આ અભિનેત્રીઓએ શાહરુખ સાથે કર્યું હતું ફિલ્મોમાં ડેબ્યુ, અમુક રહી હિટ તો અમુક રહી સુપર ફ્લોપ
બોલિવુડના બાદશાહ શાહરુખ ખાને પોતાના કરિયરની શરૂઆત નાના પડદાથી કરી હતી. પણ હવે તો શાહરુખ ખાન મોટા પડદા પર રાજ કરે છે. શાહરૂખે વર્ષ 1992માં ફિલ્મ દીવાનાથી બોલીવુડમાં પગ મૂક્યો હતો. એ પછીથી શાહરૂખે ફેન્સના દિલોમા જગ્યા બનાવી લીધી હતી. કરિયરમાં ટોપ પે પહોંચતા સુધીમાં શાહરુખ ખાને જાતે પણ કેટલીક અભિનેત્રીઓને લોન્ચ કરી છે. અત્યાર સુધી ઘણી અભિનેત્રીઓ શાહરુખ ખાન સાથે ડેબ્યુ કરી ચુકી છે. જો કે એમાંથી કેટલીકનું કરિયર આગળ ન વધી શક્યું. આજે અમે તમને આવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમને શાહરુખ ખાન સાથે ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું.
દીપિકા પાદુકોણ.

બોલીવુડની ટોપ અભિનેત્રીઓમાંથી એક દીપિકા પાદુકોણએ ફિલ્મ ઓમ શાંતિ ઓમથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. એ ફિલ્મમાં એમની સાથે શાહરુખ ખાન હતા. ફિલ્મમાં બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. બોક્સ ઓફીસ પર ઓમ શાંતિ ઓમ સુપરહિટ રહી હતી અને દીપિકાનો કરિયર ગ્રાફ પણ અહીંયાંથી જ આગળ વધ્યો હતો.
અનુષ્કા શર્મા.

શાહરુખની જેમ અનુષ્કા શર્મા પણ થોડા સમયથી ફિલ્મોથી દૂર છે. અભિનેત્રી હાલ પોતાના પ્રોડક્શન હાઉસ પર પૂરેપૂરું ધ્યાન આપી રહી છે. સાથે સાથે પોતાની પ્રેગ્નન્સીને પણ એન્જોય કરી રહી છે. અનુષ્કાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત શાહરુખ સાથેની ફિલ્મ રબ ને બના દી જોડીથી કરી હતી. ફિલ્મમાં અનુષ્કાની સાદગી પર લોકો ફિદા થઈ ગયા હતા.
પ્રીતિ ઝિન્ટા.

શાહરુખ ખાન સાથે ડેબ્યુ કરનારી અભિનેત્રીઓની લિસ્ટમાં પ્રીતિ ઝિન્ટાનું નામ પણ સામેલ છે. પ્રીતિની પહેલી ફિલ્મ દિલ સે હતી.
એમાં એમનો કેમિયો રોલ હતો. પ્રીતિએ પોતાના કરિયરમાં ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે
શિલ્પા શેટ્ટી.
શિલ્પા શેટ્ટીની પહેલી ફિલ્મ શાહરુખ સાથે હતી. શિલ્પા અને શાહરુખ ખાને ફિલ્મ બાજીગરમાં એકસાથે કામ કર્યું હતું. આ શિલ્પની ડેબ્યુ ફિલ્મ હતી. ફિલ્મમાં એમનું નાનું પણ મહત્વનું પાત્ર હતું. શિલ્પા આજ સુધી ફેન્સના દિલો પર રાજ કરી રહી છે.
મહિમા ચૌધરી.

શાહરુખ ખાન સાથે મહિમા ચૌધરીએ ફિલ્મ પરદેશથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. એ સમયે મહિમા ટોપની અભિનેત્રીઓમાં સામેલ થઈ ગઈ હતી. જો કે જલ્દી જ એ ગ્લેમરની દુનિયાથી દૂર જતી રહી. એ ઘણા લાંબા સમયથી મોટા પડદા પર દેખાઈ નથી.
સૂચિત્રા કૃષ્ણમૂર્તિ.
સૂચિત્રા કૃષ્ણમૂર્તિએ શાહરુખ ખાન સાથે ફિલ્મ કભી હા કભી નાથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. પણ એમનું ફિલ્મી કરિયર એટલું શાનદાર નથી રહ્યું. વર્ષ 1999માં એમને શેખર કપૂર સાથે લગ્ન કરી લીધા અને ફિલ્મોથી દૂર થઈ ગઈ.
।
ઋષિતા ભટ્ટ.

ઋષિતા ભટ્ટને શાહરુખ ખાન સાથે ડ્રિમ લૉન્ચની તક મળી હતી. પણ એ એનો ફાયદો ન ઉઠાવી શકી. વર્ષ 2001માં ઋષિતાએ ફિલ્મ અશોકાથી બોલીવુડમાં પગ મૂક્યો હતો. જો કે એમનો કરિયર ગ્રાફ કઈ ખાસ વધી ન શક્યો.
ગાયત્રી જોશી.

વર્ષ 2004માં રિલીઝ થયેલી ફિલ્મ સ્વદેશથી ગાયત્રી જોશીએ શાહરુખ ખાન સાથે બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. જો કે આ એમની પહેલી અને છેલ્લી ફિલ્મ રહી હતી. વર્ષ 2005માં ગાયત્રીએ બિઝનેસમેન વિકાસ ઓબરોય સાથે લગ્ન કરી લીધા અને ફિલ્મી કરિયરને ટાટા બાય બાય કહી દીધું.
માહીરા ખાન.

શાહરુખ ખાન સાથે લોન્ચ થનારી અભિનેત્રીઓમાં પાકિસ્તાની અભિનેત્રી માહીરા ખાનનું નામ પણ સામેલ છે. માહિરાએ બૉલીવુડ
ફિલ્મોમાં ડેબ્યુ ફિલ્મ રઇસથી કર્યું હતું. જો કે આ ફિલ્મ માહીરાની પહેલી અને છેલ્લી હિન્દી ફિલ્મ રહી
0 Response to "આ અભિનેત્રીઓએ શાહરુખ સાથે કર્યું હતું ફિલ્મોમાં ડેબ્યુ, અમુક રહી હિટ તો અમુક રહી સુપર ફ્લોપ"
ટિપ્પણી પોસ્ટ કરો