ભારતમાં સોનાની ખરીદી માટે છે આ મુખ્ય ચાર રીત, ખરીદી અને વેચાણને લગતા આ નિયમો જાણવા છે અત્યંત જરૂરી
સદીઓથી ભારતમાં સોનાનું વિશેષ મહત્વ રહ્યું છે. ખાસ કરીને મહિલાઓ સોનાના ઘરેણા પ્રત્યે વધુ આકર્ષિત થાય છે તો બીજી તરફ વેપાર ધંધા સાથે સંકળાયેલા લોકો માટે એક બિઝનેસનું સાધન છે. લોકો સોનામાં રોકાણ કરી બાદમાં નફો મળતા વેચે છે. કોરોના સંકટ સમયે અનેક લોકોએ પોતાના આ જ સોનાને વેચીને ગુજરાત ચલાવ્યું હોવાના દાખલા પણ જોવા મળ્યા છે. અનેક લોકોએ સોનું જ્યારે 56000ની ઊંચાઈએ પહોંચ્યું તો વેચીને ખુબ નફો પણ કર્યો. પણ સોનું વેચવામાં તમારે એ જરૂર જાણવું જોઈએ કે જો તમે બજારમાં સોનું વેચવા જશો તો તમારે કેટલો ટેક્સ ચૂકવવો પડે છે.
ગોલ્ડ પર ટેક્સ અંગે આ જાણકારી હોવી જરૂરી
ટેક્સના નિયમો મુજબ પહેલા એ જોવામાં આવે છે કે જો તમને કોઈએ ગોલ્ડ ગિફ્ટ કર્યું છે કે પછી તે વારસામાં મળ્યું છે. જો વારસામાં મળ્યું હોય તો તમારે પાસે ક્યારથી છે અને તે સમયે ગોલ્ડનો ભાવ શું હતો. પછી ગોલ્ડ વેચવા પર થનારા ફાયદાની ગણતરી થાય છે. ત્યારબાદ જેટલો પણ ફાયદો જોવા મળે તે પ્રમાણે ટેક્સ લાગે છે. દેશભરમાં કોરોનાને કારણ સોનામાં રોકાણ વધ્યું છે. લોકો ગોલ્ડમાં રોકાણ કરી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે સોનાની ખરીદીની સાથે સાથે તેને વેચવા પર પણ ટેક્સ આપવો પડે છે. ગોલ્ડને વેચતા સમયે શોર્ટ ટર્મ કેપિટલ ગન (STCG)અથવા લોન્ગ ટર્મ કેપિટલ ગન (LTCG)ટેક્સ ચૂકવવાનો હોય છે. આથી તમે પણ આ રીત બરાબર સમજી લો જેથી કરીને ટેક્સને લઈને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ સામે ઝઝૂમવું ન પડે. જ્યારે તમે બજારમાં ગોલ્ડ જ્વેલરી કે ગોલ્ડ બાર વેચવા જાઓ છો તો તમારે બે પ્રકારના ટેક્સનો સામનો કરવો પડે છે. ગોલ્ડ પર બે પ્રકારના ટેક્સ લાગે છે.
શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન્સ (STCG) ટેક્સ
જો તમે સોનું તેની ખરીદીના ત્રણ વર્ષની અંદર વેચો તો તમારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન્સ ચૂકવવું પડે છે. એટલે કે ગોલ્ડ વેચીને તમે જેટલો પણ ફાયદો કર્યો તેના પર તમારે ઈન્કમ ટેક્સ સ્લેબ પ્રમાણે (STCG) ટેક્સ ચૂકવવો પડે. જેમાં તમે સોનાની વેચાણ વેલ્યુમાંથી ખરીદ વેલ્યુને ઘટાડી દો. હવે જે અમાઉન્ટ આવશે તે તમારી STCG કહેવાશે. આ અમાઉન્ટ તમારી આવકમાં જોડાશે. ત્યારબાદ તમે ઈન્કમ ટેક્સના જે સ્લેબમાં આવશો તે પ્રમાણે ટેક્સ લગાવવામાં આવશે.
લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ (LTCG) ટેક્સ
જો તમે ગોલ્ડ ખરીદો અને 3 વર્ષ બાદ વેચો તો તમારે સોનાના વેચાણ પર જે પણ નફો થયો તેના પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ ચૂકવવો પડે છે. સોનાને વેચવા પર થયેલા લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ પર 20 ટકા ટેક્સ લાગે છે. LTCGમાં તમારે ઈન્ડેક્સેશન ( indexation)નો ફાયદો મળે છે. જે હેઠળ તમે તમારા ગોલ્ડના વેચાણ મૂલ્યામાં ગોલ્ડની ખરીદીની ઈન્ડેક્સ કોસ્ટ ઘટાડી દો છો.
