યે રિશ્તા..ની આ અભિનેત્રીને ન્યુમોનિયા સાથે થયો કોરોના, હાલત નાજુક થતા હાલમાં વેન્ટિલેટર પર, લોકોને પ્રાર્થના કરવાની કરી અપીલ
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ની અભિનેત્રી દિવ્યા ભટનાગર કોરોના વાયરસનો ભોગ બની છે. એક્ટ્રેસની માતા અને ભાઈને અભિનેત્રીની તબિયત અંગેની માહિતી મળી કે તરત તેઓ દિલ્હીથી મુંબઈ આવી ગયા છે.

દિવ્યાની માતાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમની દીકરીની તબિયત ખૂબ જ નાજુક છે અને હાલ તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં દિવ્યાએ ગુલાબોનો રોલ પ્લે કર્યો હતો. દિવ્યાને પહેલા મુંબઈની એસ આર વી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે, તેની તબિયત વધુ ગંભીર થતાં હવે તેને સેવન હિલ્સમાં શિફ્ટ કરી દેવામાં આવી છે.

26 નવેમ્બરના રોજ દિવ્યાની તબિયત વધારે બગડતાં તેને મુંબઈની ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. દિવ્યાને ન્યૂમોનિયાનું નિદાન થયું હતું. આ વિશે દિવ્યાની માતાએ કહ્યું હતું, ‘છેલ્લાં છ દિવસથી દિવ્યાને તાવ આવતો હતો અને તેને અશક્તિ જેવું લાગતું હતું. હું તથા મારો દીકરો દિલ્હીથી મુંબઈ આવ્યા. ઘરમાં ઓક્સિમીટર પર દિવ્યાનું ઓક્સિજન લેવલ ચેક કર્યું તો તે 71 જેટલું હતું. અને એ પછી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. અને ત્યાં તરત જ તેને વેન્ટિલેટર પર મૂકવામાં આવી હતી. હવે તેનું ઓક્સિજન લેવલ 84 છે. જોકે, તેની તબિયત હજી પણ નાજુક છે. તેનો કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.’

સોશિયલ મીડિયા પર દિવ્યાએ પોતાની તબિયત અંગે પોસ્ટ શૅર કરી હતી. તેણે પોતાનો એક ફોટો શેર કર્યો હતો જેમાં તે હોસ્પિટલના પલંગ પર છે અને તેને આ ફોટો શેર કરતા લખ્યું છે કે, ‘હું ઝડપથી સાજી થાઉં તે માટે પ્રાર્થના કરજો.’ આ ફોટામાં દિવ્યાએ ઓક્સિજન માસ્ક પહેર્યો છે અને તેના ચહેરા પર સ્મિત છે.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં દિવ્યાએ પરિવારની મરજી વિરુદ્ધ ગગન સાથે લગ્ન કર્યાં હતાં. ગગન પણ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં જ કામ કરે છે. તે રિયાલિટી શો સાથે જોડાયેલો છે. દિવ્યા છેલ્લાં કેટલાંક દિવસથી બીમાર હતી અને ગગન તેને આવી હાલતમાં છોડીને જતો રહ્યો હતો.

આ વિશે દિવ્યાની માતાએ દાવો કર્યો હતો કે ‘ગગન એક ફ્રોડ વ્યક્તિ છે. તેણે દિવ્યાને આવી હાલતમાં છોડી દીધી અને પછી એક પણ વાર ફોન કરીને તેના ખબર અંતર પણ નથી પૂછ્યા. લગ્ન પહેલાં દિવ્યા મીરા રોડ સ્થિત આવેલા મોટા ઘરમાં રહેતી હતી. જોકે, લગ્ન બાદ તે ઓશિવારામાં રહેવા આવી ગઈ હતી. અહીંયાનું ઘર બહુ જ નાનું છે.’

દિવ્યા હાલમાં ‘તેરા યાર હૂ મેં’ નામની સિરિયલમાં કામ કરતી હતી. દિવ્યાની માતા સિરિયલના પ્રોડક્શન હાઉસ શશિ-સુમિતના સતત સંપર્કમાં છે. આ પ્રોડક્શન હાઉસ દિવ્યાની સારવાર માટે આર્થિક રીતે મદદ કરી રહ્યાં છે.
દિવ્યા ‘ઉડાન’, ‘જીત ગઈ તો પિયા મોરે’, ‘વિશ’, ‘સિલસિલા પ્યાર કા’ જેવી સિરિયલમાં કામ કર્યું છે
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "યે રિશ્તા..ની આ અભિનેત્રીને ન્યુમોનિયા સાથે થયો કોરોના, હાલત નાજુક થતા હાલમાં વેન્ટિલેટર પર, લોકોને પ્રાર્થના કરવાની કરી અપીલ"
ટિપ્પણી પોસ્ટ કરો