kacharo

આપણે રોજ બરોજ કચરો ગમે ત્યા ફંકતો હોઈએ છીએ. પરંતુ જો કોઈ તમને કહે કે હવે આ સુકા કચકાના બદલામાં ઘરમાં વપરાતો જરૂરી સામાન મળશે તો તમને જાણીને આંચકો જરૂર લાગ છે. એવુ થોડુ હોય કોઈ ગાંડા થોડા છે કે કચરાના બદલામાં ખાવા પીવાની વસ્તુઓ આપે. પરંતુ આ વાત સત્ય છે. તમે જ્યારે આ યોજના વિશે જાણશો તો તમે પણ હવેથી કચરો જ્યાં ત્યાં ફેકવાને બદલે સાચવશો અને આ યોજનાનો લાભ લેવા લેશો. આ યોજના શરૂ કરવામં આવી છે ગોવાની રાજધાની પણજીમાં. જી હા દોસ્તો પણજીમાં 2 ઓક્ટબર એટલે કે ગાંધી જયંતિના દિવસે આ યોજના શરૂ કરવામાં આવી છે. આપણે બઘા જાણીએ જ છીએ કે ગાંધીજી સ્વચ્છતાના કેટલા આગ્રહી હતા. અને તેમના જન્મ દિવસે જો આવો સંકલ્પ લેવામાં આવતો હોય તો આનાથી મોટી શ્રદ્ધાંદલિ બાપુને બીજી કોઈ ના હોઈ શકે. તો આવો જાણીએ આ યોજના શું છે અને કેવી રીતે લોકો તેનો ફાયદો લઈ શકશે.

સુક્કા કચરાના બદલામાં જીવન જરૂરિયાત વસ્તુ મળશે

image source

ગાંધગીજીની જન્મ જયંતિ પર ગોવાની રાજધાની પણજીમાં નગર નિગમ બે ઓક્ટોબરથી કોઈ પણ પ્રકારની કિંમત લીધા વગર જરૂરી વસ્તુ આપશે. આ વસ્તુ લેવા માટે તમારે ફક્ત સુક્કો કચરો આપવાનો રહેશે. હકીકતમાં પણજી નગર નિગમે શુક્રવારે શોપ વિદ યોર વેસ્ટ કેમ્પેઈન શરૂ કરવા જઈ રહ્યા છે. જે અંતર્ગત લોકોને સુક્કા કચરાના બદલામાં જીવન જરૂરિયાત વસ્તુ મળશે.

ગાંધી જયંતિ અને સ્વચ્છ ભારત અભિયાનની છઠ્ઠી વર્ષગાંઠ પર શરૂઆત

image source

પણજી નગર નિગમના અધિકક્ષ સંજીથ રોડ્રીગ્સે જણાવ્યુ હતું કે, ગાંધી જયંતિ અને સ્વચ્છ ભારત અભિયાનની છઠ્ઠી વર્ષગાંઠ પર તેને શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટને જર્મન સરકાર વિકાસ નિગમ અને થિંક ટેંક ઉર્જા તથા સંસાધન સંસ્થા દ્વારા કાર્યાન્વિત કરવામાં આવશે.

આ યોજના ફક્ત પણજીના દુકાનદારો માટે છે

image source

નગર નિગમના પ્રમુખે જણાવ્યુ છે કે, આ યોજના ફક્ત પણજીના દુકાનદારો માટે છે. આ અભિયાનને 21મી સદીના પોલિમર પ્રાઈવેટ લિમિટેડના સમર્થન દ્વારા ચલાવાામં આવશે. જેને તેઓ મોટા પાયે રિસાઈકિલર્સના ખરીદદાર છે

કચરાના બદલામાં ખાવા-પિવાની વસ્તુની શરૂઆત પહેલી વાર

image source

લોકોને સામાન લેવા માટે ફરી વાર ઉપયોગમાં લઈ શકાય તેવો કચરો ઘરેથી લાવવાનો રહેશે. જેમ કે દૂધના ખાલી પેકેટ, કાર્ડબોર્ડ, તૂટેલી બોટલ. આવા સામાનના બદલામાં આપને બ્રેડ, દૂધ, ઈંડા, ચોખા, દાળ વગેરે મળશે. જણાવી દઈએ કે, અગાઉ કચરાના બદલામાં બોટલના સામાન આપવાની વાત બની ચુકી છે પણ કચરાના બદલામાં ખાવા-પિવાની વસ્તુની શરૂઆત પહેલી વાર કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "kacharo"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel