તમારા ઘરમાં પણ લાગેલું છે વોટર પ્યોરીફાયર? તો અમદાવાદનો આ કિસ્સો તમારે જાણવો જ જોઈએ
હાલમાં માર્કેટમાં દરેક ધંધામાં સ્પર્ધકો વધી રહ્યા છે. ત્યારે કોણ અસલી આપે છે અને કોણ નકલી વસ્તુ આપે છે એ જાણવું દરેક ગ્રાહક માટે જરૂરી બની ગયું છે. કારણ કે હાલમાં સામે આવેલા આ કિસ્સાએ આ વાતને વધારે જરૂરી બનાવી દીધી છે. એમાં પણ મોટાભાગના લોકો પોતાના ઘરમાં શુદ્ધ પાણી માટે વોટર પ્યુરીફાયરનો ઉપયોગ કરતા હોય છે પરંતુ તેમને ઘરમાં રહેલું વોટર પ્યુરીફાયર નકલી છે કે ઓરીજનલ છે તે જાણવું ખૂબ જરૂરી હોય છે કારણ કે, નકલી પ્યુરીફાયર લોકોના આરોગ્ય માટે જોખમી સાબિત થઇ શકે છે.

આ વસ્તુ એટલા માટે કહેવી પડી રહી છે કારણ કે, અમદાવાદમાં ભારતની અગ્રણી હેલ્થ કેર અને હાઇજિન કંપની યુરેકા ફોર્બ્ઝ લિમિટેડેની પ્રોડક્ટનું નકલી પ્રોડકશન અમદાવાદમાંથી મળી આવ્યું છે. હાલ તો સમગ્ર મામલે અમદાવાદની નરોડા પોલીસે જવાબદાર લોકો સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. રિપોર્ટ અનુસાર અમદાવાદની નરોડા પોલીસને ફરિયાદ મળી હતી કે, નરોડા વિસ્તારમાં ભારતની અગ્રણી હેલ્થ કેર કંપની યુરેકા ફોર્બ્ઝ લિમિટેડેની પ્રોડક્ટનું નકલી ઉત્પાદન થઈ રહ્યું છે. જેથી પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને જે જગ્યા પર આ કંપનીના નામે નકલી ઉત્પાદન થઈ રહ્યું હતું ત્યાં દરોડો કર્યો હતો.

પોલીસના દરોડામાં સામે આવ્યું હતું કે, આર પ્યોર વોટર ટેકનોલોજીના ભાગીદાર નિરંજનસિંધી અને રાહુલ ઓબેરોય યુરેકા ફોર્બ્ઝ લિમિટેડ કંપનીના નામે નકલી પ્રોડક્ટ અને ઉત્પાદનોનું વેચાણ કરી રહ્યા છે. આ સાથે તેઓ એક્વાગાર્ડના નામ તેમજ બાળકો સાથે તેમની માતાની તસ્વીરોનો પણ ખોટો ઉપયોગ કરીને કોપીરાઈટનો ભંગ કરી રહ્યા છે.

આ બધી બાબતોને સીરિયસતાથી લઈને પોલીસે નિરંજનસિંધી અને રાહુલ ઓબેરોય સામે કોપીરાઈટ એક્ટ અને ઇન્ડિયન પીનલ કોડ હેઠળ ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે કંપનીના ગોડાઉનમાંથી યુરેકા ફોર્બ્ઝ લિમિટેડની પ્રોડક્ટ હોય તેવા સિમ્બોલ ધરાવતા બે હજાર કર્ટિંજ અને 150 RO કન્ઝ્યુમેબલ કિટનો જથ્થો જપ્ત કર્યો હતો. આ તમામ મુદ્દામાલ આશરે 15.56 લાખ રૂપિયાનો થવા પામે છે.

પોલીસે ધરપકડ કરી છે તે બંને આરોપીઓ નકલી માલનું ઉત્પાદન કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહ્યા હતા. આરોપીઓ પકડાઇ નહીં તે માટે પોતાની નકલી પ્રોડક્ટ પર પણ યુરેકા ફોર્બ્ઝ લિમિટેડની ઇ-મેલ ID સહિતની વિગત લખતા હતા અને જો કોઈને ફરિયાદ હોય તો તે વ્યક્તિ આ વિગતથી કંપનીનો સંપર્ક કરી શકે છે તેવું દર્શાવતા હતા. જેથી લોકો માટે પણ આર પ્યોર વોટર ટેકનોલોજી દ્વારા વેચવામાં આવતો માલ ઓરીજનલ છે કે, નકલી એ જાણવું ખુબ જ મુશ્કેલ થઇ જતું હતું. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ નકલી પ્રોડક્શન અને છેતરપિંડીના કિસ્સાઓમાં સામે આવ્યા છે. જેથી યુરેકા ફોર્બ્ઝ લિમિટેડ નકલી પ્રોડક્ટ અને પ્યુરીફાયરના પાર્ટસ ઝડપી લેવા સતત પ્રયાસ કરે છે.
0 Response to "તમારા ઘરમાં પણ લાગેલું છે વોટર પ્યોરીફાયર? તો અમદાવાદનો આ કિસ્સો તમારે જાણવો જ જોઈએ"
ટિપ્પણી પોસ્ટ કરો