આ ગામમાં સ્મશાનની પગદંડી મુદ્દે બે જૂથ આવી ગયા સામ-સામે, એક મેસેજ આવ્યો અને મામલો ડખે ચડ્યો
ઘણીવાર ઘટના એવી રીતે બને કે વાતમાં કઈ ન હોય પણ બબાલ મોટા પાયે થઈ જતી હોય છે. કંઈક એવો જ કિસ્સો સામે આવ્યો છે કે જેનાં વિશે સાંભળીને સૌ કોઈ અવાચક રહી ગયા છે. બે જુથો એવી રીતે સામસામે આવી ગયા કે કોઈ પાછળ હટવા માટે તૈયાર નથી. સ્મશાનની પગદંડી બંધ કરવાના મુદ્દે બે જુથો સામસામે આવી ગયા હતા. બંન્ને જુથો વચ્ચે થયેલી અથડામણમાં પાંચથી વધારે લોકોને ઇજા પહોંચી હતી. જો કે આ અથડામણ બાદ સોશિયલ મીડિયા પર ઝેર પ્રસરવાનું ચાલુ થઇ ગયું હતું.

હવે પરિસ્થિતિ એવી બની કે સામાન્ય અથડામણ ઉગ્રસ્વરૂપ ધારણ કરે તેવી સ્થિતી પેદા થતા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. આ સ્થિતીને ઝડપથી નિયંત્રણમાં લેવામાં આવી હતી. હાલમાં ગઢડામાં ગઇકાલે સવારે થયેલી જૂથઅથડામણ અંગે ગામના સરપંચ સહિત એક પણ અગ્રણી મગનું નામ મરી પાડવા તૈયાર નથી. ગ્રામજનો પાસેથી મળતી માહિતી અનુસાર સવારે 09.30 વાગ્યે તલાટીનો વિદાય સમારંભ પુર્ણ થતા બાદ વાડોલ તરફ જતા બાયપાસ પર આવેલા દરબારોના જૂના સ્મશાનમાંથી પગદંડી રસ્તો ચાલુ કરાતા કેટલાક યુવાનોએ બંધ કરવાનો પ્રયાસ કરતા સામેના વિસ્તારમાં રહેલા કેટલાક રહીશોએ વિરોધ કરતા ઘર્ષણ થયું હતું.

બસ આ ઘર્ષણ બાદ જ બંન્ને કોમના ટોળેટોળા એકઠા થવા લાગ્યા હતા. લાકડી અને ધોકા લઇઆવીને પથ્થરમારો શરૂ કરવામાં આવ્યો હતો. ગલ્લા-કેબિન વાહનોની તોડફોડ થઇ હતી. ઘટનાને પગલે ગઢતા ગામમાં કોમી તોફાનો પણ થયા હતા. જેના કારણે લોકોના ટોળા એકત્ર થવા લાગતા સ્થિતી તંગ બની હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજના કારણે સામાન્ય બાબતને કોમી રંગ આપવાનો પ્રયાસ કરાયો હતો.

આ બધા વચ્ચે એક જ હેતું હતો કે ગામનો કોમી એખલાસ તોડવાનો પ્રયાસ કરાયો હતો. જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર સ્થિતીને કાબુમા લીધી હતી. સ્થાનિક એસઓજી, એલસીબી, રૂરલ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચીને બંન્ને જુથના અગ્રણીઓ સાથે વાત કરીને સ્થિતીને કાબુમાં લીધી હતી. હાલ પોલીસે બંન્ને જુથની સામસામે ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે તો મામલો થાળે પડી ગયો એવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ ગમે ત્યારે આ વાત વણસી શકે એવી શક્યતા પણ જતાવવામાં આવી રહી છે અને પોલીસને પણ આ મામલે તપાસ હાથ ધરવાનું કહેવામાં આવી રહ્યું છે.

અમદાવાદમાં પણ એક વર્ષ પહેલાં કંઈક આવી જ ઘટના બની હતી. ગોતામાં આવેલા જગતપુર ગામ પાસે 7મેના રોજ બે પાન પાર્લરના જૂથ વચ્ચે મારામારી અને તોડફોડની ઘટના બની હતી. આ ઘટનામાં બે વ્યક્તિને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. એક જ્ઞાતિના યુવાનને લાફો મારવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. ચાંદખેડા બંને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરાઈ હતી.
0 Response to "આ ગામમાં સ્મશાનની પગદંડી મુદ્દે બે જૂથ આવી ગયા સામ-સામે, એક મેસેજ આવ્યો અને મામલો ડખે ચડ્યો"
ટિપ્પણી પોસ્ટ કરો