શિયાળામાં ભૂલ્યા વગર રોજ રાત્રે લગાવો આ હોમમેડ નાઇટ ક્રીમ, સવારમાં ઉઠતાની સાથે જ ચમકી જશે તમારો ચહેરો
દિવાળીના દિવસો આવી ગયા છે અને એમાંય વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. આ ઋતુમાં ચાલતી ઠંડી હવાઓની સૌથી વધારે
અસર તમારી સ્કિન પર પડે છે, જેના કારણે સ્કિન એકદમ રુસ્ક અને નિસ્તેજ થઈ જાય છે.

અને આ રુસ્ક અને નિસ્તેજ સ્કિન પર પીમ્પલસની સમસ્યાઓ પણ વધુ જોવા મળે છે. એવામાં આજે અમે તમને એક એવી હોમ મેડ ક્રીમ વિશે જણાવીશું જેના કારણે તમારી સ્કિનમાં મોઇશ્ચર જળવાઈ રહે છે અને તમારી સ્કિન ડ્રાય નહિ થાય અને સાથે સાથે તમારો ચહેરો પણ ગ્લો કરવા લાગશે.

ક્રીમ બનાવવાની સામગ્રી.
ફ્રેશ એલોવેરા જેલ- એક ટેબલ સ્પૂન

એલોવેરા જેલ ટ્યુબ- એક ટેબલ સ્પૂન ( જેમાં કેસર ચંદન હોય)

ગ્લિસરીન – 5 ટીપાં
બદામનું તેલ- 5 ટીપાં.
ક્રીમ બનાવવાની રીત.

ઉપર જણાવેલી બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો કારણ કે જેટલી સારી રીતે તમે એને મિક્સ કરશો, તમારી નાઈટ ક્રીમ એટલી જ સારી બનશે. હવે આ મિશ્રણને તમે કોઈ કન્ટેનર કે પછી કોઈ બોટલમાં સ્ટોર કરીને કોઈ સાફ જગ્યાએ મૂકી દો. તમે આ હોમ મેડ ક્રીમને મહિના સુધી આરામથી ઉપયોગમાં લઈ શકશો કારણ કે આ ક્રીમ ખરાબ નહિ થાય.
કેવી રીતે કરશો આ ક્રીમનો ઉપયોગ.

સૌથી પહેલા તમારા ચહેરાને સારી રીતે પાણીથી ધોઈ લો, જેથી કરીને મેકઅપ, ધૂળ, માટી તેમજ એક્સ્ટ્રા ઓઇલ નીકળી જાય. હવે આ ક્રીમથી ત્યાં સુધી મસાજ કરો જ્યાં સુધી આ ક્રીમ તમારી સ્કિનમાં એબસોર્બ ન થઈ જાય. લગભગ 5-6 મિનિટ સુધી આ ક્રીમથી તમારા ચહેરા પર મસાજ કરો. અને પછી આ ક્રીમને ઓવરનાઈટ છોડી દો.
કેમ ફાયદાકારક છે આ ક્રીમ?
આ ક્રીમ સ્કિનને અંદરથી નમી પ્રદાન કરે છે અને સ્કિનના ડેમેજ સેલ્સમાં નવો જીવ નાખે છે, જેના કારણે સ્કિન ડ્રાય નથી થતી.સાથે સાથે આનાથી સ્કિનમાં બ્લડ ફ્લો પણ વધી જાય છે અને જેના કારણે તમારી સ્કિન પર ગ્લો દેખાવા લાગે છે.

તો આ દિવાળી પર તમારા ચહેરાને દમકતો રાખવા માટે હમણાંથી જ શરૂ કરી દો આ હોમમેડ ક્રીમ લગાવવાની શરૂઆત જેથી કરીને
તમને પણ મળી જાય ગ્લોઇંગ સ્કિન
ટીપ- જો તમારી સ્કિન પર આ સામગ્રીઓ સૂટ કરતી હોય તો જ આ ક્રીમ તમારા ચહેરા પર લગાવો. જો આ હોમ મેડ ક્રીમ બનાવવામાં ઉપયોગમાં લેવાયેલી કોઈ વસ્તુ તમારી સ્કિનને સુટ ન થતી હોય તો તમે એ સામગ્રીને સ્કીપ કરી શકો છો.
0 Response to "શિયાળામાં ભૂલ્યા વગર રોજ રાત્રે લગાવો આ હોમમેડ નાઇટ ક્રીમ, સવારમાં ઉઠતાની સાથે જ ચમકી જશે તમારો ચહેરો"
ટિપ્પણી પોસ્ટ કરો