શિયાળામાં ચહેરા પર અપ્લાય કરો આ ફેસ સ્ક્રબ અને નિખારો તમારી ત્વચા
સામાન્ય રીતે દરેક ઘરની રસોઈમાં જીરૂ સરળતાથી મળી રહે છે. ચહેરા પરથી ડેડ સ્કીન હટાવવા માટે તમે તેનો સ્ક્રબ બનાવી શકે છો. તેમાં અનેક વિટામીન્સ અને મિનરલ્સ હોય છે જે સ્કીનને રીપેર કરીને રંગત નિખારવામાં તમારી મદદ કરે છે. સૌથી સારી વાત એ છે કે તમે તેને તમારી સ્કીન ટાઈપ અનુસાર પણ બનાવી શકો છો. સ્કીન પર ખીલ છે તો સ્ક્રબ બનાવતી સમયે તમે તેમાં ટી ટ્રી ઓઈલનો ઉપયોગ પણ કરી શકો છો. તો જાણો કઈ રીતે બનાવશો આ સ્ક્રબ.
સામગ્રી
2 ચમચી જીરુ
1 ચમચી ખાંડ
1 ચમચી મધ
¼ કર તેલ (જૈતુન, બદામ, ગ્રેપ સીડ ઓઈલ)
એસેંશિયલ ઓઈલ (ટી ટ્રી ઓઈલ, ચંદન તેલ કે સ્વીટ ઓરેન્જ)
આ રીતે બનાવો સ્ક્રબ
એક વાટકીમાં તેલ, મધ અને એસેન્શિયલ ઓઈલને મિક્સ કરો. જીરું અને ખાંડને પણ મિક્સ કરી લો, હવે દરેક ચીજ મિક્સ થાય એટલે એક્સફોલીએટિંગ જીરા સ્ક્રબને એક ગ્લાસ જારમાં નાંખો અને ઠંડી જગ્યાએ સ્ટોર કરો.
આ રીતે કરો સ્ક્રબનો ઉપયોગ
જરૂરિયાત અનુસાર તમારા ચહેરા પર તેને ધીરે ધીરે ઘસો, સ્ક્રબને આંખની આસપાસ ન લગાવો. 5-6 મિનિટ સુધી ચહેરા, ગળા પર ઘસો અને સાથે સામાન્ય હૂંફાળા પાણીથી ચહેરો સાફ કરો. જે લોકોની સ્કીન ઓઈલી છે અને પીમ્પલની સમસ્યા છે તેઓને માટે આ સ્ક્રબ ખાસ છે. તેનાથી ફેસ પરનું વધારાનું તેલ પણ ખતમ થઈ જાય છે.
જીરું આ રીતે સ્કીનને કરે છે લાભ
જીરું એન્ટી ઓક્સીડન્ટ્સથી ભરપૂર હોય છે. તે સ્કીનના રિંકલ્સને હટાવીને ચહેરાને જવાન બનાવી રાખવાનું કામ કરે છે. તેનાથી ત્વચાના કણો અને એજ સ્પોટ ઘટે છે. એન્ટી બેક્ટેરિયલ, એન્ટી માઈક્રોબિયલ અને એન્ટી ઇન્ફેલેમેટરી પણ છે. સ્કીનને નીખારીને તેને નવી રંગત અને ચમક આપે છે.
જીરામાં કીટાણુનાશક અને એન્ટી ફંગલ ગુણ હોય છે જેથી ત્વચાને ફંગલ અને માઈક્રોબિયલ સંક્રમણથી બચાવી શકાય છે. આ સ્ક્રબમાં મિક્સ કરેલું એસેન્શિયલ ઓઈલ ત્વચાને ટોન કરવા અને સર્ક્યુલેશનને વધારવામાં મદદ કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "શિયાળામાં ચહેરા પર અપ્લાય કરો આ ફેસ સ્ક્રબ અને નિખારો તમારી ત્વચા"
ટિપ્પણી પોસ્ટ કરો