સુરત : ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં આગને પગલે લોકોમાં ભયનો માહોલ, દર્દીઓએ માસ્ક અને ઓક્સિજન બોટલ સાથે જીવ બચાવવા દોટ મુકી
સુરતમાં ફરી વાર આગની ઘટના સામે આવી છે. સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલી ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ દર્દીઓ અને ડોક્ટરોમાં નાસભાગ મચી ગઈ હતી. આગની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ત્રણ ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હોસ્પિટલમાં રહેલા દર્દીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ટ્રાઈસ્ટાર હોસ્પિટલ પહોંચેલા ફાયરના જવાનોએ બીજા માળે ઇમરજન્સીમાંથી લગભગ 15-20 જેટલા દર્દીઓને ગ્લુકોઝની બોટલ સાથે રેસ્કયુ કર્યા હતા. જ્યારે કેટલાક દર્દીઓને માસ્ક અને ઓક્સિજન બોટલ સાથે જ રેસ્ક્યુ કરાયા હતા.

મેં તાત્કાલિક 102 પર ફાયરને જાણ કરી
જો કે પ્રાથમિક માહિતી પ્રમાણે આ આગ લાગવા પાછળનું કારણ કેબલમાં શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે કલાક જેટલા સમયમાં ફાયરના જવાનોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો. હાલ પરિસ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે. મહેન્દ્ર અગ્રવાલ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, મારે મેડિકલ ઇન્સ્યોરન્સ હોવાથી હું આજે આંખના મોતિયા અને ડાબા હાથની વચલી આંગળીમાં રસોડીના ઓપરેશન માટે એપોઇન્મેન્ટ લેવા ગયો હતો. ટ્રાઈસ્ટાર હોસ્પિટલના વોચમેને પહેલા માળે જવા કહ્યું હતું. જ્યાં પહોંચતાની સાથે જ એક સિક્યુરિટી ગાર્ડે ભાગો ભાગો આગ લાગીની બુમાબુમ કરી દેતા હું દોડીને બહાર આવી ગયો હતો. ત્યારબાદ અંદર નજર કરતા કાળા ધુમાડા નીકળતા થઈ ગયા હતા. ખૂબ જ દુર્ગન્ધ મારતા હોવાથી મેં તાત્કાલિક 102 પર ફાયરને જાણ કરી હતી. ગણતરીની મિનિટોમાં ફાયરના જવાનો દોડી આવ્યા હતા.

દર્દીઓને અને તેમનાં સગાંમાં ભાગદોડ મચી
આગની ઘટનાની ખબર મળતા જ લોકોંમાં ઘબરાહટનો માહોલ છવાયો હતો. બીજા માળે ઇમરજન્સીમાંથી લગભગ 15-20 જેટલા દર્દીઓને ગ્લુકોઝના બોટલ સાથે બહાર કાઢ્યા હતા. કેટલાકને માસ્ક અને ઓક્સિજન બોટલ સાથે જ રેસ્ક્યુ કરાયા હતા. આગ લાગવા પાછળનું કારણ લગભગ કેબલમાં શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે કેટલાક કલાકોમાં જ ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. હાલ પરિસ્થિતિ સામાન્ય હોય એમ કહી શકાય છે.

ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં આગને પગલે દર્દીઓને અને તેમનાં સગાંમાં ભાગદોડ મચી ગઈ હતી. ફાયરના કાફલાએ ઘટનાસ્થળે પહોંચી પહેલા દર્દી અને તેમનાં સગાંને રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા હતા. ફાયર વિભાગ દ્વારા એક કલાકે આગ પર કાબૂ મેળવવાના સફળતા મળી હતી. આગ પર કાબુ મેળવી લેવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આસપાસના લોકો દોડી આવ્યા
Gujarat: Fire breaks out at a hospital in Athwalines area of Surat; fire fighting operations underway. pic.twitter.com/xW9S4zggxv
— ANI (@ANI) November 18, 2020
તો બીજી તરફ આ આગની જાણ થતાં નજીકમાં પોઈન્ટ પર ફરજ બજાવતા ટીઆરબી જવાન પણ દોડી આવ્યા હતા. આગની જાણ થતાં ફાયર કાફલો પણ પહોંચી ગયો હતો. પ્રથમ ફાયર વિભાગે દર્દીઓનું રેસ્કયૂ હાથ ધર્યું હતું, જેમાં ટીઆરબી જવાન, રાહદારીઓ, નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોની મદદથી ફાયરના જવાનોએ દર્દીઓને બહાર કાઢ્યા હતા.
ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં આગને પગલે આસપાસથી લોકો મદદે દોડી આવ્યા હતા. ફાયર વિભાગના કાફલાને લોકોએ મદદ કરી હતી. હોસ્પિટલમાંથી દર્દીઓને અન્ય હોસ્પિટલ ખસેડવામાં લોકોએ મદદ કરી હતી. નોંધનિય છે થોડા સમય પહેલા અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં પણ આગ નો બનાવ સામે આવ્યો હતો. જેમા લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "સુરત : ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં આગને પગલે લોકોમાં ભયનો માહોલ, દર્દીઓએ માસ્ક અને ઓક્સિજન બોટલ સાથે જીવ બચાવવા દોટ મુકી"
ટિપ્પણી પોસ્ટ કરો