અક્ષય કુમાર કોરોન્ટાઇન ખતમ કરી બહાર નીકળ્યા, લંડનની ગલીઓમાં યાદ આવી આ વાત

બોલિવુડના ખિલાડી કહેવાતા અક્ષય કુમાર હાલના દિવસોમાં લંડનમાં છે. અક્ષય કુમાર લંડનમાં થોડા દિવસોથી કોરોન્ટાઇન હતા. પણ હવે એમનું કોરોન્ટાઇન ખતમ થઈ ગયું છે. એવામાં અક્ષય કુમાર ફરી એકવાર બહારની તાજી હવા ખાવા નીકળ્યા. પણ અક્ષય કુમારને લંડનમાં પણ ભારત યાદ આવી ગયું અને એમને ત્યાં એક રતલામ શોધી લીધું. અક્ષય કુમારે સોશિયલ મીડિયા દ્વારા આ વિશે જણાવ્યું છે.

image source

અક્ષય કુમાર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. એ ઘણીવાર પોતાના ફોટા અને વીડિયો ફેન્સની સાથે શેર કરતા રહે છે. હાલમાં જ એમને એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં અક્ષય કુમાર સાઇકલ પર બેઠેલા દેખાઈ રહ્યા છે.

અક્ષય કુમારની આસપાસ ઘણી બધી હરિયાળી દેખાઈ રહી છે. આ ફોટાને શેર કરતા અક્ષય કુમારે જણાવ્યું છે કે એમને આ જગ્યા પર રતલામની યાદ આવી ગઈ.

image source

અક્ષય કુમારે આ ફોટો પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ દ્વારા શેર કર્યો છે. ફોટાની સાથે એમને કેપ્સનમાં લખ્યું છે કે આજે જ લંડનમાં મેં પોતાનું કોરોન્ટાઇન ખતમ કર્યું છે થોડી તાજી હવા માટે બહાર નીકળ્યો છું. મેં મારી ચારેબાજુ જોયું અને હું તરત રતલામ પહોચી ગયો મને યાદ છે જ્યારે હું નાનો હતો ત્યારે હું એકવાર ગરમીઓની રજામાં રતલામ ગયો હતો. હું જ્યાં પણ જોઈ રહ્યો છું ત્યાં મને હરિયાળી દેખાઈ રહી છે. મને રતલામની ગલીઓ યાદ આવી રહી છે.

અક્ષય કુમારની આ પોસ્ટને એમના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સાથે સાથે એમના ઘણા ફેન્સ એમની પાસે જાણવા માંગી રહ્યા છે કે એ આ સમયે લંડનમાં કઈ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

image source

વાત કરીએ અક્ષય કુમારના વર્કફ્રન્ટની તો અભિનેતાની ફિલ્મ બેલબોટમ 19 તારીખે દેશભરના સીનેમાહોલમાં રિલીઝ થવાની છે. કોરોના સંક્રમણના કારણે લાગેલા લોકડાઉન પછી આ પહેલી મોટી બજેટની ફિલ્મ હશે જે થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. જેને લઈને અક્ષય કુમારના ફેન્સ ઘણા ખુશ છે અને બધા હવે આ ફિલ્મને જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

image source

ફિલ્મ બેલબોટમમાં અક્ષય કુમાર એક ભારતીય જાસૂસનો રોલ કરતા દેખાશે જેને એક કિડનેપ કરવામાં આવેલા ભારતીય વિમાનોમાંથી બંધકોને છોડાવવાનું કામ સોંપવામાં આવે છે. ફિલ્મ જીવનની સાચી ઘટના પર આધારિત છે. લારા દત્તા પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના રોલમાં દેખાશે, જે એ સમયે સત્તામાં હતા. ફિલ્મમાં વાણી અક્ષય કુમારની પત્નીની રોલ કરશે.

Related Posts

0 Response to "અક્ષય કુમાર કોરોન્ટાઇન ખતમ કરી બહાર નીકળ્યા, લંડનની ગલીઓમાં યાદ આવી આ વાત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel