જો તમે રાખશો આ એક જ બાબતનું ધ્યાન, તો તમારું બાળક ક્યારે નહિં બને મેદસ્વિતાનું ભોગ
વિટામીન Dની કમી વિશે જાણ થતાં આપણે એવું વિચારીએ કે ડોક્ટર બ્લડ રિપોર્ટને આધારે નક્કી કરેલા ડોઝની ટીકડી લખી આપે એટલે કમી દૂર થઇ જશે તો આ બાબત સંપૂર્ણ સત્ય નથી. એટલા માટે કે માત્ર દવાના જોરથી વિટામીનની કમી દૂર કરવી એ સંપૂર્ણ ઉપચાર નથી. વિટામીન Dની બનાવટ માટે આવશ્યક સૂર્યકિરણો અને તેથી પણ વિશેષ વિટામીન D બનવા માટે આવશ્યક સૂર્યકિરણો ત્વચા નીચે રહેલાં તત્વ સુધી પહોંચે તે માટે ચામડીમાં રહેલાં લોમરંધ્રો દ્વારા શોષણ યોગ્ય રીતે થવું જરૂરી છે.
ત્યારબાદ લિવર-કિડનીમાં થતાં પરિણમનની ક્રિયા યોગ્ય થાય તે માટે લિવર અને કિડનીની કાર્યક્ષમતા જળવાય તે પણ જરૂરી છે.જો તમે તમારાં બાળકોનાં સ્વાસ્થ્ય માટે ચિંતિત છો અને તેમને મેદસ્વિતાથી બચાવવા માગો છો તો તમે એ વાતનું ધ્યાન રાખો કે તેમનામાં વિટામિન-Dની ઊણપ ન સર્જાય. બાળક જન્મે ત્યારથી 1 વર્ષ સુધી તેને યોગ્ય માત્રામાં વિટામિન-D મળી રહે તેનું ધ્યાન રાખો. વિટામિન-Dની ઊણપ સર્જાવાથી બાળકોમાં મેટાબોલિક સિન્ડ્રોમનું જોખમ વધી જાય છે. આમ થવા પર તેમનામાં 16-17 વર્ષની ઉંમરમાં જ બ્લડ શુગર, કોલેસ્ટેરોલ અને ફેટની માત્રા વધી જાય છે.
અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કરેલા રિસર્ચ અનુસાર, જો બાળકોને શરૂઆતથી જ વિટામિન-D મળી રહે છે તો ભવિષ્યમાં હાર્ટ ડિસીઝ, સ્ટ્રોક અને ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ ઘટે છે.
રિસર્ચ
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો બાળકોને વિટામિન-D યુક્ત દૂધ પીવડાવવામાં આવે તો મેદસ્વિતાનું જોખમ ઘટે છે. આ જોખમ સમજવા માટે વૈજ્ઞાનિકોએ ચિલીનાં 1800 બાળકો પર રિસર્ચ કર્યું હતું. તેમાં 300 બાળકોનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટમાં સામે આવ્યું કે, જે બાળકોમાં 1 વર્ષની ઉંમર સુધી વિટામિન-Dની ઊણપ હતી તેમનામાં 1થી 5 વર્ષની ઉંમરમાં બોડી માસ ઈન્ડેક્સ વધવાની શરૂઆત થઈ. વધારે બોડી માસ ઈન્ડેક્સ મેદસ્વિતા વધી રહી છે કે કેમ તે કહી આપે છે.
વિટામિન-Dની ઊણપનું કારણ
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વિટામિન-D ફેટ સેલ્સ બનવાની પ્રક્રિયા પર રોક લગાવે છે, પરંતુ ન તો બાળકો તડકામાં રમવાનું પસંદ કરે છે ન તો માતાઓ બહાર નીકળે છે. તેથી સૂર્યપ્રકાશમાંથી મળી રહેતાં વિટામિન- Dની ઊણપ રહે છે. માતાઓમાં પણ તેની ઊણપ હોવાથી બ્રેસ્ટ ફીડિંગથી પણ તેની પૂર્તિ થતી નથી.
કિશોરાવસ્થા સુધી અસર જોવા મળે છે
રિસર્ચ પ્રમાણે, જે બાળકોને 1 વર્ષની ઉંમર સુધી યોગ્ય માત્રામાં વિટામિન-D મળ્યું તેમનામાં 16-17 વર્ષની ઉંમર સુધી બ્લડ શુગર, કોલેસ્ટેરોલ અને ટ્રાઈ ગ્લિસરાઈડ લેવલ હેલ્ધી જોવા મળ્યું.
એક્સપર્ટ કહે છે કે, સવારે 9 વાગ્યા પહેલાં સૂર્યપ્રકાશમાં 1 કલાક પસાર કરવામાં આવે તો પણ વિટામિન-Dની ઊણપની પૂર્તિ થાય છે. ઈમોરી યુનિવર્સિટીના એક રિસર્ચ પ્રમાણે, અમેરિકામાં 9% બાળકો વિટામિન- Dની ઊણપથી પીડિત છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "જો તમે રાખશો આ એક જ બાબતનું ધ્યાન, તો તમારું બાળક ક્યારે નહિં બને મેદસ્વિતાનું ભોગ"
ટિપ્પણી પોસ્ટ કરો