આ 5 વસ્તુઓ એડ કરો ભોજનમાં, વધશે રસોઇનો સ્વાદ અને શરીરમાંથી આપોઆપ જ દૂર થઇ જશે આ બીમારી
આ પાંચ વસ્તુઓ ઘરે બનાવેલ કોઇપણ ભોજનમાં નાખી દેશો તો ભોજન બની જશે હેલ્ધી, દુર રહેશે આપનાથી દુર રહેશે કેટલીક બીમારીઓ.
આમ તો ઘરનું ભોજન હેલ્ધી હોય છે. પરંતુ આપ એમાં કેટલાક એવા મસાલા અને હર્બ્સ નાખીને સેવન કરો છો, તો આપનું ભોજન વધારે હેલ્ધી બની શકે છે, તો આજે અમે આપને આવા જ કેટલાક મસાલા અને હર્બ્સ વિષે જણાવવા જઈ રહ્યા છીએ.
સ્વસ્થ રહેવા માટે ઘરનું ભોજન હંમેશાથી હેલ્ધી માનવામાં આવે છે. ઘરે પોતાની પસંદની ગુણવત્તાનો સામાન ઉપયોગ કરી શકાય છે. બહારના ભોજનમાં તેલ, મસાલાઓનો ઉપયોગ ઘણો વધારે થવાની સાથે જ સ્વાદ વધારવા માટે હાનિકારક ટેસ્ટ ઇન્હૈન્સર્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે એટલા માટે આપને ઘરે બનાવવામાં આવેલ ભોજન હેલ્ધી જ હોય છે, પરંતુ આપ એમાં કેટલાક એવા મસાલા અને હર્બ્સ નાખીને સેવન કરી શકો છો જેનાથી આપના ભોજનને વધારે હેલ્ધી બનાવી શકો છો. આ હર્બ્સ અને મસાલા આપની ઈમ્યુનીટીને મજબુત કરે છે, તો આજે અમે આપને આવા જ કેટલાક મસાલા અને હર્બ્સ વિષે જણાવવા જઈ રહ્યા છીએ.
કાળા મરીનું સેવન:
મોટાભાગે કાળા મરીને આપ કેટલાક ખાસ ભોજનમાં જ નાખીને સેવન કરો છો અને એનો મોટાભાગે આખા જ ઉપયોગ કરવામાં આવે છે. આ એક એવો મસાલો છે, જેનો આપ કોઇપણ ભોજનમાં પ્રયોગ કરી શકો છો. કાળા મરી એંટીઓક્સિડન્ટથી ભરપુર હોય છે, જે આપના મેટાબોલિજ્મને વધારીને શરીરની ચરબીને ઘટાડે છે. આની સાથે જ વાયરસ અને બેક્ટેરિયાના કારણે થતી બીમારીઓથી બચાવીને, પેટ અને શરીરને રોગમુક્ત બનાવે છે. એના સિવાય કેન્સરથી બચાવવામાં પણ આ ખુબ જ મદદગાર સાબિત થાય છે. આવામાં આપ કાળા મરીને પીસીને તેના પાવડરને અડધી ચમચી જે પણ ડીશ બનાવી છે તેમાં ભેળવીને સેવન કરો.
મીઠા લીમડાનું સેવન:
મીઠો લીમડો ખુબ જ હેલ્ધી હોય છે. એમાં વિટામિન B1, વિટામિન B3, વિટામિન B9, કેલ્શિયમ, આયર્ન અને ફોસ્ફરસ જેવા ઘણા બધા પોષક તત્વો ભરપુર પ્રમાણમાં મળી આવે છે. આપ દાળ, શાક, કઢી, પુલાવ જેવા ભોજનમાં ૪- ૫ પાંદડા મીઠા લીમડાના પાન નાખીને સેવન કરો અને ભોજનને હેલ્ધી બનાવે છે. મીઠા લીમડાના પાંદડાને આપ એક નાના કુંડા કે પછી ખાલી ડબ્બામાં ઘરે જ ઉગાડી શકો છો.
તજ પાવડર:
તજ એંટીઓક્સિડન્ટથી ભરપુર હોય છે. આ આપના બ્લડ સુગરને કંટ્રોલ કરીને અને પાચનને સુધારવામાં મદદગાર થાય છે. એના સિવાય તજનો ઉપયોગ મહિલાઓને પીરીયડ્સના દિવસોમાં થતા દુઃખાવાથી પણ છુટકારો અપાવે છે. તજના સેવનથી કોલેસ્ટ્રોલ અને દિલની બીમારીઓનો ખતરો ઓછો હોય છે. એનો ઉપયોગ કરવાનો સૌથી સરળ ઉપાય છે કે, તેને પીસીને પાવડર બનાવીને ભીજ્નમાં અડધી કે પછી પા ચમચી નાખીને રોજ સેવન કરો અને ભોજનને સ્વાદિષ્ટ અને હેલ્ધી બનાવે છે.
મેથી, રાઈ, જીરું:
મોટાભાગે લોકો ભોજનમાં વઘાર કરવા માટે એનો પ્રયોગ કરે છે. જીરું, મેથી અને રાઈ વગેરેમાં કેટલાક વિટામિન્સ, મિનરલ્સ અને એંટીઓક્સિડન્ટથી ભરપુર હોય છે. આ પેટને હેલ્ધી અને પાચન તંત્રને સ્વસ્થ બનાવે છે. એમાં મળી આવતા આર્યન, કેલ્શિયમ, પોટેશિયમ અને કોપર જેવા તત્વો આપને કેટલાક પ્રકારની ગંભીર બીમારીઓથી બચાવવામાં મદદગાર થાય છે.
બેસિલ લીવ્સ અને ઓરેગાનો:
બેસિલ લીવ્સ તુલસીની પાંદડીઓ હોય છે, જેને સુકવીને પાવડર બનાવવામાં આવે છે. ઓરેગાનો એક ફાયદાકારક હર્બ્સની મિશ્રણ હોય છે, આ આપણે બજારમાં સરળતાથી મળી જાય છે. ભોજન બનાવ્યા પછી ઉપરથી આ હર્બ્સને થોડુક નાખીને સેવન કરવાથી આપને ઘણા ફાયદા મળે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "આ 5 વસ્તુઓ એડ કરો ભોજનમાં, વધશે રસોઇનો સ્વાદ અને શરીરમાંથી આપોઆપ જ દૂર થઇ જશે આ બીમારી"
ટિપ્પણી પોસ્ટ કરો