ભગવાન શિવ નું કિન્નર કૈલાસ પર્વત સ્થળ, અહીં શિવલિંગનો રંગ પણ બદલાય છે, જાણો તેનું મહત્વ
હિમાચલ વિસ્તારમાં આવેલું કિન્નર કૈલાસ પર્વત એક ખૂબ પ્રખ્યાત શિવ મંદિર છે. શિવ ભક્તો શ્રાવણ મહિના દરમિયાન આ સ્થાનની મુલાકાત અવશ્ય લે છે.
તમને જણાવી દઈએ કે. અહીં આવેલું શિવલિંગ 79 ફૂટ ઊંચું અને વિશાળ પર્વત પર આવેલું છે. આ ઉંચાઈ ના કારણે તે વાદળોથી ઘેરાઈ રહે છે. કહેવાય છે આ શિવલિંગ કુદરતી રીતે ઉત્પન્ન થયેલી છે.
આ શિવલિંગ સમુદ્રની સપાટી થી ખુબ જ ઉંચે એટલે કે 6050 મીટર ની ઉંચાઈ પર આવેલું છે. આ ઉપરાંત, આ સ્થાન પર એક પથ્થર છે જે શિવલિંગ અને ત્રિશુલ જેવા આકાર નો છે. અને આ શિવલિંગ સમય સમય પર પોતાનો રંગ પણ બદલે છે.
આ શિવલિંગ નો રંગ સવારે, બપોરે અને સાંજે બદલાઈ છે. સૂર્યોદય પહેલા તેનો રંગ સફેદ, સૂર્યોદય પછી પીળો અને અને સૂર્યાસ્ત પહેલા લાલ અને સૂર્યાસ્ત પછી કાળો જોવા મળે છે. પાર્વતી કુંડ પણ આ શિવલિંગ થી થોડે જ દૂર આવેલું છે.
કિન્નર કૈલાસ પર્વત સાથે ઘણી પૌરાણિક માન્યતાઓ જોડાયેલી છે. અહીં આવેલું કુંડ ખુદ દેવી પાર્વતીએ બનાવ્યું છે અને આ સ્થાન ભગવાન પાર્વતી અને શિવનું મિલન સ્થળ હતું. આ ઉપરાંત કેટલાક લોકો એવુંમાને છે કે શિયાળામાં બધા ભગવાન અહીં વસે છે. તેના કારણે, આ સમયગાળા દરમિયાન ભક્તોને અહીં આવવાની મંજૂરી આપવામાં આવતી નથી.
તેમને જણાવી દઈએ કે, આ મંદિર મેં થી લઇ ઓક્ટોબર માં ખુલે છે. તેથી જો તમારે આ સ્થળ ની મુલાકાત લેવી હોઈ તો તમે આ સમય માં લઇ શકો છો. ઓક્ટોબર પછી આ મંદિર બંધ થઇ જય છે. ત્યાર બાદ મેં માં ફરી શરૂ કરવાં માં આવે છે. હકીકત માં શિયાળાના મહિનાઓ માં અહીં ખુબ જ બરફ પણ પડે છે. જેના કારણે યાત્રા બંધ રાખવામાં આવી છે.
કિન્નર કૈલાસ પર્વતનો પ્રવાસ ખુબ જ કઠિન છે આ ઉપરાંત, આ સ્થાન પર પહોંચવા માટે 14 કિલોમીટરનો પ્રવાસ કરવો પડે છે. મંદિર સુધી પહોંચવા માટે તાગલિંગ ગામથી શરુ થઇ છે. ગામ થી 8 કિલોમીટર ચાલવા પર મેલ્ટીંગ આવે છે. અહીં થી 5 કિલોમીટર દૂર પાર્વતી કુંડ આવેલો છે. જ્યાં દર્શન કર્યા પછી 1 કિલોમીટર પછી કિન્નર શિવલિંગ નું સ્થાન આવે છે.
મંદિર પર જતી વખતે રસ્તા માં તમને ખુબ જ સુંદર વસ્તુઓ જોવા મળે છે. આ રસ્તા ની આજુબાજુ બર્ફીલા શિખરો, સફરજન ના બગીચા, સાંગલા અને હંગરંગ વેલી પણ અહીંથી આવે છે. તેથી આજુબાજુ વાતાવરણ ખુબ જ સારું છે.
તમને જણાવી દઈએ, અહીં ની યાત્રા પૂર્ણ થવા માટે બે થી ત્રણ દિવસનો સમય લાગે છે. આ સ્થળની યાત્રા સૌ પહેલા 1993 માં શરૂ થઈ હતી. હજારો લોકો આ સ્થળ ની મુલાકાત લેવા આવે છે.
આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.
આ યાત્રા ખૂબ જ મુશ્કેલ ભરી માનવામાં આવે છે. તેના કારણે જે લોકો શારીરિક રીતે યોગ્ય નથી, તેવા લોકોએ આ યાત્રા નો કરવી જોઈએ.
આ જગ્યાએ ખૂબ જ ઠંડી હોય છે. તેના કારણે તમારી સાથે ગરમ વસ્ત્રો પણ રાખો.
આ શિવલિંગ ખુબ જ ઉંચાઈ પર છે અને તેથી અહીં ઓક્સિઝન અભાવ વર્તાય છે.
0 Response to "ભગવાન શિવ નું કિન્નર કૈલાસ પર્વત સ્થળ, અહીં શિવલિંગનો રંગ પણ બદલાય છે, જાણો તેનું મહત્વ"
ટિપ્પણી પોસ્ટ કરો