કોરોનાની વેક્સીનની આશા પર ફર્યું પાણી, ત્રીજા સ્ટેજમાં આ કંપનીએ રોક્યું ટ્રાયલ અને….

america coronavirus vaccine johnson johnson hold covid vaccine trial as participant becomes

ભારત સહિત દુનિયાભરમાં કોરોનાનો કહેર ફેલાઈ ચૂક્યો છે ત્યારે ભારતમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 71 લાખને પાર પહોંચી છે. કોરોના વોક્સીન વિકસિત કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યુ છે ત્યારે અમેરિકાની Johnson & Johnson કંપનીએ વેક્સીનનું ટ્રાયલ રોકી દીધું છે. આવું એટલા માટે કરાયું છે કે ટ્રાયલમાં ભાગ લઈ રહેલા એક વ્યક્તિને અચાનક કોઈ બીમારી થતાં તેની તબિયત ખરાબ થઈ હતી.

image source

જોનસન એન્ડ જોનસનની રસી શરદી-ખાંસી એડેનોવાયરસની એક સિંગલ ડોઝ પર આધારિત છે. તેમાં નવા કોરોના વાયરસના સ્પાઇક પ્રોટીનનો પણ સમાવેશ થાય છે. કંપનીએ ઇબોલા વેક્સીન માટે પણ આ જ તકનીકનો ઉપયોગ કર્યો હતો, જેને આ વર્ષે જુલાઈમાં યુરોપિયન કમિશન દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. Johnson & Johnsonની તરફથી એક સ્ટેટમેન્ટ જાહેર કરીને કહેવાયું છે કે અમે અમારા દરેક ટ્રાયલને અસ્થાયી રીતે રોકી દીધા છે. કંપનીએ તેનું કારણ આપતાં કહ્યું કે ટ્રાયલમાં એક વ્યક્તિની તબિયત અચાનક બગડવા લાગતાં તેને રોકી દેવાયું છે.

Johnson & Johnson વેક્સીનના શોર્ટ લિસ્ટમાં થઈ હતી સામેલ

image source

આ મહિનાની શરૂઆતમાં જ કંપની વેક્સીન બનાવનારાના શોર્ટ લિસ્ટમાં સામેલ થઈ હતી. જોનસન એન્ડ જોનસનની એડી26-સીઓવી2-એસ વેક્સીન અમેરિકામાં ચોથી એવી વેક્સીન છે જે ક્લિનિકલ ટ્રાયલના છેલ્લા ચરણમાં છે. ગયા રિપોર્ટમાં કહેવાયું હતું કે વેક્સીનને શરૂઆતના સ્ટડીમાં કોરોના વાયરસની વિરુદ્ધ એક ઇમ્યૂન રેસ્પોન્સ અપાયો છે. રિસર્ચર્સે કહ્યું કે અત્યારસુધીના ક્લિનિકલ ટ્રાયલના રિઝલ્ટના આધારે કોઈ ગંભીર દુષ્પ્રભાવ જોવા મળ્યા નથી.

દેશ માટે આ એક મોટો ઝટકો

image source

Johnson & Johnsonને હાલમાં જ આ વેક્સીનના છેલ્લા ટ્રાયલને શરૂ કર્યું હતું. કંપનીએ ત્યારે કહ્યું હતું કે તેના આધારે અમેરિકા, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, ચિલી, કોલંબિયા, મેક્સિકો અને પેરૂમાં 60 હજાર લોકો પર વેક્સીનનું ટ્રાયલ કરાશે. જોનસન એન્ડ જોનસનની વેક્સીનના ટ્રાયલ પર રોક લાગવાના કારણે જાહેર થયું છે કે દેશ માટે આ એક મોટો ઝટકો છે. આ પહેલાં પણ એસ્ટ્રાજેનેકાની વેક્સીન પર રોક લગાવી દેવામાં આવી હતી.
અગાઉ કંપનીએ કહી હતી આ વાત

image source

પ્રખ્યાત દવા કંપની જોનસન એન્ડ જોનસને કહ્યું કે, તે પોતાની કોરોના વાયરસ વેક્સીનના ફેસ 3 ટ્રાયલ શરૂ કરી રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર, શરૂઆતના સ્ટેજમાં વેક્સીને પોઝિટીવ રિઝલ્ટ્સ આપ્યા છે. ફેસ 3 ટ્રાયલમાં વેક્સીનની 60,000 લોકો પર ટ્રાયસ કરવામાં આવશે. આના માટે અમેરિકા અને બાકી દુનિયામાં 200 જગ્યાઓ પસંદ કરવામાં આવી છે. આ સાથે જે જોનસન એન્ડ જોનસનની વેક્સીન દુનિયાની દસમી એવી કોરોના વેક્સીન બની ગઈ છે જે ફેસ 3 ટ્રાયલમાં પહોંચી છે. અમેરિકાની આ ચોથી એવી વેક્સીન છેય કંપની નોટ ફોર પ્રોફીટ હેઠળ આ વેક્સીન ડેવલપ કરી રહી છે. તેનું કહેવું છે કે, જો બધુ ઠીક રહ્યું તો 2021ની શરૂઆતમાં આને ઈમર્જન્સી અપ્રુવલ મળી જશે.

કઈ કઈ વેક્સીનના ટ્રાયલ રોકાયા

image source

અગાઉ ઓક્સફર્ડ અને એસ્ટ્રાજેનેકાની વેક્સીન આગળ ચાલી રહી હતી. થોડા સમય પહેલાં કેટલાક વોલેન્ટિયરની કોવિશિલ્ડ વેક્સીન લીધા બાદ તબિયત બગડી અને તેનું ત્રીજા ફેઝનું ટ્રાયલ રોકાયું હતું. આ વેક્સીનનું ટ્રાયલ ભારત અને બ્રિટનમાં ફરી શરૂ થયું છે. અમેરિકા કે અન્ય દેશને ફરી મંજૂરી મળી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "કોરોનાની વેક્સીનની આશા પર ફર્યું પાણી, ત્રીજા સ્ટેજમાં આ કંપનીએ રોક્યું ટ્રાયલ અને…."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel