તારક મહેતા..’ના આ ફેમસ વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવતા જેઠાલાલ, બબિતાથી લઇને આખી ટીમ ટેન્શનમાં….
સબ ટીવીના લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત કુમાર મોદી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આ અંગે તેમણે જણાવ્યું કે મને કોરોનાના લક્ષણો જણાતા મે ટેસ્ટ કરાવ્યો હતો જે રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ત્યાર બાદ અશિત મોદી આઈસોલેટ થયા છે. નિર્માતાએ ટ્વિટ કર્યું હતું કે, “કોવિડ -19 ના કેટલાક લક્ષણો મળ્યા પછી, મે પરીક્ષણ કરાવ્યું હતું અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે પણ કોઈ મારા સંપર્કમાં આવ્યા હોય તે કૃપા કરીને સુરક્ષિત રહે અને નિયમોનું પાલન કરે. મારી ચિંતા કરશો નહીં, તમારા પ્રેમ, પ્રાર્થના આશીર્વાદથી હું જલ્દી જ ઠીક થઈ જઈશ.
અસિત મોદીએ પોતે ટ્વીટ કરીને માહિતી આપી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલના નિર્માતા અસિત મોદીને કોરોના સંક્રમણ થયું છે. અસિત મોદીએ પોતે ટ્વીટ કરીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ અસિત મોદીના પત્ની નીલા તેમજ તેના પુત્ર ઈશાંક પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. અસિત મોદી સબ ટીવી પર આવતા લોકપ્રિય શો તરાક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર છે અને તેમણે ટ્વિટર પર જણાવ્યું કે, તેઓને કોરોનાના લક્ષણો જણાતા ટેસ્ટ કરાવ્યો હતો અને તે પોઝિટિવ આવ્યો છે. તેમણે પોતાને આઈસોલેટ કરી લીધા છે અને તેમના સંપર્કમાં આવેલા તમામને પ્રોટોકોલનું પાલન કરવા આદેશ કર્યો છે.
After some symptoms of COVID19,I got myself tested & Report came positive.I have isolated myself.I request🙏🏻who has come in my contact to be careful and follow the protocol.😊आप मेरी चिंता ना करें,आप के प्यार❤️प्रार्थना🙏🏻आशीर्वाद से मैं जल्दी ठीक हो जाऊँगा.आप😀मस्त 💪स्वस्थ रहें
— Asit Kumarr Modi (@AsitKumarrModi) November 20, 2020
જુલાઇમાં આ શો માટે શૂટિંગ શરૂ થયું હતું
તમને જણાવી દઈએ કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું નિર્માણ અસિત કુમાર મોદીની બ્લુ ટેલી ફિલ્મ્સના બેનર હેઠળ કરવામાં આવે છે. લોકડાઉન પછી જુલાઇમાં આ શો માટે શૂટિંગ શરૂ થયું હતું. અસિત મોદીએ અંગ્રેજી અને હિન્દીમાં ટ્વીટ કરીને પોતાને કોરોના સંક્રમણ થયું હોવાનું જણાવ્યું હતું.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ 12 વર્ષ પૂર્ણ કર્યા
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ તાજેતરમાં જ 12 વર્ષ પૂર્ણ કર્યા હતા. આ સિરિયલ હાલમાં બે કલાકારોને કારણે ચર્ચામાં છે. આ સિરિયલમાં અંજલિભાભીનું પાત્ર ભજવતી નેહા મહેતા તથા મિસ્ટર સોઢીનો રોલ કરતો ગુરુચરણે આ શો છોડી દીધો છે. હવે આ બંનેના સ્થાને નવા કલાકારો પણ આવી ગયા છે અને તેમણે શોનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. નેહા મહેતાના સ્થાને એક્ટ્રેસ સુનૈના ફોઝદારને લેવામાં આવી છે.
કોણ છે સુનૈના ફોઝદાર?
19 જુલાઈ, 1988માં મુંબઈમાં જન્મેલી સુનૈનાએ વર્ષ 2007થી ટીવી સિરિયલ ‘સંતાન’થી કરિયરની શરૂઆત કરી હતી. સુનૈનાએ અનેક સિરિયલમાં કામ કર્યું છે. સુનૈનાએ ‘કૂબૂલ હૈં’, ‘અદાલત’, ‘રહેના હૈં તેરી પલકો કી છાંવ મેં’, ‘લાગી તુઝસે લગન’, ‘હમસે હૈં લાઈફ’, ‘પ્રિયા બસંતી રે’, ‘મહીસાગર’, ‘એજન્ટ રાઘવ’, ‘ડોલી અરમાનો કી’ જેવી સિરિયલમાં કામ કર્યું છે.
2016માં લગ્ન કર્યાં
સુનૈનાએ વર્ષ 2016માં બિઝનેસમેન કુનાલ ભાંભવાણી સાથે લગ્ન કર્યાં હતા. સુનૈના સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ છે અને તે પોતાની ગ્લેમરસ તસવીરો અવાર-નવાર પોસ્ટ કરતી હોય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "તારક મહેતા..’ના આ ફેમસ વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવતા જેઠાલાલ, બબિતાથી લઇને આખી ટીમ ટેન્શનમાં…."
ટિપ્પણી પોસ્ટ કરો