ગર્ભધારણ અટકાવવા હવે વૈજ્ઞાનિકોએ કરી નવી શોધ, પુરુષોએ કરવું પડશે આ કામ, જાણો આ ગર્ભનિરોધક દવા કેવી રીતે કરશે કામ અને શું પડશે ફરક
સામાન્ય રીતે ગર્ભધારણ અટકાવવા સ્ત્રીઓ ગર્ભનિરોધક ગોળીઓ લેતી હોય છે તેમજ પુરૂષો કોન્ડોમનો ઉપયોગ કરતા હોય છે જેના કારણે ગર્ભધારણ અટકાવી શકાય. તો બીજી તરફ પુરુષો માટે જોશવર્ધક, લિંગમા કમજોરી, શીઘ્રપતન, નપુંસકતાથી સંબંધિત દવાઓ વિશે સાંભળ્યુ હશે, પરંતુ હવે જલ્દી જ બજારમાં પુરુષો માટે ગર્ભનિકોધક ગોળીઓ પણ આવવાની છે. જેમાં પુરુષો માટે ગર્ભનિરોધક દવા બનાવવાની દિશામાં દુનિયાભરમાં ઘણા વૈજ્ઞઆનિક કામ કરી રહ્યા છે. જેમાં મિનસોટા યુનિવર્સિટિના ગ્રેજ્યુએટ વિદ્યાર્થી જિલિયાન કીજર વિશેષ રીતે કામ કરી રહ્યા છે. જોકે, તેમનો દાવો છે કે, આ દવા લગભગ 20 ટકા પુરુષો કામ કરશે.
સાઈડ ઈફેક્ટ

વિશ્વા સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે, ઘણા અભ્યાસમાં એ સ્પષ્ટ થઈ ગયુ છે કે, પુરુષોમાં હાર્મોન ગર્ભનિરોધકનો વપરાશ કરી અનિયોજિત ગર્ભને રોકી શકાય છે. કેટલાક સાઈડ ઈફેક્ટ આવ્યા બાદ ડૉક્ટર ફેસ્ટિન પ્રમાણે સંશોધન કર્તા તેમના હાર્મોનોને અલગ-અલગ પ્રમાણમાં વપરાશ કરી નવા પ્રયોગ કરવા પર વિચાર કરી રહ્યા છે. પુરુષુ ગર્ભનિરોધન માટે સાચા પ્રમાણમાં સાચી વસ્તુના વપરાશની જાણ મેળવવાની દિશામાં આ એક મુખ્ય પગલુ છે.
હાર્મોનનું ઈંજેક્શન

દવા ઉપરાંત પુરુષોમાં હાર્મોન ઈંજેક્શનનો વપરાશ પ્રભાવી ગર્ભનિરોધક રૂપમાં કરી શકાય છે. અમેરિકી સંશોધનકર્તાઓએ પોતાની શોધમાં 270 પુરુષો પર આ હાર્મોન ઈંજેક્શનનો ઉપયોગ કર્યો હતો. જેમાથી માત્ર ચાર પુરુષોની પત્નીઓએ આ દરમિયાન ગર્ભધારણ કર્યુ છે. તેથી હાર્મોન ઈંજેક્શનનો 96 ટકા પ્રયોગ સફળ માનવામા આવી રહ્યો છે. તો આ પ્રયોગના કેટલાક સાઈડ ઈફેક્ટ પણ સામે આવ્યા છે. કેટલાક લોકોના ચહેરા પર ડાઘ હોવાના કારણે ફરીયાદ મળી છે. તો કેટલાક લોકોને કારણ વગર મૂડ ખરાબ હોવાની પણ ફરીયાદ કરી છે.
વ્યાવસાયિક ઉત્પાદન પર પ્રતિબંધ

શેફીલ્ડ યુનિવર્સિટિના એંડ્રોલોજી પ્રોફેસર એલન પેસીએ કહ્યુ છે કે, અત્યાર સુધી ઘણા કારણોથી પુરુષ ગર્ભનિરોધકનું વ્યાવસાયિક ઉત્પાદન શરૂ કરી શકાશે નહી. દુનિયાભરમાં ચાલી રહેલા અન્ય પ્રયોગોની વાત કરીએ તો તેમાં પણ પુરુષોમાં વજન વધવુ, કોલોસ્ટ્રેલનું સ્તર નિર્ધારિત સ્તરથી ઘણુ ઓછુ થઈ જવુ જેવા સાઈડ ઈફેક્ટ જોવા મળી રહ્યા છે.
વૈજ્ઞાનિકોની સામે હવે આ પડકાર

આ સ્થિતિમાં વૈજ્ઞાનિક કોશિશ કરી રહ્યા છે કે, કોઈ પણ આડઅસર વગર પુરુષોમાં શુક્રાણુનું ઉત્પાદન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. નોંધપાત્ર રીતે, પુરુષોના શરીરમાં વીર્યનું ઉત્પાદન સતત ચાલુ રહે છે. જો વૈજ્ઞાનિક એક સફળ પુરુષ ગર્ભનિરોધક બનાવવા માંગે છે, તો તેમને પુરૂષ શરીરમાં ઘણા પ્રમાણમાં હોર્મોન્સની જરૂરીયાત પડશે. ત્યારે જ વીર્યની ગણતરી પ્રતિ મિલી દીઠ 150 મિલિયનથી 10 લાખ સુધી થઈ શકે છે. આ પ્રયોગથી સંબંધિત અહેવાલો જર્નલ ઓફ ક્લિનિકલ એન્ડોક્રિનોલોજી અને મેટાબોલિઝમમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "ગર્ભધારણ અટકાવવા હવે વૈજ્ઞાનિકોએ કરી નવી શોધ, પુરુષોએ કરવું પડશે આ કામ, જાણો આ ગર્ભનિરોધક દવા કેવી રીતે કરશે કામ અને શું પડશે ફરક"
ટિપ્પણી પોસ્ટ કરો