કોરોનાએ તો બાપા ભારે કરી, પરેડ માટે દિલ્હી આવેલા 150 જવાનને ઝપેટમાં લઈ લીધા, જુઓ હવે શું થશે
ગુજરાત માટે આજે રાહતના સમાચાર એ છે કે કોરોનાનાં 900થી ઓછા કેસ સામે આવ્યા છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 890 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 2,40,995એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 7 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4275 એ પહોંચ્યો છે.

પરંતુ ભારત માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે કે 26 જાન્યુઆરી અને આર્મી ડેની પરેડમાં ભાગ લેવા દિલ્હી પહોંચેલા સેનાના 150 જવાન સંક્રમિત થયા છે.

વિગતે વાત કરીએ તો દેશભરમાં આશરે 2000 જવાન નવેમ્બરના અંત ભાગમાં દિલ્હી આવ્યા હતા. રિહર્સલ બાદ ગણતંત્ર દિવસ અને આર્મી ડે ની પરેડમાં ભાગ લેવાના હતા. મળતી માહિતી મુજબ તમામ જવાનોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે તેમને સેફ બબલમાં રાખવામાં આવ્યા છે.

પરેડમાં ભાગ લેનારા જવાનો માટે તે તૈયાર કરવામાં આવ્યો છે. પરેડ માટે પસંદ કરવામાં આવેલ જવાન 26 જાન્યુઆરી સુધી બહારી દુનિયા સાથે સંપર્કમાં નહીં આવે. ગણતંત્ર દિવસ અગાઉ 15 જાન્યુઆરીના રોજ આર્મી ડેની પરેડમાં ભાગ લેશે.

એ જ રીતે આ સિવાયના જવાનની વાત કરવામાં આવે તો બીજી બાજુ સંક્રમિત જવાન ડોક્ટરોની દેખરેખમાં ક્વોરેન્ટીન કરવામાં આવ્યા છે. રિકવર થયા બાદ તેઓ ફરીથી કેમ્પમાં ભાગ લઈ શકશે એવું પણ કહેવામાં આવ્યું છે. આ વખતે ખાસ વાત એ છે કે, બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન આ વર્ષે રિપબ્લિક ડે સમારંભના મુખ્ય અતિથિ હશે. આ માટે સરકારે તેમને આમંત્રણ પાઠવ્યુ હતુ,જે સ્વીકારવામાં આવ્યુ છે. ભારત પ્રવાસ પર આવેલા બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિક રાબે જાણકારી આપી હતી.

તો બીજી તરફ એક વધારાના દુખદ સમાચાર એ પણ છે કે વિશ્વભરમાં કોરોનાના નવા અને વધુ ખતરનાક સ્ટ્રેનને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વચ્ચે ફાઈઝરની સાથે કોરોના વેક્સિન બનાવનારી કંપની બાયોએનટેકના CEO ઉગર સાહિને કહ્યું કે વાયરસ ઓછામાં ઓછો 10 વર્ષ સુધી ખતમ નહીં થાય. એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં સાહિનને પૂછવામાં આવ્યું હતું કે વાયરસ ક્યારે ખતમ થશે અને લોકોની લાઈફ સ્ટાઈલ ક્યાં સુધી પરત પાટા પર આવશે? જેના જવાબમાં તેઓએ કહ્યું કે- આપણે નોર્મલની નવી પરિભાષા સમજવાની જરૂર છે. આ વાયરસ આગામી 10 વર્ષ સુધી આપણી સાથે જ રહેશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "કોરોનાએ તો બાપા ભારે કરી, પરેડ માટે દિલ્હી આવેલા 150 જવાનને ઝપેટમાં લઈ લીધા, જુઓ હવે શું થશે"
ટિપ્પણી પોસ્ટ કરો