ભારતીય ક્રિકેટ ઇતિહાસની એ 20 નવેમ્બર, જે દિવસે નોંધાયા હતા આ બે લાજવાબ રેકોર્ડ, જે વાંચીને તમને પણ થશે ગર્વ
ભારત દેશમાં ક્રિકેટની રમત શરૂ થઈ તેને લગભગ 200 વર્ષથી પણ વધુનો સમય વીતી ચુક્યો છે. પરંતુ ભારતીય ક્રિકેટ ટીમે પોતાનો પહેલો ટેસ્ટ મેચ લોર્ડ્સમાં 25 જૂન 1932 માં રમાયો હતો અને તે સમયે ભારત ટેસ્ટ મેચ રમનાર વિશ્વનો છઠ્ઠો દેશ બન્યો હતો. આજે ભલે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારતની ટીમ મજબૂત ટીમ ગણાય છે. હમણાં જ 20 નવેમ્બર ગઈ પણ ઘણાખરા લોકોને એ નહીં ખબર હોય કે એક 20 નવેમ્બર એવી પણ છે જેને પોલી ઉમરીગર અને સચિન તેંડુલકરના ખાસ કારનામાને કારણે યાદગાર બની ગઈ હતી.
પોલી ઉમરીગર પહેલા બેવડી સદી ફટકારનાર ભારતીય ક્રિકેટર બન્યા
ઉપર વાત કરી તેમ ભારતમાં ક્રિકેટનો ઇતિહાસ 200 વર્ષ જેટલો જૂનો છે પણ ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી પ્રથમ બેવડી સદી નોંધાવામાં 23 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. એ સમયના ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન પોલી ઉમરીગરને આ બેવડી સદી નોંધવાનો શ્રેય મળ્યો હતો. સુનિલ ગાવસ્કરે પોતાના બેટ વડે ક્રિકેટમાં અનેક કીર્તિમાન સ્થાપ્યા એ વાત સાચી પણ સુનિલ ગાવસ્કર પહેલા પોલી ઉમરીગર જ હતા જેના નામે અનેક ક્રિકેટ રેકોર્ડ હતા. પોલી ઉમરીગરે 20 નવેમ્બર 1955 ના દિવસે ન્યુઝીલેન્ડ સામે ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ બેવડી સદી ફટકારી હતી.
11 વર્ષ પહેલાં સચિને બનાવ્યો હતો આ રેકોર્ડ
20 નવેમ્બરના દિવસે ભારતીય ક્રિકેટમાં અન્ય એક નોંધનીય રેકોર્ડ પણ સ્થાપિત છે. અસલમાં આજથી 11 વર્ષ પહેલાં એટલે કે 20 નવેમ્બર 2009 માં આપણા અમદાવાદમાં જ ખેલાયેલા શ્રીલંકા સામેના એક ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારતના માસ્ટર બ્લાસ્ટર અર્થાત સચિન તેંડુલકરે એવો રેકોર્ડ બનાવ્યો હતો જેને આજદિન સુધી કોઈ તોડી શક્યું નથી.
આ દિવસે સચિને પોતાના ક્રિકેટ કેરિયરના 30000 રન પૂર્ણ કર્યા હતા અને આજદિન સુધી આ સિદ્ધિ મેળવનાર તે એકમાત્ર ભારતીય ક્રિકેટર છે. શ્રીલંકા સામેના એ મેચમાં જ્યારે ભારતનો બીજો દાવ ચાલતો હતો અને ક્રિઝ પર ઉભેલા સચિન તેંડુલકરે જ્યારે પોતાનો 35 મો રન કર્યો ત્યારે તેણે આ સિદ્ધિ મેળવી હતી.
સચિને આ રેકોર્ડ સિરીઝના પહેલા ટેસ્ટ મેચના છેલ્લા દિવસે મેળવી હતી. ક્રિકેરના ત્રણેય પ્રકારના ફોર્મેટમાં રમતા સચિન તેંડુલકરે કુલ 200 ટેસ્ટ મેચ, 463 વનડે મેચ અને 1 T20 મેચમાં પોતાનું યોગદાન આપ્યું હતું. જેમાં તેણે અનુક્રમે 15921, 18426 અને 10 રન બનાવ્યા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ભારતીય ક્રિકેટ ઇતિહાસની એ 20 નવેમ્બર, જે દિવસે નોંધાયા હતા આ બે લાજવાબ રેકોર્ડ, જે વાંચીને તમને પણ થશે ગર્વ"
ટિપ્પણી પોસ્ટ કરો