જાણો કઇ ઉંમરમાં કઢાવવી જોઇએ ડાહપણની દાઢ, સાથે જાણો ડાહપણની દાઢાના દુખાવાને દૂર કરતા આ ઘરેલુ ઉપાયો વિશે
ડહાપણની દાઢ દરમિયાન થતી પીડા માટેના ઘણા કારણો હોઈ શકે છે.મોંના અન્ય દાંત સીધા ના હોવાના કારણે પણ દાંતમાં દુખાવો થઈ શકે છે.આને કારણે ડહાપણવાળા દાંતને મોમાં જગ્યા નથી મળતી જેના કારણે દાંતોમાં તીવ્ર દુખાવો થાય છે.
ડહાપણવાળી દાઢ પેઢાના અંતમાં આવે છે.મોટાભાગના લોકોમાં 17 થી 25 વર્ષ સુધીમાં જ ડહાપણની દાઢ આવી જાય છે.તે જ સમયે કેટલાક લોકોને ઘણા વર્ષો પછી ડહાપણની દાઢ આવે છે.જો તમને હજુ સુધી ડહાપણવાળી દાઢ નથી આવી તો અમે તમને જણાવી દઈએ કે ડહાપણની દાઢ આવવા દરમિયાન ખૂબ પીડા થાય છે.જ્યારે ડહાપણ દાઢ આવે છે,ત્યારે તેઓ આખી જગ્યા શોધી શકતા નથી.આ સમયમાં દાઢ પોતાને માટે મોમાં જગ્યા બનાવવા માટે અન્ય દાંતને દબાણ કરે છે.

આને કારણે પેઢામાં પણ દબાણ રહે છે અને તેના કારણે પેઢામાં દુ: ખાવો અને સોજો થવાની ફરિયાદો રહે છે.ઘણા લોકો પીડાથી બચવા માટે ડહાપણવાળી દાઢ કઢાવી નાખે છે.આ દાઢ કઢાવ્યા પછી પણ મોમાં થતો દુખાવો દૂર નથી થતો,કારણ કે તમે ઉમર પેહલા જ તમારી દાઢ કાઢવો છો.તેથી આજે અમે તમને જણાવીશું કે દુખાવાથી બચવા માટેના ઘરેલુ ઉપાય વિશે.
ડહાપણવાળી દાઢ આવવાના લક્ષણો

ચહેરા પર,પેઢામાં અને ગળાની આસપાસ સોજો આવવાની ફરિયાદો
મોંનો સ્વાદ ખરાબ થવો
ગંભીર દાંતમાં દુખાવો
ખાવા-પીવામાં મુશ્કેલી થવી
વારંવાર માથાનો દુખાવો
મોમાં ખરાબ વાસ આવવી
કેટલીકવાર તાવ પણ આવી શકે છે.
દુખાવો થવાના કારણો
ડહાપણ દાઢમાં થતી પીડા માટેના ઘણા કારણો હોઈ શકે છે.ઘણા લોકોના મોના દાંત સીધા નથી હોતા તેના કારણે ડહાપણની દાઢ મોમાં પોતાની જગ્યા મેળવી શક્તિ નથી.જેના કારણે દાઢમાં અને પેઢામાં ખુબ જ દુખાવો થાય છે.

આ સિવાય ડહાપણની દાઢ તદ્દન પાછળ હોય છે,જેના કારણે આપણે તેને સારી રીતે સાફ કરી શકતા નથી.સફાઇના અભાવને કારણે પણ દાંતની આસપાસ ચેપ ફેલાય છે.આ ચેપને કારણે દાંતની આસપાસ અસહ્ય પીડા થાય છે અને તેથી ડહાપણવાળા દાંતમાં દુખાવો થવાની સંભાવના નોંધપાત્ર રીતે વધે છે.પેઢામાં થતી અન્ય કોઇ સમસ્યાઓના કારણે પણ તમને તમારા ડહાપણના દાંતમાં દુખાવો થઈ શકે છે.
પીડા ઘટાડવા માટે ઘરેલું ઉપાય
લવિંગ
જો દાંતમાં કોઈપણ પ્રકારનો દુખાવો થાય છે,તો તે દુખાવો દૂર કરવા માટે લવિંગનો સૌથી વધુ ઉપયોગી છે. લવિંગનો ઉપયોગ ડહાપણના દાઢ માટે પણ થાય છે.લવિંગમાં એનેસ્થેટિક અને એનાલજેસાઇટ ગુણધર્મો હોય છે,જે દાંતના દુખાવામાં રાહત માટે મદદગાર છે.આ સિવાય લવિંગમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી સેપ્ટિક ગુણ પણ છે,જે તમારા મોમાં ફેલાતા ચેપના રોકવામાં મદદ કરી શકે છે.
લસણ

લસણ આરોગ્ય માટે તેમજ ડહાપણની દાઢમાં થતી પીડાને દૂર કરવા માટે ફાયદાકારક છે.લસણમાં એન્ટી બાયોટિક,એન્ટીઓકિસડન્ટ અને એન્ટી એફ્લોમેટ્રી જેવા ઘણા ઔષધીય ગુણધર્મો છે,જે આપણા માટે ફાયદાકારક છે.તમે લસણના ઉપયોગથી મોંમાં રહેલા બેક્ટેરિયાને સાફ કરી શકો છો.
મીઠું

જો તમે મીઠાના પાણીથી કોગળા કરો છો,તો તે મોમાં થતી પીડાથી ઝડપથી રાહત આપે છે.મીઠાના પાણીથી પેઢાનો દુખાવા અને સોજા ઓછા થાય છે.તેના ઉપયોગથી મોમાં ચેપનું જોખમ પણ ઘટાડી શકાય છે.મીઠાનું પાણી તમારા ગળા માટે પણ સારું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "જાણો કઇ ઉંમરમાં કઢાવવી જોઇએ ડાહપણની દાઢ, સાથે જાણો ડાહપણની દાઢાના દુખાવાને દૂર કરતા આ ઘરેલુ ઉપાયો વિશે"
ટિપ્પણી પોસ્ટ કરો