હવે 8-9 કલાકનાં સપના ભૂલી જાઓ, મોદી સરકારે બનાવ્યા નિયમો, લોકોએ 1 દિવસમાં કરવું જોઈએ આટલા કલાક કામ
હાલમાં જો કંપનીના કર્મચારીઓની વાત કરવામાં આવે તો 8 અથવા 9 કલાકની નોકરી કરે છે. ત્યારે હવે એવા જલસા થોડા સમય માટે જ રહેશે એવા એંધાણ દેખાઈ રહ્યા છે. કારણ કે મોદી સરકારે કામના કલાકોને લઈને મહત્વના સુધારા કર્યા છે. શ્રમ અને રોજગાર મંત્રાલયએ સંસદમાં પસાર કરેલા એક બિલમાં કામના કલાક વધારવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે નવા પ્રસ્તાવ પ્રમાણે એક દિવસમાં વ્યક્તિએ મહત્તમ 12 કલાક કામ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. વર્તમાન સમયમાં પ્રતિદિન મહત્તમ 8 કલાક કામ કરવાની જોગવાઈ છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે વ્યવસાયિક સુરક્ષા, સ્વાસ્થ્ય તેમજ કાર્ય શરત એટલે કે OSH કોડ 2020ના નિયમો હેઠળ આ પ્રસ્તાવ મૂક્યો છે.
જો વિગતે વાત કરીએ તો નવા કામના સમયગાળા વચ્ચે ટૂંકા ગાળાની રજા પણ શામેલ છે. 19 નવેમ્બર 2020ના રોજ જાહેર કરાયેલા આ ડ્રાફ્ટમાં, સાપ્તાહિક કામના કલાકો 48 કલાક યથાવત રાખવામાં આવ્યા છે. વર્તમાન જોગવાઈઓમાં અઠવાડીયે 8 કલાકના હિસાબે 6 દિવસનો હોય છે, જેમાં એક દિવસ રજા હોય છે. પરંતુ 12 કલાક કામની સ્થિતિમાં અઠવાડિયામાં 2 રજાઓ આપવાની જોગવાઈ રહેશે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે આ જોગવાઈ ભારતની પ્રતિકૂળ આબોહવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જ્યાં કામ આખા દિવસમાં વહેંચાયેલું હોય છે. જેથી શ્રમિકોને ઓવરટાઇમ ભથ્થાના માધ્યમથી વધુ કમાણી કરવામાં સરળતા રહેશે.
આગળ વાત કરતાં અધિકારીએ એમ પણ કહ્યું હતું કે, અમે ડ્રાફ્ટ નિયમોમાં જરૂરી જોગવાઈઓ કરી છે, જેથી આઠ કલાકથી વધુ કામ કરતા તમામ કામદારો ઓવરટાઇમ મેળવી શકે. OSH સંહિતાના ડ્રાફટના નિયમો અનુસાર, કોઈપણ દિવસે ઓવરટાઇમની ગણતરી કરવામાં 15થી 30 મિનિટ સમય ગણવામાં આવશે. વર્તમાન સિસ્ટમ હેઠળ, 30 મિનિટથી ઓછા સમયને ઓવરટાઇમ તરીકે ગણવામાં આવતો નથી. જો કે એક સારી વાત એ છે કે આ ડ્રાફ્ટમાં નિયમ આપવામાં આવ્યો છે કે, કોઈ પણ શ્રમિક કોઈ પણ સંસ્થામાં અઠવાડિયામાં 48 કલાકથી વધુ સમય માટે કામ કરવાની જરૂર રહેશે નહીં. કોઈને મંજુરી પણ આપવામાં નહીં આવે.
કહેવામાં આવ્યું છે કે કામના કલાકોની ગોઠવણ એવી રીતે કરવી જોઈએ કે વિશ્રામ માટેના બ્રેક સમય સહિત, કોઈપણ દિવસે કામના કલાકો 12થી વધુ ન હોવા જોઈએ. આ નવા ડ્રાફ્ટ અનુસાર કોઈપણ વ્યક્તિ ઓછામાં ઓછા અડધા કલાકના બ્રેક વગર પાંચ કલાકથી વધારે સતત કામ કરશે નહીં. અઠવાડિયાના હિસાબે દરરોજ કામના કલાક એ રીતે નક્કી કરવાના રહેશે કે આખા અઠવાડીયામાં 48 કલાકથી વધારે ના થાય. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ કેન્દ્રીય શ્રમ તેમજ રોજગાર મંત્રાલયે સામાજિક સુરક્ષા સંહિતા 2020ના ડ્રાફ્ટ એક્ટને સૂચિત કરી વાંધા અને સૂચનો માંગવામાં આવ્યા છે.
જો દુનિયાભરમાં આવું થઈ રહ્યું છે, તો આંતરરાષ્ટ્રીય લેબર ઓર્ગેનાઇઝેશન (આઈએલઓ) સ્ટાન્ડર્ડ હેઠળ,ઔદ્યોગિક કામદારો તરફથી દિવસના 8 કલાક અને અઠવાડિયામાં 48 કામના કલાકો લઈ શકાય છે. જે કામ એક શિફ્ટ પછી તરત જ હાથ ધરવા પડે છે તેમાં બીજી પાળીને અઠવાડિયામાં 56 કલાક સુધી કામ કરવાની છૂટ આપવામાં આવી છે. બીજી બાજુ, કોઈ કર્મચારીને 3 અઠવાડિયામાં 8 કલાક દૈનિક કાર્ય કરવાની છૂટ છે.
ટૂંકમા વાત કરીએ તો ભારતમાં રોજનાં મહત્તમ કલાકોની સંખ્યા ટૂંક સમયમાં વધારીને 12 કરવામાં આવી શકે છે. એક દિવસમાં કોઈપણ કર્મચારી પાસેથી અત્યાર સુધી મહત્તમ 10.5 કલાક કામ લઈ શકાતુ હતુ. શ્રમ મંત્રાલયે સંસદમાં એક પ્રસ્તાવ મૂક્યો છે, જે અંતર્ગત મહત્તમ કામકાજના કલાકો વધારીને 12 કલાક કરવા અંગે વિચારણા કરવા જણાવાયું છે. પરંતુ સારી વાત એ છે કે એક અઠવાડિયામાં મહત્તમ કાર્યકારી કલાક 48 કલાક હશે, તે વધશે નહીં. જો કોઈ કર્મચારી દરરોજ 12 કલાક કામ કરે છે તો તે અઠવાડિયામાં ફક્ત 4 દિવસ કામ કરશે અને 3 દિવસ માટે રજા ભોગવશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "હવે 8-9 કલાકનાં સપના ભૂલી જાઓ, મોદી સરકારે બનાવ્યા નિયમો, લોકોએ 1 દિવસમાં કરવું જોઈએ આટલા કલાક કામ"
ટિપ્પણી પોસ્ટ કરો