ભારતમાં સોનાની ખરીદીની ચાર રીત છે
1. ફિઝિકલ ગોલ્ડ એટલે કે સોનાની જ્વેલરી અથવા સોનાના સિક્કાના રુપે.
2. ગોલ્ડ મ્યૂચ્યૂઅલ ફંડ અથવા ગોલ્ડ ETFs.
3. ડિજિટલ ગોલ્ડ4. સોવરન ગોલ્ડ બોન્ડ્સ. જ્યારે તમે સોનું વેચો છો તો તમારા પર ટેક્સ લગાવવામાં આવે છે અને ટેક્સની દર તેને ખરીદવામાં આવેલી રીતના આધાર પર નક્કી થાય છે. આ એક સરકારી બોન્ડ છે. જેમાં ગ્રામમાં ખરીદી કરી શકાય છે. આ ફિઝિકલ ગોલ્ડ રાખવાનો વિકલ્પ છે. જે બોન્ડ ભારત સરકાર તરફથી આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવે છે અને 5માં વર્ષથી બહાર નિકળવાના વિકલ્પની સાથે 8 વર્ષની પરિવક્વતા સમયની સાથે આવે છે.
જાણો કેવી રીતે નીકળશે ગોલ્ડની ખરીદીનો રેટ
સોનું 1 એપ્રિલ 2001 અગાઉ વારસામાં કે ભેટમાં મળ્યું છે તો તમે 1 એપ્રિલ 2001 સુધીના સોનાના ફેર માર્કેટ વેલ્યૂ (FMV) કે ખરીદ રેટ પ્રમાણે તેની વેલ્યુ કાઢી શકો છો. જો 1 એપ્રિલ 2001 બાદ તમને વારસામાં મળ્યું છે તો તમારે ખરીદ રેટ પર જ તેની ગણતરી કરવી પડશે.
અમદાવાદ ખાતે પ્રતિ 10 ગ્રામ રૂ.1200નો ઘટાડો
હાલમાં કોરોના વેક્સીન ઝડપી બજારમાં આવશે તેવા અહેવાલે સોના-ચાંદીમાં ઘટાડાનો ટ્રેન્ડ જળવાઇ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું વધુ 33 ડોલર ઘટી 1810 ડોલર આસપાસ ક્વોટ થઇ રહ્યું છે. વૈશ્વિક બજારમાં ઘટાડા સાથે અમદાવાદ ખાતે પ્રતિ 10 ગ્રામ રૂ.1200નો ઘટાડો થઇ રૂ.51000ની સપાટી નજીક 51200 બોલાઇ રહ્યું છે જ્યારે હોલમાર્ક રૂ.50000 નજીક 50175 ક્વોટ થતું હતું. સોનાની સાથે ચાંદીમાં ઝડપી 2000નો ઘટાડો થઇ 60500 બોલાઇ ગઇ છે. બૂલિયન એનાલિસ્ટો ટ્રેન્ડ ઘટાડા તરફીનો દર્શાવી રહ્યાં છે.
સોના-ચાંદીમાં ટ્રેન્ડ બદલાઇ શકે છે
મુંબઇ ખાતે સોનું ઘટી 49975 અને ચાંદી 60000ની સપાટી અંદર 59704 બોલાઇ રહી છે. હાજર બજારમાં હાલ તેજીના સંકેતો નકારાઇ રહ્યાં છે. વૈશ્વિક સ્તરે ફરી કોરોના સંક્રમણ ઝડપી વધી રહ્યું છે જેના કારણે સોના-ચાંદીમાં ટ્રેન્ડ બદલાઇ શકે છે પરંતુ વેક્સીન ઝડપી બજારમાં આવે તો સોના-ચાંદીમાં હજુ કરેક્શન આવી શકે છે. સોના-ચાંદની સાથે પ્લેટિનમ તથા પેલેડિયમમાં પણ બે તરફી ચાલ જોવા મળી રહી છે. પ્લેટિનમ 929 ડોલર તથા પેલેડિયમ 2327 ડોલર ક્વોટ થઇ રહ્યું છે. હાજર બજારની સાથે વાયદામાં પણ નિરૂત્સાહી ટ્રેન્ડ રહ્યો છે. એમસીએક્સ ખાતે ડિસેમ્બર વાયદો બે ટકા સુધી ઘટી 49000ની સપાટી અંદર 48568 ક્વોટ થઇ રહ્યો છે જ્યારે ચાંદી અઢી ટકા તૂટી ડિસેમ્બર વાયદો 59000ની સપાટી નજીક 59036 બોલાઇ રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ભારતમાં સોનાની ખરીદી માટે છે આ મુખ્ય ચાર રીત, ખરીદી અને વેચાણને લગતા આ નિયમો જાણવા છે અત્યંત જરૂરી"
ટિપ્પણી પોસ્ટ કરો