ગજબની ભિખારી મહિલા, બેન્કમાં પડ્યા આટલા કરોડ અને પોતાના નામે આટલી પ્રોપર્ટી, ભીખ માંગીને ઘણું ભેગું કર્યું
સામાન્ય રીતે આપણે જોઈએ તો રસ્તા પર અથવા કોઇ હોસ્પિટલ,સ્કૂલ અને સ્ટેશન પાસે બેઠેલા ભિખારીને લોકો કેટલાક પૈસા આપે છે. ક્યારેક-ક્યારેક ભિખારીને ચહેરો જોઇને લોકોને અંદાજો નથી હોતો કે જે ભિખારીને આપણે પૈસા આપીએ છીએ તેનું શું થશે અને તેની પાસે કેટલા પૈસા હશે. આવો જ એક મામલો સામે આવ્યો છે જ્યાં ભિખારીને બેન્ક એન્કાઉન્ટમાં એટલા પૈસા નીકળ્યા કે જોનારાની આંખો ફાટી ગઈ

ઘણી ભિખારી ખાલી દેખાવવા ભિખારી હોય છે. પરંતુ ખરા અર્થમાં તો તે લાખોપતિ કે કરોડપતિ હોય છે. ત્યારે આ પહેલાં પણ ઘણા આવા કિસ્સા આવી ચૂક્યા છે અને હાલમાં પણ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો કે જે ચોંકાવનારો છે.

ત્યારે આવો જાણીએ કે આ સમગ્ર કિસ્સો શું છે અને ક્યાંનો છે. એક ભિખારીના બેંક એકાઉન્ટમાં એક કરોડ 42 લાખ રૂપિયા જમા હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સાથે જ મહિલા ભિખારીના નામે પાંચ મકાન હોવાનો સનસનીખેજ ખુલાસો પણ થયો છે.

ઉલ્લેખનીય છે કે આ મહિલા ભિખારીની ઉંમર 57 વર્ષ બતાવવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ વાત કરવામાં આવે તો બેંકમાં લગભગ દોઢ કરોડ રૂપિયા રાખનારી આ મહિલા ભિખારી ઇજિપ્તની છે. પોલીસે મહિલા ભિખારીની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે. રિપોર્ટ પ્રમાણે મહિલા ભિખારી વ્હીલચેર પર રહેતી હતી અને લોકો સામે પોતાને એવી રીતે રજૂ કરતી હતી કે તેનો એક પગ કપાઈ ગયો છે.

બહાર આવ્યું છે કે ઇજિપ્તના ઘણા રાજ્યોમાં ફરીને આ મહિલા ભીખ માંગવાનું કામ કરતી હતી. રિપોર્ટ પ્રમાણે આ મહિલા ભિખારી ભીખ માંગવા માટે વ્હીલચેરનો ઉપયોગ કરતી. પરંતુ અન્ય સમયે ચાલવા માટે પોતાના પગનો ઉપયોગ કરતી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે એક શખ્સે આ મહિલા ભિખારીને તેના પગ પર ચાલતા જોઈ તો તેનો ભાંડો ફૂટી ગયો. રિપોર્ટ મુજબ મહિલાનું નામ નફીસા બતાવવામાં આવી રહ્યું છે. પોલીસને(Police) પ્રાથમિક તપાસમાં જાણ થઈ કે મહિલાને કોઈ બીમારી નથી. તપાસ દરમિયાન મહિલા ભિખારીના બે બેંક એકાઉન્ટમાં 1 કરોડ 42 લાખ રૂપિયા જમા હોવાનો ખુલાસો થયો.

આ પહેલાં એક ભિખારીના ખાતામાંથી કુલ 6.37 કરોડ રૂપિયા હોવાનો ખુલાસો થયો હતો. આ ખુલાસા બાદ ભિખારી અને તે જગ્યા ચર્ચાનો વિષય બની ગઇ હતી, જ્યાં તે બેસીને ભીખ માંગતી હતી. આ વાતનો ખુલાસો પણ રસપ્રદ રીતે થયો છે. રિપોર્ટ્સ અનુસાર વાફા મોહમ્મદ પોતાના પૈસાને એક બેન્કથી બીજી બેન્કમાં ટ્રાન્સફર કરવા માટે પહોચી હતી અને આ દરમિયાન બેન્કમાં કેસની સમસ્યા ઉભી થઇ હતી, જે બાદ વાફાના બે ચેક સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને એ રીતે તપાસ હાથ ધરતાં તેનો ભાંડો ફૂટ્યો હતો.
0 Response to "ગજબની ભિખારી મહિલા, બેન્કમાં પડ્યા આટલા કરોડ અને પોતાના નામે આટલી પ્રોપર્ટી, ભીખ માંગીને ઘણું ભેગું કર્યું"
ટિપ્પણી પોસ્ટ કરો