પગ પર જન્મનું નિશાન હોય એ લોકો નથી લઇ શકતા પોતાના નિર્ણયો જાતે, જાણો શરીર પરના બીજા નિશાન વિશે…

આપના શરીર પર બનેલ બર્થમાર્ક ખોલે છે આપના ભવિષ્ય સાથે સંબંધિત ઘણા બધા રહસ્યો…

મોટાભાગના વ્યક્તિઓના શરીર પર જે નિશાન હોય છે તેને આપણે બર્થમાર્ક કહીએ છીએ. આ બર્થમાર્ક અલગ અલગ રંગના હોઈ શકે છે. વ્યક્તિના શરીર પર બર્થમાર્કના નિશાનના રંગ કાળો, સફેદ, લાલ કે પછી ત્વચા કરતા થોડા હળવા રંગના હોઈ શકે છે. પ્રચલિત માન્યતાઓનું માનીએ તો વ્યક્તિના શરીર પર આ નિશાન એમ જ નથી હોતા. એના હોવાનું કોઈને કોઈ કારણ અવશ્ય હોય છે. શરીર પરના બર્થમાર્ક એક વ્યક્તિ વિષે અનેક બાબતો વિષે જણાવે છે. આજે અમે આપને આવા જ નિશાનોના વિષયમાં જણાવવાનો પ્રયત્ન કરીશું અને સમજીશું કે તેની સાથે જોડાયેલ રહસ્યો વિષે…

પગ પર બર્થમાર્ક:

જે વ્યક્તિઓના પગમાં બર્થમાર્ક હોય છે તેવા વ્યક્તિનો સ્વભાવ કન્ફયુઝ નેચર વાળો હોય છે. એમને નિર્ણય લેવામાં ખુબ જ કઠીનાઈ આવે છે. આવી વ્યક્તિ પોતાના નિર્ણય માટે મોટાભાગે અન્ય વ્યક્તિઓ પર આધાર રાખે છે. આ વ્યક્તિઓ સાચા અને ખોટનો નિર્ણય પણ કરી શકતા નથી. એમનામાં પ્રતિભા ઠાંસી ઠાંસીને ભરેલી હોય છે પરંતુ તેઓ તેનો ઉપયોગ યોગ્ય રીતે કરી શકતા નથી.

ડાબા કે પછી જમણા ખભા પર બર્થમાર્ક:

કોઈ વ્યક્તિના શરીરમાં ખભા પર બર્થમાર્ક હોય તે વ્યક્તિની આર્થિક સ્થિતિ દર્શાવે છે. જે વ્યક્તિઓના જમણા ખભા પર બર્થમાર્ક હોય છે તેમને ખુબ જ વધારે આર્થિક કઠીનાઈઓનો સામનો કરવો પડે છે. તેમનાથી વિપરીત જેમના ડાબા ખભા પર બર્થમાર્ક હોય છે તેઓ એક સુખી જીવન પસાર કરે છે આ એક સારો સંકેત સમજવામાં આવે છે.

હાથ અને આંગળીઓ પર બર્થમાર્ક:

જે વ્યક્તિના હાથ કે પછી આંગળીઓ પર બર્થમાર્ક હોય છે આવી વ્યક્તિઓ ખુબ જ મહેનતી હોય છે. એમને જે જોઈએ છે તે મેળવીને જ રહે છે. આ લોકો બસ કિસ્મતથી દગો ખાઈ છે. મહેનત કરવા છતાં પણ સફળતા પ્રાપ્ત નથી કરી શકતા. જો આ નિશાન આપના હાથની અંદરના ભાગમાં છે તો આપની પાસે ખુબ જ પૈસા હશે.

પેટ પર બર્થમાર્ક:

જે લોકોના પેટ પર બર્થમાર્ક હોય છે તેમનો સ્વભાવ લાલચી સ્વભાવના હોય છે. આવી વ્યક્તિઓ દરેક વ્યક્તિની સાથે સ્વાર્થી રહે છે. આવા વ્યક્તિઓને લોકો વધારે પસંદ કરતા નથી. આવી વ્યક્તિઓને દરેક જગ્યાએ પોતાનો જ ફાયદો જોવે છે. આવા લોકોના મિત્રોની સંખ્યા પણ ખુબ જ ઓછી હોય છે.

જડબું કે પછી કાનની નીચે બર્થમાર્ક:

જે વ્યક્તિના જડબા પર કે પછી કાનની નીચે બર્થમાર્ક હોય છે એનો મતલબ આપનું જીવન અવ્યવસ્થિત અને મુશ્કેલીઓથી ભરેલું છે. એમને કોઈને કોઈ બીમારી થતી જ રહે છે. એમના જીવનમાં અનુશાસન નામની કોઈ વસ્તુ હોતી નથી. એમની લાઈફસ્ટાઈલ ઘણી અવ્યવસ્થિત હોય છે. પરંતુ આ લોકો કોઈની ચિંતા કર્યા વગર જિંદગીને એન્જોય કરીને જીવે છે.

જમણા અને ડાબા ગાલ પર બર્થમાર્ક:

જમણા ગાલ પર બર્થમાર્ક ધરાવતા લોકો ટેન્શનમાં ખુબ જ જલ્દી આવી જાય છે. એમના જીવનમાં આર્થિક સમસ્યા ઘણા વધારે પ્રમાણમાં બની રહે છે. ત્યાં જ જો આ નિશાન ડાબા ગાલ પર છે તો વ્યક્તિ પૈશનેટ સ્વભાવના હોય છે. તેઓ અત્યંત ખુશનુમા મિજાજ ધરાવતા હોય છે.

દાઢી પર બર્થમાર્ક:

દાઢી પર કે પછી ચિન પર બર્થમાર્ક ધરાવતા લોકોને ગુસ્સો વધારે આવે છે. આવી વ્યક્તિઓ ખુબ જ ગરમ મિજાજ ધરાવે છે એમને નાની નાની વાત પર ગુસ્સો આવી જાય છે. આવા લોકો દગો પણ જલ્દી મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "પગ પર જન્મનું નિશાન હોય એ લોકો નથી લઇ શકતા પોતાના નિર્ણયો જાતે, જાણો શરીર પરના બીજા નિશાન વિશે…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel