ગીર જંગલની મુલાકાતે આમિર ખાન, પોરબંદર એરપોર્ટ પર આમિરને જોવા લોકોની ભારે ભીડ
બોલિવુડના એકટર અને એક્ટ્રેસના ચાહકો દુનિયાના ખૂણે ખૂણે છે. એમની એક ઝલક જોવા માટે લોકો કલાકો સુધી રાહ જોયા કરે છે. અને એ બાદ જ્યારે પોતાના મનગમતા એકટર કે પછી એક્ટ્રેસની એક ઝલક દેખાઈ જાય તો એમના ચાહકો ગાંડા ગાંડા થઈ જાય છે. બૉલીવુડ કલાકારોની એક એક અદાઓ જોવા માટે લોકો પડાપડી કરવા લાગે છે. અને આવું જ કંઈક બની રહ્યું છે હાલ ગુજરાતના સાસણ ગીરમાં. બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ એવા આમિર ખાન હાલ ગુજરાતના સાસણ ગીરના પહોચ્યા છે. તમને જણાવી દઈએ કે પોરબંદર એરપોર્ટ પર આજે આમિર ખાન અને તેનો પરિવાર ચાર્ટર ફ્લાઈટ દ્વારા પહોંચ્યો હતો, જ્યાં આમિર ખાનને જોવા માટે મોટી સંખ્યામાં તેના ચાહકોની ભીડ ભેગી થઈ ગઈ હતી.

તમને જણાવી દઈએ કે આમિર ખાન પોતાના પરિવાર સાથે ગુજરસ્તના સાસણ ગીરમાં ફરવા માટે આવ્યો છે. ત્યારે આજે 11 વાગ્યે આમિર ખાન અને તેનો પરિવાર પોરબંદર એરપોર્ટ પર ચાર્ટ્સ ફ્લાઇટ દ્વારા આવી પહોંચ્યો હતો.

હાલ આમિર ખાન અને તેનો પરિવાર ગીર જંગલમાં ફરવા માટે નીકળી ચુક્યા છે.
આમિર ખાન 2-3 દિવસ ગીરના જંગલની મુલાકાત લેશે

બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિષ્ટ એવા આમિર ખાન પોતાના પરિવાર સાથે ગુજરાતના સાસણ ગીરમાં ફરવા માટે આવી પહોંચ્યો છે, જેને લઈને આમિર ખન્ના ચાહકોમાં ખૂબ જ ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે. આમિર ખાન 2-3 દિવસ ગીરના જંગલમાં પોતાના પરિવાર સાથે સમય પસાર કરશે અને સાસણ ગીરમાં જંગલ સફારીની મુલાકાત પણ લેશે.

મળેલી માહિતી અનુસાર, આમિર ખાન પોતાની એનિવર્સરી સેલિબ્રેટ કરવા માટે સાસણ ગીર ગયા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પોરબંદર એરપોર્ટ પરથી આમિર ખાન અને તેનો પરિવાર 5 કાર અને 1 બસ મારફત ગીર જવા માટે રવાના થયો છે.

બૉલીવુડ એકટર આમિર ખાનનું નામ કદાચ કોઈ માટે અજાણ્યું નથી. એવું કહેવામાં આવે છે કે આમિર ખાન કોઈપણ કામ કરતા પહેલા બધી જ નાની નાની વાતોનું ધ્યાન રાખે છે અને કદાચ એટલે જ એમને મિસ્ટર પરફેક્ટનિષ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આમિર ખાને કિરણ રાવ સાથે લગ્ન કર્યા છે અને આ એમના બીજા લગ્ન છે. 28મી ડિસેમ્બરના રોજ આમિર અને કિરણના લગ્નને 15 વર્ષ પુરા થઈ જશે.
આમિર ટૂંક સમયમાં જ આવનારી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં દેખાશે
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ગીર જંગલની મુલાકાતે આમિર ખાન, પોરબંદર એરપોર્ટ પર આમિરને જોવા લોકોની ભારે ભીડ"
ટિપ્પણી પોસ્ટ કરો