શ્વાસની તકલીફથી લઇને આ અનેક સમસ્યાઓને દૂર કરે છે ખસખસ, જરૂર સામેલ કરો તમારા ડાયટમાં….

શિયાળા દરમિયાન ખસખસના દાણા શાકભાજીની ગ્રેવી અને સ્વાદિષ્ટ ખીર બનાવવા માટે વપરાય છે.ખસખસ સ્વાદ અને આરોગ્યથી ભરપૂર હોય છે.ખસખસના દાણામાં ઓમેગા -6 ફેટી એસિડ્સ,પ્રોટીન અને ફાઇબરનો સારો સ્રોત હોય છે.આ સિવાય તેમાં વિવિધ ફાયટોકેમિકલ્સ,વિટામિન બી,થાઇમિન,કેલ્શિયમ અને મેંગેનીઝ પણ હોય છે.તેથી જ ખસખસને ઉચ્ચ પોષક આહાર માનવામાં આવે છે.ડ્રાયફ્રૂટની જેમ ખસખસનો ભાવ પણ થોડો ઉંચો છે,પરંતુ તે બજારમાં સરળતાથી મળી રહે છે.આજના સમયમાં આરોગ્યપ્રદ આહાર અપનાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે,આવી સ્થિતિમાં ખસખસ એક ઘરેલું ઉપાય છે જે તમને ઘણાં ગંભીર રોગોથી બચાવી શકે છે.તો ચાલો અમે તમને જણાવીએ ખસખસના અઢળક ફાયદાઓ વિશે.

શ્વાસની સમસ્યાથી રાહત

image source

ખસખસના દાણા શ્વસન રોગોની સારવારમાં ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.ખસખસ કફને ઘટાડવામાં મદદ કરે છે અને શ્વાસ જેવી સમસ્યાઓ સામે લાંબા ગાળાની રાહત આપે છે.

થાઇરોઇડની સમસ્યાઓથી છૂટકારો મેળવો

image source

સ્ત્રીઓમાં થાઇરોઇડની સમસ્યા એકદમ સામાન્ય છે.આ સમસ્યાને દૂર કરવા માટે ખસખસ ખુબ જ જરૂરી છે. હકીકતમાં ખસખસમાં જે તત્વો જોવા મળે છે,એ થાઇરોઇડની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

અનિદ્રાને દૂર કરે છે

image source

ખસખસ ઊંઘને લગતી સમસ્યાઓમાં રાહત આપે છે.ખસખસથી તમને સરળતાથી ઊંઘ આવે છે.જો તમે પણ અનિદ્રાની સમસ્યાથી પરેશાન છો,તો પછી સૂતા પહેલા ગરમ દૂધ સાથે ખસખસની પેસ્ટ લો.આ પીણું તમને સ્વસ્થ અને પુરી ઊંઘ આપશે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

image source

ખસખસમાં ઝીંક,કેલ્શિયમ,આયરન જેવા તત્વો જોવા મળે છે.તે શરીરને રોગો સામે લડવાની શક્તિ આપે છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.ખસખસ શરીરને અંદરથી મજબૂત બનાવવાનું કામ કરે છે.

કબજિયાતની સમસ્યા

image source

ખસખસ એ ફાઇબરનો ઉત્તમ સ્રોત છે.ખસખસ તેના વજન દ્વારા આશરે 20-30 ટકા ડાયેટરી ફાઇબર ધરાવે છે.કબજિયાતની સમસ્યા દૂર કરવામાં ફાઈબર ખૂબ ફાયદાકારક છે.

પાચનની સમસ્યા દૂર કરે છે

ખસખસનો ઉપયોગ પેટની મુશ્કેલીઓ માટે થઈ શકે છે.ખસખસમાં ફાઈબર જેવા ઘણા પોષક તત્વો રહેલા છે,તેથી ખસખસનું સેવન કરવાથી તમારું પાચન સુધરે છે.આ સિવાય ખસખસમાં જોવા મળતા તત્વો તમને કેન્સર જેવી સમસ્યાઓથી પણ બચાવે છે.

મોમાં રહેલા છાલા દૂર કરે છે

image source

કોઈપણ વ્યક્તિને મોમાં રહેલા છાલાથી બળતરા થાય છે,કારણ કે આ ફોલ્લા ખુબ પીડાદાયક હોય છે,જે જીભ અને હોઠમાં પણ બળતરાનું કારણ બને છે.આને કારણે અસરગ્રસ્ત વ્યક્તિને ખાવામાં,દાંત સાફ કરવામાં અને વાતો કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.તેથી આ સમસ્યાને દૂર કરવા માટે ખસખસ ખુબ જ અસરકારક છે,કારણ કે ખસખસ ઠંડુ હોય છે,તેથી તે પેટની ગરમીને શાંત કરવામાં અને મોંના ચાંદાથી રાહત આપવા માટે મદદ કરી શકે છે.

હાડકા માટે ફાયદાકારક

image source

ખસખસનાં દાણા હાડકાં માટે ઘણાં ફાયદાકારક છે.ખસખસ કેલ્શિયમ,ઝીંક અને કોપર જેવા પોષક તત્વોથી ભરપુર છે.આ તત્વો હાડકાંને મજબૂત બનાવવામાં અને હાડકાનો વિકાસ કરવામાં મદદ કરે છે.એક અભ્યાસ મુજબ કોપર અને ઝીંક સાથે મળીને કરોડરજ્જુના નુકસાનને રોકવામાં અસરકારક ભૂમિકા ભજવી શકે છે.તેથી હાડકાના સ્વાસ્થ્ય માટે કેલ્શિયમ અને ફોસ્ફરસની યોગ્ય માત્રા જરૂરી છે.ખસખસ ફોસ્ફરસથી ભરપુર હોય છે, જે હાડકાંને ફાયદો પહોંચાડવા માટે કેલ્શિયમ સાથે જોડાય છે અને આપણા હાડકાને મજબૂત બનાવે છે.

પથરીની સારવાર માટે

image source

કિડનીમાં થતી પથરીને દૂર કરવા માટે ખસખસ એક અસરકારક વિકલ્પ હોઈ શકે છે.ખરેખર આ માટે સંશોધન સૂચવે છે કે કેલ્શિયમનું વધારે પ્રમાણમાં સંચય થવાથી કિડનીમાં પથરી થઈ શકે છે.ખસખસમાં જોવા મળતું ઓક્સાલેટ શરીરમાં કેલ્શિયમની માત્રાને નિયંત્રિત કરીને કિડનીમાં થતી પથરીની સમસ્યાને નિયંત્રિત કરી શકે છે.

દુખાવો દૂર કરે છે

image source

ખસખસનો ઉપયોગ તમારી પીડાને દૂર કરવા માટે પણ કરી શકાય છે.ઘણા લોકો તેમની પીડા દૂર કરવા માટે પેઈન-કિલર ખાય છે,પેઈન-કિલરના નુકસાન જાણતા હોવા છતાં,લોકો તેનું સેવન કરે છે,પણ શું તમે જાણો છો કે તમારો દરેક દુખાવો દૂર કરવા માટે ખસખસ એક દવા છે.ખસખસમાં જોવા મળતા તત્વો તમારી અનેક સમસ્યાને દૂર કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

0 Response to "શ્વાસની તકલીફથી લઇને આ અનેક સમસ્યાઓને દૂર કરે છે ખસખસ, જરૂર સામેલ કરો તમારા ડાયટમાં…."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel