અમદાવાદમાં કોરોનાના મોત વિશે ઘટસ્ફોટ, બતાવ્યો આટલો જ આંકડો પણ 24 કલાકમાં કરાયા 90 મૃતકોના અંતિમ સંસ્કાર
હાલમાં દિવાળી બાદ કોરોનાએ પોતાનું વિકરાળ સ્વરુપ ધારણ કર્યું છે. ત્યારે સૌથી વધારે મોત પણ અમદાવાદમાં થયા છે અને હાલમાં એક બીજો મૉટો ખુલાસો થયો છે જેના કારણે લોકોમાં ચિંતા પેઠી ગઈ છે. ઉલ્લેખનીય છે કે કોરોનાએ સેકન્ડ વેવમાં કાળો કેર વર્તાવવાનું શરૂ કર્યું છે, સરકારી ચોપડે ભલે અમદાવાદ શહેરમાં રોજના ૧૦થી ૧૩ મોત બતાવાય છે પરંતુ એક ન્યૂઝ પેપર દ્વારા અમદાવાદ શહેરના વાડજ સહિતના છ સ્મશાન ગૃહોમાં બુધવાર સવાર સુધીના છેલ્લા 24 કલાકમાં જાત તપાસ કરાઈ તો માલૂમ પડયું કે, 24 કલાકમાં કોરોનાના 90 મૃતકોની સ્મશાનમાં અંતિમ વિધિ કરાઈ છે.
કયા સ્મશાન ગૃહમાં કેટલાં મોતની વાત કરીએ તો, મળતી માહિતી પ્રમાણે વાડજ સ્મશાન ગૃહમાં 35 લોકો, વીએસ સ્મશાન ગૃહમાં 20 લોકો, એ જ રીતે દૂધેશ્વર સ્મશાન ગૃહમાં 14 લોકો, તો વળી થલતેજ સ્મશાન ગૃહમાં 10 લોકો, આ સાથે જ હાટકેશ્વર સ્મશાન ગૃહમાં 7 લોકો અને જમાલપુર સ્મશાન ગૃહમાં 4 લોકો એમ કરીને કુલ 90 મૃતકોની અંતિમ વિધી કરવામાં આવી હતી. સૌથી વધુ વાડજ સ્મશાન ગૃહે ૩૫ની અંતિમ વિધિ કરાઈ હતી. તો કહી શકાય છે શહેરના છ સ્મશાન ગૃહોના આ ચિતાર બતાવે છે કે, અમદાવાદમાં સ્થિતિ કેવી ભયાવહ છે. એત તરફ માહોલ એવો છે કે કોરોનાને લીધે રોજ હોસ્પિટલોમાં દર્દીઓનાં ટપોટપ મોત થઈ રહ્યા છે, પરંતુ સરકાર સ્થિતિ સારી છે તે બતાવવા માટે આંકડાની માયાજાળ રમી રહી છે.
આ ન્યૂઝ પેપરે થલતેજ સ્માશન ગૃહના ઇન્ચાર્જ સાથે વાતચીત કરી હતી જે કંઈક આ પ્રમાણે છે.
રીપોર્ટર – સાહેબ હોસ્પિટલમાં પણ કોવિડની ડેડબોડી લખી આપતા હોય છે તો કોવિડ જ લખ્યાને ઘડપણ કેવી રીતે આવે?
સ્માશન ગૃહના ઇન્ચાર્જ – હે..
રીપોર્ટર – કોવિડ જ લખ્યાને સાહેબ
સ્માશન ગૃહના ઇન્ચાર્જ – અરે ભાઇ ૯૩ વર્ષમાં કોઇ કોવિડ ના લખ્યા, ૬૦-૭૦ વર્ષ ઉપર કઇ લખ્યા નહી, હોસ્પિટલના રીપોર્ટ ત્યાં જવાનો હોય કોર્પોરેશનમાં, અમાર ઉંમર થાય એટલે ઉંમર લાયક જ લખાય, સર્ટીફેકટમાં મરણનુ કોઇ રીઝન આવવાનુ નથી
રીપોર્ટર – હા સર અમને કોવિડ લખી આપો કોવિડની ડેડબોડી લીધી તો કોવિડ જ લખાયને સાહેબ
સ્માશન ગૃહના ઇન્ચાર્જ– ના લખાય ઉંમર લાયક છે
રીપોર્ટર – હા પણ કોવિડમાં જ મોત થયુ છેને તો લખાયને
રીપોર્ટર – રાત્રે ૧૦ વાગ્યાથી લઇને સવારના ૧૦ વાગ્યા સુધી કેટલી કોવિડની ડેડબોડી આવી
સ્માશન ગૃહના ઇન્ચાર્જ – એ બધી અમને ખબર નહી
રીપોર્ટર – સાહેબ તમને તો ખબર હોયને તમે અહીંના ઇન્ચાર્જ છો
સ્માશન ગૃહના ઇન્ચાર્જ – ના અહીંયા તો બિમાર ઉંમરલાયક જ છે
રીપોર્ટર – સાહેબ કોવિડ ડેડબોડી આવી તો પણ તમે બિમારી એવુ લખ્યુ છે
સ્માશન ગૃહના ઇન્ચાર્જએ બોલવાનુ ટાળ્યુ હતુ.
તો વળી એક એવો પણ રિપોર્ટમાં દાવો છે કે સ્મશાન ગૃહોનાં મોતના આંકડા નહીં આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. સેનેટરી ઈન્સ્પેક્ટર મહેશ બિરાવતે સ્મશાન ગૃહોના કર્મચારીઓને વોટસએપ મેસેજ દ્વારા સૂચનાઓ આપી હતી કે, કોરોનાના કારણે થયેલા મોતના આંકડા આપવા નહિ. આ સૂચનાઓના કારણે આંકડા અપાતા નથી. એ સિવાય વાત કરવામાં આવે તો દિવાળીથી અત્યાર સુધીમાં દાણીલીમડા ગંજ શોહદા કબ્રસ્તાનમાં ૪, શાહીબાગ નજીકના મુસા સુહાગ કબ્રસ્તાનમાં ૭, છીપા કબ્રસ્તાનમાં દિવાળી પછી બે કોરોનાગ્રસ્તોની અંતિમ વિધિ થઈ છે.
ઉલ્લેખનીય છે કે દિવાળીના રજાઓ અને તહેવારોમાં ખરીદી કર્યા બાદ ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ભયંકર વધારો થયો છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1540 પોઝિટિવ કેસ આવ્યા છે.
ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 201949એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 14 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3906એ પહોંચ્યો છે. જ્યારે 1283 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે ઘટી રહ્યો છે અને 90.99 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 91,459 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "અમદાવાદમાં કોરોનાના મોત વિશે ઘટસ્ફોટ, બતાવ્યો આટલો જ આંકડો પણ 24 કલાકમાં કરાયા 90 મૃતકોના અંતિમ સંસ્કાર"
ટિપ્પણી પોસ્ટ કરો