી છે. ભારતીય અર્થતંત્રમાં નાના દુકાનદારો, રેકડી ધરાવતા અને લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા વ્યક્તિઓની ઘણી મહત્વની ભૂમિકા નિભાવતા હોવાથી મોદી સેકરએ તેઓની પ્રમાણિકતાની લાગણીની સરાહના કરતા કહ્યું છે કે, ગરીબ વ્યક્તિઓ ક્યારેય પણ પોતાની ઈમાનદારી અને આત્મ- સન્માન સાથે કોઈ બાંધછોડ કરવા તૈયાર થતા નથી અને આજે સમગ્ર દેશ તેમના પરિશ્રમનું સન્માન કરી રહ્યું છે.

-રેકડી અને લારી ચલાવતા વ્યક્તિઓને મોદી સરકાર દ્વારા ભેટ આપવામાં આવી છે.
-પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત રેકડી અને લારી ચલાવતા વ્યક્તિઓને દસ રૂપિયા સુધીની લોન આપી રહ્યા છે.

પીએમ નરેન્દ્ર મોદી આ વિષે વાત કરતા જણાવે છે કે, પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત નાના વેપારીઓ જેવા કે, રેકડી અને લારી ચલાવતા લોકોને સહેલાઈથી લોન મળી રહે છે અને સમયસર ચુકવણી કરવા માટે લોનના વ્યાજમાં ૭%ની રાહત આપવામાં આવશે. તેમજ જો આપ ડીજીટલ ટ્રાન્જેકશન કરશો તો આપને એક મહિનાના ૧૦૦ રૂપિયાનું કેશબેક આપના બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવશે.

આપને જણાવી દઈએ કે, કોરોના વાયરસ સંક્રમણના કારણે દેશમાં લાગુ કરવામાં આવેલ સતત બે મહિનાના લોકડાઉનના લીધે રેકડી અને લારી ચલાવતા વ્યક્તિઓની રોજગારી પર ઘણી ખરાબ અસર પડી છે એટલા માટે કેન્દ્ર સરકાર દ્વારા રેકડી અને લારી ચલાવતા લોકોને પોતાની રોજગારી ફરીથી શરુ કરવા માટે તેમની મદદ કરવા માટે તા. ૧ જુન, ૨૦૨૦ના રોજ પીએમ સ્વનિધિ યોજના શરુ કરી દેવામાં આવી હતી. પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત રેકડી અને લારી ચલાવીને પોતાની આજીવિકા રળતા લોકોને કોઇપણ પ્રકારની ગેરંટી વગે રૂપિયા દસ હજાર સુધીની લોન આપવામાં આવે છે.
पीएम स्वनिधि योजना में ऋण आसानी से उपलब्ध है और समय से अदायगी करने पर ब्याज में 7% की छूट भी मिलेगी।
अगर आप डिजिटल लेन-देन करेंगे तो एक महीने में 100 रुपये तक कैशबैक के तौर पर वापस पैसे आपके खाते में जमा होंगे।
– पीएम @narendramodi
#AatmaNirbharVendor pic.twitter.com/AU5MSIczSu— Prakash Javadekar (@PrakashJavdekar) October 27, 2020
પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ૨૪ લાખ કરતા વધારે અરજીઓ પ્રાપ્ત થઈ છે જયારે એમાંથી ૧૨ લાખ અરજીઓને મંજુરી આપી દેવામાં આવી છે અને અંદાજીત ૫.૩૫ લાખ રૂપિયાની લોનનું વિતરણ કરી દેવામાં આવ્યું છે જયારે ફક્ત ઉત્તર પ્રદેશ રાજ્ય માંથી જ ૬ લાખ કરતા વધારે અરજીઓ કરવામાં આવી છે તેમાંથી ૩.૨૭ લાખ અરજીઓને મંજુરી આપી દેવામાં આવી છે અને ૧.૮૭ લાખની લોનનું વિતરણ પણ કરી દેવામાં આવ્યું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "મોદી સરકારે રેકડી અને લારીવાળાઓને આપી આ મોટી ભેટ, જેમાં મળી રહ્યાં છે આટલા બધા રૂપિયા"
ટિપ્પણી પોસ્ટ કરો