નાના બાળકે ચાલુ ટ્રેનમાં કર્યો ભયંકર સ્ટંટ, વીડિયો સોશિયલ મીડિયા પર પ્રકાશની ગતિએ વાયરલ, લોકોએ ખુબ વખાણ્યો
આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ બહોળી માત્રામાં કરીએ છીએ. તેમજ રોજ કોઈને કોઈ સારો વીડિયો આપણા ધ્યાને આવે તો તેને શેર કરતા હોઈએ છીએ. એ જ રીતે હાલમાં એક એવો વીડિયો સામે આવ્યો છે જેને તમે વાંરવાર જોશો અને શેર કરશો. તો જાણીએ કે એવું તો શું છે કે વીડિયો જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. એક બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. કારણ કે આ બાળકે ચાલતી ટ્રેનની અંદર એક ખતરનાક સ્ટંટ કર્યો છે. તેણે ખુબ જ અજીબ રીતે બેકફ્લિપ મારી છે અને બધાને ચોંકાવી દીધા છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને દરેક જણ બાળકની ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે.
આ સ્ટંટ ઈન્સ્ટાગ્રામ યુઝર આરિફ દ્વારા કરવામાં આવ્યો હતો. આ વીડિયો તેણે પોતાની પર્સનલ પ્રોફાઇલમાં મૂક્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે તે ચાલતી ટ્રેનની અંદર ઉભો હતો. નજીકના ગેટ પર બે લોકો ઉભા છે. તે કેમેરા જોઈને બેકફ્લિપ ફટકારે છે. વીડિયો સ્લો મોશનમાં બતાવવામાં આવ્યો છે. તમે પણ વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ જશો અને આ વીડિયોને ફરી ફરીથી જોવાનું પસંદ કરશો.
આ વીડિઓ 1 નવેમ્બરના રોજ શેર કરવામાં આવ્યો હતો, જેણે અત્યાર સુધીમાં 2.7 લાખ વ્યૂ મેળવ્યા છે. તેમજ 35 હજારથી વધુ લાઈક્સ થઈ ચૂકી છે. ઘણા લોકોએ બાળકની પ્રતિભાની પ્રશંસા કરી. એક યુઝરે લખ્યું, ‘ઓહ ગોડ, શું પરફેક્ટ બેકફ્લિપ છે.’ બીજા યુઝરે લખ્યું, ‘ચાલતી ટ્રેનમાં બેકફ્લિપને ટક્કર મારવી ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. પરંતુ આ બાળક ખરેખર શાનદાર છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
સપ્ટેમ્બર મહિનામાં એક સારા સમાચાર આવ્યા હતા કે ટ્રેનમાં મુસાફરી કરવા માંગતો લોકો માટે શતાબ્દી, હમસફર અને એસી સુપરફાસ્ટ સહિત ટ્રેન ચાલુ થઈ હતી. તત્કાલ ટ્રેન બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. તમે રેલવેના પીઆરએસ કાઉન્ટર અથવા IRCTCની આધિકારીક વેબસાઈટ કે એપ પરથી તત્કાલ ટિકિટ બુકિંગ કરાવી શકો છો. કુલ 80 ટ્રેન માટે તત્કાલ ટિકિટનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. 12 સપ્ટેમ્બરથી 40 ખાસ ટ્રેન ચલાવવાની યોજના ભારતીય રેલવે કરી છે. રેલવેએ આ સ્પેશિયલ ટ્રેનો ચલાવવા માટે કેટલીક ગાઈડલાઈન પર રાખી છે. તેના પાલન સાથે જ મુસાફરી કરી શકાશે. આ ટ્રેનમાં કન્ફર્મ ટીકિટ હશે તેવા લોકો જ મુસાફરી કરી શકશે. વેઈટિંગમાં ટિકિટ હોય તેવા લોકો સફર નહીં કરી શકે. શતાબ્દી ટ્રેનમાં માંગ કરવામાં આવશે, ત્યારે જ ભોજન મળશે. સાથે જ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું ફરજિયાત પાલન કરવાનું રહેશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "નાના બાળકે ચાલુ ટ્રેનમાં કર્યો ભયંકર સ્ટંટ, વીડિયો સોશિયલ મીડિયા પર પ્રકાશની ગતિએ વાયરલ, લોકોએ ખુબ વખાણ્યો"
ટિપ્પણી પોસ્ટ કરો