જાણતા-અજાણતા થયેલી આ નાની ભૂલો તમારી આંખોને કરે છે નુકસાન, બચવા માટે કરો આ ખાસ ઉપાય
કુદરતની સુંદરતા જોવા માટે આપણને આંખોની જરૂરિયાત આખી જિંદગી સુધી રહે છે. પરંતુ રોજીંદી સામાન્ય ભૂલોના કારણે આપણી આંખોના સ્વાસ્થ્યને નુકસાન પહોચવાની આશંકા રહે છે. આંખોના સ્વાસ્થ્યને નજરઅંદાજ કરવાનું જીવનભર માટેની મુસીબત બની શકે છે. આપણે બધા જાણીએ છીએ કે, વધારે સમય સુધી સ્ક્રીન જોવાથી દિમાગ અને આંખો પર ખરાબ પ્રભાવ પડે છે, પરંતુ એના સિવાય પણ રોજની કેટલીક આપણી આદતો આંખોને પ્રભાવિત કરે છે.
આંખોને મસળવી.:
જાણી જોઇને કે પછી અજાણતામાં આપણે પોતાની આંખોને દિવસ દરમિયાન મસળતા રહીએ છીએ. ક્યારેક ક્યારેક આવું ફ્રેશ અનુભવ કરવા માટે કરીએ છીએ તો ક્યારેક આંખોની અંદર પડેલ કણને બહાર કાઢવા માટે કરવું પડે છે. જો આપને આવી આદત છે તો તરત જ છોડી દેવી જોઈએ કેમ કે, આપ બેક્ટેરિયા અને કીટાણુઓને પોતાની આંખોમાં લઈને જઈ રહ્યા છો. આંખોનું ગુલાબી થવાનું પણ આ કારણ હોય છે.
આંખોને મસળવાના ગંભીર પરિણામ થઈ શકે છે. એક રીપોર્ટમાં જણાવ્યા મુજબ, આંખોને મસળવાથી હંમેશા માટે કોર્નિયાને નુકસાન થઈ શકે છે. એના સિવાય આંખોની આસપાસ આવેલ નાજુક નસ પણ તૂટી શકે છે.
એક્સપાયરી મેકઅપ આંખો પર લગાવવો.:
જયારે મેકઅપની વાત કરીએ તો આપણે મુશ્કેલથી જ તેની એક્સપાયરી થવાનું ચેક કરી શકીએ છીએ. મેકઅપ ઉપયોગ કરનાર ખરાબ, નકલી અને એક્સપાયરી સામગ્રીથી અજાણ રહે છે. એક જ કાજલ, લાઈનર, અને કોહલ પેન્સિલનો લાંબા સમય સુધી ઉપયોગ કરવો નહી. એનાથી આંખોમાં બળતરા અને આંખોનું ખરાબ સંક્રમણ થઈ શકે છે. અમેરિકન એકેડમી ઓફ ઓપથૈલમોલોજીએ સૂચન કર્યું છે કે, ત્રણ મહિના પછી અન્ખોના મેકઅપને હટાવી દેવો જોઈએ.
ખોટા સનગ્લાસનો ઉપયોગ:
તાપથી પણ આંખોને સૌથી વધારે નુકસાન થાય છે. તાપથી આંખોને બચાવવા માટે એક વિકલ્પ સારી ગુણવત્તાના સનગ્લાસ લગાવવાના છે. સનગ્લાસનો ઉપયોગ કરીને ના ફક્ત આપ સુંદર દેખાશો ઉપરાંત આંખોને સ્વસ્થ પણ રાખવાના કામમાં આવશે. સનગ્લાસ સૂર્યથી નીકળનાર અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષા કરે છે. એના સિવાય સ્કીનને પણ સુરક્ષા પ્રદાન કરાવે છે. એટલા માટે આપે ગુણવત્તાપૂર્ણ સનગ્લાસનો ઉપયોગ કરવો જોઈએ.
મેકઅપ હટાવ્યા વિના જ સુઈ જવું.:
જો આપ વિચારો છો કે, ફક્ત સ્કિન પરથી મેકઅપને હટાવવું પુરતું છે તો આપ ખોટું વિચારી રહ્યા છો કેમ કે, આપની આંખો આપની સ્કિન કરતા વધારે સંવેદનશીલ હોય છે. બ્રશ અને ટીશ્યુથી પલકો અને સ્કિનને આપ દુરસ્ત કરે છે. જો આપ આંખોને મેકઅપની સાથે સુઈ જાવ છો તો આ કોર્નિયાની અંદર ચાલ્યું જશે. જેનાથી સંક્રમણ અને સુકાઈ શકે છે. એટલા માટે સુતા પહેલા આંખોને સાફ કરવાનું ક્યારેય ના ભૂલવું. આ વાતનું પણ ધ્યાન રાખવું કે, જયારે આંખોને સાફ કરવા જઈ રહ્યા છો તો પ્રાકૃતિક ક્લીનરનો ઉપયોગ કરો. કેમિકલ યુક્ત ક્લીનરનો ઉપયોગ કરવાથી બચવું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "જાણતા-અજાણતા થયેલી આ નાની ભૂલો તમારી આંખોને કરે છે નુકસાન, બચવા માટે કરો આ ખાસ ઉપાય"
ટિપ્પણી પોસ્ટ કરો