સ્પીડનો શોખ હોય તો જાણો આ ટોપ 5 કારો વિશે, જેની કિંમત છે 15 લાખથી ઓછી
ભારતમાં અનેક એક કાર ગ્રાહકો છે ને કારની માઇલેજ કરતા કારનું પરફોર્મન્સ અને કારના પાવર વિશે જાણવા માંગતા હોય છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને એવી ટોપ 5 કારો વિશે વાત કરવાના છીએ જેની કિંમત 15 લાખ રૂપિયા કરતા ઓછી છે અને એ કાર તમારી સ્પીડની જરૂરિયાતને પણ પુરી કરી શકશે.
1). કિઆ સોનેટ

કિઆ સોનેટને ભારતમાં લોન્ચ કરવાની સાથે જ તે SUV ભારતીય માર્કેટમાં હિટ રહી. બોનેટ નીચે, સોનેટમાં 3 એન્જીન અને 5 ટ્રાન્સમિશન વિકલ્પ મળે છે. જેમાં 1.2 લીટર NA પેટ્રોલ એન્જીનને 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે. જ્યારે 1.0 લીટર ટર્બો પેટ્રોલ એન્જીનને 6 સ્પીડ IMT યુનિટ અને એક 7 સ્પીડ DCT યુનિટ સાથે જોડવામાં આવ્યું છે. આ SUV નું 1.0 લીટર ટર્બો પેટ્રોલ એન્જીન, 118 bhp અને 172 Nm નો ટોર્ક જનરેટ કરે છે.
2). પોલો GT

લોન્ચ થયા બાદથી પોલો GT એ ભારતમાં હેચ સેગમેન્ટમાં સ્ટાન્ડર્ડ નિર્ધારિત કર્યા છે. જો કે 2020 માં કારના અમુક ભાગમાં ફેરફારો કરવામાં આવ્યા હતા. આ કારમાં 4 સિલિન્ડર વાળા 1.3 લીટર એન્જીનની જગ્યાએ હવે 3 સિલિન્ડર વાળું 1.0 લીટર એન્જીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જ્યારે DSG ને 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર સાથે કરવામાં આવ્યું હતું ત્યારે ટ્રાન્સમિશનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. જો કે આ ફેરફારો બાદ પણ કારના પરફોર્મન્સમાં કોઈ ઓછપ જોવા નહોતી મળી. કાર હજુ પણ 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર દ્વારા 108 bhp અને 175 Nm નો ટોર્ક જનરેટ કરે છે. 6 સ્પીડ કન્વર્ટર એક સારો વિકલ્પ લાગી રહ્યો છે જે બમ્પર શહેરના વાહન વ્યવહારમા સારી ડ્રાઇવનો અનુભવ કરાવે છે.
3). હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10 Nios

Nios પોતાના બદલેલા મોડલ, ગ્રાન્ડ i10 ની સરખામણીમાં એક મહત્વનું અપગ્રેડ હતું. કારમાં 1.0 લીટર ટર્બો પેટ્રોલ.એન્જીન મળે છે જેને તમે વેન્યુ પર જોઈ શકો છો જે જરાક ડાઉનટ્યુન છે. છતાં આ કારના કેરેકટરને જરા પણ નબળું પડવા નથી દેતું. 1.0 લીટર એન્જીન પણ લાઈનઅપમાં સૌથી દમદાર એન્જીન છે. આ એન્જીન 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે આવે છે જે 99 bhp અને 172 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીન સિવાય 1.2 લીટર પેટ્રોલ અને ડીઝલ એન્જીન છે જેને 5 સ્પીડ મેન્યુઅલ અથવા AMT ટ્રાન્સમિશન સાથે જોડી શકાય છે.
4). ટાટા નેકસોન

નેકસોન વધુ એક કાર છે જે કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં વધારે લોકપ્રિય રહી હોય. આ ભારતમાં બનેલી સૌથી સુરક્ષિત અને સૌથી સારા ફીચર્સ સાથે દમદાર એન્જીન સાથે ઉપલબ્ધ SUV કાર છે. આ SUV 1.2 લીટર ટર્બો ચાર્જડ પેટ્રોલ એન્જીન અને 1.5 લીટર ડીઝલ એન્જીન જેવા બે વિકલ્પો સાથે આવે છે. કારનું પેટ્રોલ વેરીએન્ટ 118 bhp અને 170 Nm નો ટોર્ક.જનરેટ કરે છે. જ્યારે ડીઝલ એન્જીન 108 bhp અને 260 Nm નો ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશન વિકલ્પમાં 6 સ્પીડ મેન્યુઅલ ગેરબોક્સ અને બન્ને એન્જીન માટે એક ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાન્સમિશન શામેલ છે.
5). હ્યુન્ડાઇ વરના

હ્યુન્ડાઇની આ કારમાં તમને 1.5 લીટર પેટ્રોલ એન્જીન, 1.5 લીટર ડીઝલ એન્જીન કે 1.0 લીટર ટર્બો પેટ્રોલ એન્જીન જેવા વિકલ્પ મળે છે. કારનું 1.0 લીટર ટર્બો પેટ્રોલ એન્જીન, 118 bhp અને 172 Nm નો ટોર્ક જનરેટ કરે છે.
0 Response to "સ્પીડનો શોખ હોય તો જાણો આ ટોપ 5 કારો વિશે, જેની કિંમત છે 15 લાખથી ઓછી"
ટિપ્પણી પોસ્ટ કરો