નાકમાં નથણી અને આંખમાં કાજલ આંજેલા આ અભિનેતાને તમે નહીં ઓળખી શકો
તાજેતરમાં અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ થઈ ચુકી છે. લોકોને આ ફિલ્મ ખૂબ પસંદ આવી રહી છે અને લોકોને અક્ષયનું કામ પણ ખૂબ ગમી રહ્યું છે. 9મી નવેમ્બરે આ ફિલ્મ રિલિઝ થઈ ગઈ છે. અક્ષય કુમારે આ ફિલ્મમાં કિન્નરનું પાત્ર ભજવ્યું છે અને સૌના આશ્ચર્ય વચ્ચે અભિનેતા શરદ કેલકરે પણ આ ફિલ્મમાં કિન્નરનું પાત્ર ભજવ્યું છે.

આશ્ચર્ય એટલા માટે કારણ કે ફિલ્મના ટ્રેલરમાં ક્યાંય પણ તેમની એક ઝલક પણ બતાવવામાં નહોતી આવી. આ પહેલાં સદાશિવ અમરાપુરકરે ફિલ્મ સડકમાં કિન્નરનું પાત્ર ભજવ્યું હતું તો આશુતોષ રાણા પણ આ પ્રકારનું પાત્ર ભજવી ચુક્યા છે. પણ હવે દેશના જાણીતા સુપર મોડેલ કિન્નરનું પાત્ર ભજવવા જઈ રહ્યા છે. અને તેમની જે તસ્વીર શેર કરવામાં આવી છે તેને જોઈ ભાગ્યે જ કોઈ કહી શકે કે તે વાસ્તવમાં કયા અભિનેતા છે.

તો અમે તમને જણાવી દઈએ કે આ અભિનેતા બીજું કોઈ નહીં પણ બોલીવૂડના જાણીતા અભિનેતા અને દેશના સુપર મોડેલ મિલિંદ સોમન છે. તેમણે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ્સ પર એક તસ્વીર શેર કરી છે અને તેમાં તેઓને તમે મહિલાના લૂકમાં જોઈ શકો છો. જો કે પ્રથમ નજરે તો કોઈ પણ ન કહી શકે કે તે વાસ્તવમાં મિલિંદ સોમન છે. આ તસ્વીરમાં તેઓ લાંબા વાળ, આંખમાં કાજલ,
નાકમાં નથ સાથે જોઈ શકાય છે. તેમના ફેન્સમાં મિલિન્દની આ પોસ્ટે ભારે જિજ્ઞાશા ઉત્પન્ન કરી છે.

આ તસ્વીર શેર કરતાં મિલિન્દે પોતાના આવનારા પ્રોજેક્ટ તરફ ઇશારો કરવાનો પ્રયાસ કર્યો છે. છેલ્લા કેટલાક દિવસ મેં મુંબઈ પાસે આવેલા કરજતમાં પસાર કર્યા, હવે ચેન્નઈ જઈ રહ્યો છું. મને ખબર છે કે હોળી નથી પણ જ્યારે તમને એક્ટ કરવાની તક મળે છે ત્યારે તમે સમય અને જગ્યા વિષે પ્રશ્ન નથી કરતા.

તમને કદાચ ખ્યાલ હશે કે મિલિંદ સોમને તાજેતરમાં પોતાના જન્મ દિવસ પર ગોવાના બીચ પરની પોતાની ન્યૂડ તસ્વીર શેર કરી હતી અને પોતાની જાતને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ તસ્વીર તેમના પત્ની અંકિતાએ લીધી હતી. આ તસ્વીરમાં મિલિંદ ગોવાના એક બીચ પર દોડી રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે ગોવાના બીચ પર નગ્ન અવસ્થામાં દોડવા માટે મિલિંદ વિરુદ્ધ ગોવામાં ફરિયાદ
પણ નોંધવામાં આવી છે.
Spent the last few days in Karjat near Mumbai, now off to Chennai 🙂 I know its not Holi but when you have the opportunity to act, you don’t question time and space .. pic.twitter.com/wjC16RLnBQ
— Milind Usha Soman (@milindrunning) November 10, 2020
મિલિન્દ સોમન પોતાના અલગ વ્યક્તિત્ત્વને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેઓ આજે દેશના એક પ્રભાવશાળી ફિટનેસ ફ્રીક છે. તેમને ચાલવું અને દોડવું ખૂબ પસંદ છે. તેઓ વિવિધ એક્સરસાઇઝ કરીને પણ પોતાના ફેન્સ સાથે તેની તસ્વીરો શેર કરે છે અને સાથે સાથે તેમના માતા પણ તેમની સાથે આટલી વયે પણ કોઈ યુવાનની જેમ પ્લેન્ક તેમજ પુશઅપ્સ કરે છે. મિલિન્દ પોતાના માતાની ખૂબ નજીક છે તમે જોશો કે તેમનું ટ્વિટર અકાઉન્ટ પણ મિલિન્દ ઉષા સોમન નામથી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "નાકમાં નથણી અને આંખમાં કાજલ આંજેલા આ અભિનેતાને તમે નહીં ઓળખી શકો"
ટિપ્પણી પોસ્ટ કરો