આ રીતે જાતે કરો વરખની ઓળખ, અસલી છે કે નકલી

દિવાળીની સીઝનને ગણતરીના દિવસો આડે છે ત્યારે હવે માર્કેટમાં વરખ મળવાનું પણ શરૂ થઈ ગયું છે. જો તમે વરખ વાળી મિઠાઈઓ લાવો છો તો તમારે અહીં સાવધાન થઈ જવાની જરૂર છે. મિઠાઈમાં વપરાતો વરખ કેટલો નુકસાનકર્તા છે અને તે કઈ રીતે બને છે તે અમે આજે આપને જણાવીશું. આ સિવાય તમે જ્યારે વરખ ખરીદો છો તો કઈ રીતે તે અસલી છે કે નકલી તે ચેક કરી શકશો તેની કેટલીક ટિપ્સ પણ આપીશું. આ ટિપ્સની મદદથી તમે યોગ્ય વરખ ખરીદી શકશો અને શરીરને નુકસાન પણ નહીં થાય. તો જાણો કઈ રીતે બને છે મિઠાઈમાં વપરાતો વરખ. શક્ય છે કે આ વાત જાણ્યા બાદ તમે વરખનો ઉપયોગ જ બંધ કરી દો.

image source

દેશમાં દિવાળી અને હોળી જેવા તહેવારોએ જ નહીં પણ અન્ય દિવસોમાં પણ ચાંદીના વરખની અનેક મિઠાઇઓ મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. અહીં સુધી કે પાનમાં પણ હવે ચાંદીનો વરખ લગાડવામાં આવે છે. તેનાથી તેની કિંમત પણ વધી જાય છે. પણ શું તમે જાણો છો કે ચાંદીના વરખને બનાવવામાં જાનવરોના આંતરડાનો પ્રયોગ કરાય છે. થોડા સમય પહેલાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ ચાંદીના આ વરખ પર રોક લગાવી હતી. તેમ છતાં પણ તે દેશમાં જોરશોરથી વેચાઇ રહ્યો છે, એટલું જ નહીં ચાંદીના વરખના નામે બજારમાં એલ્યુમિનિયમના વરખ પણ વેચાઇ રહ્યા છે તેનાથી કેન્સર, ફેફસા અને મગજની બિમારીઓ થાય છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એક્સ મેમ્બર અને ફૂડ એક્સપર્ટ કહે છે કે ચાંદીના વરખ વેચનારાએ ચોખ્ખું કહેવું જોઇએ કે તે વેજ છે કે નોન-વેજ. તેના પેકેટ પર ગ્રીન અને રેડ માર્ક હોવો જોઇએ.

શું તમે જાણો છો કે કઈ રીતે બને છે ચાંદીનો વરખ?

image source

દેશના અનેક ભાગોમાં પરંપરાગત રીતે ચાંદીનો વરખ બનાવવામાં આવે છે. તેમાં જાનવરોની ચામડી અને આંતરડાનો ઉપયોગ કરાય છે. લગભગ 90 ટકા ચાંદીનો વરખ આ રીતે બને છે. વરખ બનાવવા માટે ચાંદીને પ્રાણીના આંચરડાની વચ્ચે પીટવામાં આવે છે. તેનાથી પાતળો વરખ બને છે અને તેને સામાન પર લપટેવામાં સરળતા રહે છે. ચાંદીના વરખની શીટ અને પેકેટ પર કોઇ સિંબોલ કે વોર્નિંગ હોતી નથી કે જેનાથી જાણી શકાય કે તે વેજિટેરિયન છે કે નોન- વેજિટેરિયન.

આ રીતે ચાંદીનો વરખ શરીરને કરે છે નુકસાન

image source

ચાંદીના વરખમાં હેવી મેટલ ઓબ્જેક્સ જેમકે નિકલ, લેડ, ક્રોમિયમ અને કૈડમિયમ હોય છે. આ દરેક મેટલ હેલ્થને માટે ખતરારૂપ છે. મિઠાઇ, પાન અને સોપારી નહીં પણ સફરજનને પણ સારું દેખાડવા માટે ચાંદીનો વરખ લગાવવામાં આવે છે. ચાંદીનો વરખ બનાવવા માટે અનેક જગ્યાએ મશીનો વપરાય છે. તેમાં એક સ્પેશલ પેપર અને પોલિએસ્ટર કોટેડ શીટની વચ્ચે ચાંદીના વરખને બનાવવામાં આવે છે.

આ રીતે ચાંદીના વરખને જાતે જ કરો ચેક

ચાંદીના વરખ ને હાથમાં લઇને મલળો. જો તે ગોળી બને તો તે વરખ નથી.

image source

ચાંદીના વરખને બાળવાથી તેટલા જ વજનનો નાનો બોલ બની જાય છે. પણ મિલાવટ હોય તો ગ્રે રંગનો અવશેષ બચે છે તો તેમાં એલ્યુમિનિયમ મિક્સ કરેલું છે.

મિઠાઇ પર ચોંટેલા સિલ્વર વરખને આંગળીઓથી પકડો. આ આંગળીમાં ચોંટીને અલગ થાય છે તો સમજો કે તેમાં એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરાયો છે.

image source

ચાંદીનો વરખ કેટલાક દિવસોમાં કાળો પડવા લાગે છે તો સમજી લો કે તેમાં એલ્યુમિનિયમ ફોઇલની મિલાવટ છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટોક્સિકોલોજીના રિસર્ચ અનુસાર બજારમાં મળતા ચાંદીના વરખમાં નિકેલ, લેડ, ક્રોમિયમ અને કૈડમિયમ વધારે પ્રમાણમાં મળે છે. તેને ખાવાથી કેન્સર જેવા રોગ થઇ શકે છે.

image source

ધાતુ કોઇપણ રૂપમાં હોય, હેલ્થને માટે નુકશાનકર્તા છે. તેના સેવનથી વધારે નુકશાન લિવર, કિડની અને ગળાને થાય છે. તેનાથી બાળકોની યાદશક્તિ નબળી પડે છે અને સાથે તેમનો આઇક્યૂ લેવલ ઘટે છે. તે ફેફસાંને નુકશાન કરે છે.

કેટલાક વર્ષ પહેલાં ઇન્ડિયન એરલાઇન્સે વરખને નોન વેજિટેરિયન માનીને તેના ઉપયોગ પર રોક લગાવી હતી.

શું કહે છે સરકારી આદેશ?

– ચાંદીનો વરખ ન તો વળેલો હોવો જોઇએ અને ન તો કરચલીઓ વાળો હોવો જોઇએ.

– વરખ બનાવવામાં કોઇ જાનવરના અંશનો ઉપયોગ ન થવો જોઇએ.

image source

– ચાંદીનો વરખ એક સરખી જાડાઇ વાળી શીટના રૂપમાં હોવો જોઇએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Related Posts

0 Response to "આ રીતે જાતે કરો વરખની ઓળખ, અસલી છે કે નકલી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel