ફેસ્ટિવ સિઝનમાં મન ભરીને મીઠાઇ ખાવી હોય તો ફોલો કરો આ ટિપ્સ, જરા પણ નહિં વધે વજન
મીઠાઈઓ લગભગ દરેક લોકોને પસંદ હોય છે અને તહેવારોમાં ગમે તેટલી મીઠાઈઓ ખાવ,કોઈ પ્રતિબંધ હોતો નથી,પણ પછી તમારી ફીટનેસનું શું ? આ ચિંતા દરેક લોકોને હોય છે.
તહેવારોના દિવસો શરૂ થવા જઇ રહ્યા છે.દર વર્ષે આપણે બધા આ સમયની રાહ જોતા હોઈએ છીએ અને રાહ હોવી જ જોઈએ.કારણ કે આ તહેવારોમાં આપણને આટલી ભેટો મળે છે,વાનગીઓ બનાવવામાં આવે છે,દરેક લોકો નવા કપડાઓ ખરીદે છે અને આપણા મહેમાનો આવે છે.તહેવારોમાં દરેકને રજાઓ પણ મળે છે. આ ઘણા કારણોને લીધે પણ આપણે આ તહેવારોની ઉત્સુકતાથી રાહ જોતા હોઈએ છે.
તહેવાર આવે ત્યારે સૌથી પેહલા મીઠાઈ યાદ આવે છે અને આપણે રાહ જોતા હોયે છે,કે ક્યારે તહેવારો આવે અને બજારમાં જઈને આપણા પસંદની મીઠાઈઓ ખરીદ્યે.મીઠાઈમાં વધુ કેલરી હોય છે જે વજનમાં વધારો કરી શકે છે.હવે તહેવાર હોય ત્યારે આપણે પોતાને મીઠાઇ ખાવાથી કેવી રીતે રોકી શકીએ ? પરંતુ આપણી પાસે આનો પણ ઉપાય છે.જો તમે અહીં જણાવેલી ટીપ્સ અપનાવો છો,તો તમે તહેવારોના દિવસોમાં પણ તમારું વજન જાળવી શકશો.
નિયમિત કસરત કરો
જ્યારે રજાઓ અને તહેવારો હોય છે ત્યારે સવારમાં વહેવું ઉઠવું એ એક મોટું કાર્ય છે.આવી સ્થિતિમાં કસરત માટે તમારી જાતને તૈયાર કરવી તે વધુ મુશ્કેલ છે.પરંતુ જો તમારે મીઠાઈનું સેવન કરીને પણ તમારું વજન જાળવવું હોય તો નિયમિત કસરત કરવી જરૂરી છે.તમારા વર્કઆઉટ માટે યોજના બનાવો.તમે પેહલા દિવસે જે સમયે કસરત કરો છો,ત્યાર પછી દરરોજ તે જ સમયે કસરત કરો.તમે ઓનલાઇન યોગા અને પાઈલેટ્સના ક્લાસ પણ કરી શકો છો.
તમારા ખોરાકની યોજના કરો
જો તમે વજન ઓછું કરવા માંગતા હો,તો તમારા આહાર પર ધ્યાન આપવું અને તેની યોજના કરવી જરૂરી છે. તમે જે ખાશો તેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે.તહેવારના દિવસો શરૂ થાય તે પહેલાં એક અઠવાડિયા પહેલાં જ તમારા આહારમાં સંતુલન રાખો.બહારનો ખોરાક ન ખાવો,ઘરે સ્વસ્થ ખોરાક બનાવવો અને ખાવો.બહાર મળતા જંકફૂડ,તેલયુક્ત અને મસાલેદાર ખોરાકથી દૂર રેહવું.
ઓછી માત્રામાં ખાવું જોઈએ
એક સાથે ઘણો ખોરાક ન લો.તેના બદલે થોડા-થોડા સમય પછી થોડો ખોરાક લો.દર 2-3 કલાકે થોડું ખાવું જોઈએ.એક ટાઈમ ખાવાથી તમે જરૂર કરતા વધારે ખાઓ છો અને તે ખોરાકથી તમારી કેરી વધે છે.
નેચરલ મીઠાઈનો ઉપયોગ કરો
તહેવારો માટે બહારથી મીઠાઇ ખરીદવાને બદલે ઘરે સ્વસ્થ રીતે મીઠાઈ બનાવવી એ એક સારો વિકલ્પ છે. બહાર બનેલી મીઠાઈઓમાં ભેળસેળની સાથે કેલરી અને ખાંડ પણ વધારે રહેશે.તેના બદલે તમે ઘરે બનાવેલી મીઠાઈનો ઉપયોગ કરો.ગોળ અને મધ જેવા કુદરતી સ્વીટ ઉમેરીને મીઠાઇ બનાવો,આ મીઠાઇને સ્વસ્થ અને સ્વાદિષ્ટ પણ બનાવશે.
હાઇડ્રેટેડ રહો
ડિહાઇડ્રેશન એ ઓવરરાઇટિંગનું સૌથી મોટું કારણ છે.જ્યારે આપણને ભૂખ લાગે કે તરસ લાગે,ત્યારે આપણું મગજ એ જ સિગ્નલ મોકલે છે જેની વચ્ચે આપણું શરીર અંતર પાડવામાં સમર્થ હોતું નથી.તેથી જે સમયે આપણને તરસ લાગે ત્યારે આપણે પાણીની જગ્યાએ ખોરાક ખાવાનું શરૂ કરીએ છીએ.ઘણી વખત જ્યારે તમને લાગે કે તમે ભૂખ્યા છો,તો તે શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણીની અછતને કારણે પણ હોઈ શકે છે.તેથી પાણીની યોગ્ય માત્રા લો અને હાઇડ્રેટેડ રહો.
પ્રોટીન આહાર
વજન ઘટાડવા માટે પ્રોટીન આહાર એ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.પ્રોટીન તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને તમને જરૂર કરતા વધારે ખાવાથી બચાવે છે,જેથી તમે વધારે પડતી કેલરી ટાળી શકો અને વજનને નિયંત્રણમાં રાખી શકો.તમે સવારના નાસ્તામાં ઓટ્સ,પ્રોટીન શેક વગેરે ખાઈ શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "ફેસ્ટિવ સિઝનમાં મન ભરીને મીઠાઇ ખાવી હોય તો ફોલો કરો આ ટિપ્સ, જરા પણ નહિં વધે વજન"
ટિપ્પણી પોસ્ટ કરો