અદાણીની સંપત્તિમાં થયો ખતરનાક વધારો, અંબાણી પણ રહી ગયા પાછળ, જાણો અબજપતિની સંપત્તિ વિશે
દેશમાં ધનવાનની યાદીમાં ઉદ્યોગપતિઓનો ક્રમ બદલતો રહે છે, કારણ કે કંપનીના માલિકોની સંપત્તિમાં વધારો ઘટાડો થયા કરે છે. કંઈક એવો જ ફેરફાર હાલમાં અદાણી અને અંબાણીમાં જોવા મળ્યો છે. આવો જાણી લઈએ કે નવા રિપોર્ટ શું છે. હવે અબજોપતિ બિઝનેસમેન ગૌતમ અદાણી દેશમાં નવા વેલ્થ મેગ્નેટ તરીકે ઊભરી રહ્યા છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી આ વર્ષે ધનિક ભારતીયોમાં સર્વાધિક સંપત્તિ વધારવામાં સફળ રહ્યા છે. તેમની આ ઝડપ આગળ એશિયાની સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પણ પાછળ રહી ગયા છે
પરંતુ આ બધાની વચ્ચે જો આપણે કુલ સંપત્તિની વાત કરીએ તો એ મામલે અંબાણી 10મા, જ્યારે અદાણી 40મા સ્થાને છે. વધુ વિગતે વાત કરીએ તો બ્લુમબર્ગ બિલ્યનેર ઇન્ડેક્સ મુજબ, આ વર્ષના શરૂના સાડાદસ મહિનામાં ગૌતમ અદાણીની સંપત્તિ 1.41 લાખ કરોડ રૂ. (19.1 અબજ ડોલર) વધી છે, એટલે કે અદાણીની સંપત્તિમાં રોજ સરેરાશ 449 કરોડ રૂપિયાની વૃદ્ધિ થઇ, જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિ 1.21 લાખ કરોડ રૂ. (16.4 અબજ ડોલર) વધી છે. મતલબ કે તેમની સંપત્તિમાં રોજ સરેરાશ 385 કરોડ રૂ. વૃદ્ધિ થઇ.
અદાણીની સંપત્તિ તેમની કંપનીના ચાર શેરમાં જબરદસ્ત વૃદ્ધિને કારણે વધી છે. આ શેર છે અદાણી ગ્રીન એનર્જી, અદાણી એન્ટરપ્રાઇઝીસ, અદાણી ગેસ અને અદાણી ટ્રાન્સમિશન. દાણી ગ્રીનનો શેર 2020માં 1049% વધી ચૂક્યો છે. અદાણી ગેસ અને અદાણી એન્ટરપ્રાઇઝીસના શેર 103% અને 85%ની ઊંચાઈને સ્પર્શ્યા છે. ટ્રાન્સમિશન અને પોર્ટ્સ અનુક્રમે 38% અને 4% વધી ચૂક્યા છે. જોકે અદાણી પાવરમાં 38%નો ઘટાડો થયો છે.
બ્લુમબર્ગ બિલ્યનેર ઇન્ડેક્સના રિપોર્ટમાં વધારે વિગતે જઈએ તો અદાણી સંપત્તિની વૃદ્ધિમાં વિશ્વમાં 9મા ક્રમે છે. આ ખૂબીમાં તેમણે વિશ્વના બીજા (બિલ ગેટ્સ), સાતમા (લેરી પેજ) અને નવમા (સ્ટીવ બાલ્મર) અબજપતિને પણ પછાડી દીધા છે. ઉલ્લેખનીય છે કે, હાલ અદાણીની કુલ સંપત્તિ 2.25 લાખ કરોડ રૂ. (30.4 અબજ ડોલર) છે. તેઓ ઇન્ડેક્સમાં 40મા ક્રમે છે, જ્યારે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 1.21 લાખ કરોડ રૂ.ની વૃદ્ધિ સાથે 5.55 લાખ કરોડ રૂ. (75 અબજ ડોલર) થઇ ગઇ છે. ઇન્ડેક્સમાં તેઓ વિશ્વના 10મી સૌથી ધનિક વ્યક્તિ છે.
સૌથી વધારે જેની સંપત્તિ વધી એના વિશે વાત કરીએ તો, આ વર્ષે વિશ્વમાં સૌથી વધુ સંપત્તિ ટેસ્લાના ઇલોન મસ્કની વધી છે. તેમની સંપત્તિ 7.03 લાખ કરોડ રૂ. (95 અબજ ડોલર) વધીને 9.10 લાખ કરોડ રૂ. (123 અબજ ડોલર) થઇ ગઇ છે. ઇન્ડેક્સમાં એમેઝોનના જેફ બેઝોસ 13.61 લાખ કરોડ રૂ. (184 અબજ ડોલર)ની સંપત્તિ સાથે પ્રથમ ક્રમે છે. નોંધનીય છે કે અદાણીએ 1988માં 32 વર્ષની ઉંમરે કોમોડિટી ટ્રેડર તરીકે શરૂઆત કરી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "અદાણીની સંપત્તિમાં થયો ખતરનાક વધારો, અંબાણી પણ રહી ગયા પાછળ, જાણો અબજપતિની સંપત્તિ વિશે"
ટિપ્પણી પોસ્ટ કરો